લેખ | સલાહ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » વાસ્તુ » સલાહ » બેડરૂમમાં મુકો મેડરીન ડક્સ
સલાહ
Bookmark and Share Feedback Print
 
N.D
પતિ-પત્ની વચ્ચે અતૂટ બંધન હોય છે, પરંતુ આજકાલના મોંધવારીના સમયે પતિ-પત્ની બંનેને નોકરી કરવા ઘર બહાર નીકળવુ પડે છે, અને ઉપરથી ટેંશનને કારણે આ સંબંધોમાં લગ્નના ટૂંક સમયમાં જ તિરાડ પડવાના કિસ્સ્સા વધતા જઈ રહ્યા છે. જેના પરિણામે આજકાલ છુટાછેડાનુ પ્રમાણ પણ વધતુ જઈ રહ્યુ છે. દરેકની ઈચ્છા હોય છે કે તેમનુ લગ્નજીવન શાંતિપૂર્વક અને લાંબુ ચાલે. લગ્નપછીનુ દાંમ્પત્ય સુખ કાયમ રાખવા માટે ચાઈનીઝ વાસ્તૂશાસ્ત્ર અને ફેંગશુઈની મદદથી ઘણા ઉપાયોની મદદ લઈ શકાય છે.

ફેંગશુઈની કેટલીક વસ્તુઓ એવી હોય છે, જેને બેડરૂમમાં મૂકવાથી પતિ-પત્નીના સંબંધ સુમધુર રહે છે અને એ બંને વચ્ચે પ્રેમ વધે છે, જેમા સૌથી વધુ મેડરીન ડક્સની જોડી અને લવ બર્ડસ લોકપ્રિય છે.

મેડરીન ડ્ક્સની જોડી નવદંપત્તિ વચ્ચે પ્રેમ અને રોમાંસનુ પ્રતિક છે, આ જ કારણ છે કે હવે લોકો આ જોડાને નવા કપલને ભેટ રૂપે લગ્નમાં આપવા માંડ્યા છે. આ જોડીને જો તમે તમારા બેડરૂમમાં મુકશો તો એક વાત નક્કી છે કે તમારા પરસ્પર સંબંધો વધુ ગાઢ થશે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: બેડરૂમ, મેડરીન ડક્સ