સલાહ | લેખ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » વાસ્તુ » સલાહ » વાસ્તુ ટીપ્સ - તમારું પૂજાઘર ક્યા રાખશો ?

P.R
ભારતીય સંસ્કૃતિમાં પૂજા-અર્ચનાનું વિશેષ મહત્વ છે. વહેલી સવારે સ્નાનાદિ ક્રિયા બાદ તેમજ સાંજે ભોજન પહેલાં ઇષ્ટરદેવ કે કુળદેવતાની પૂજાનું મહાત્મ્ય શાસ્ત્રોમાં દર્શાવાયું છે. વધુમાં પૂજાને લીધે મન શાંત અને પ્રફુલ્લિત રહેતું હોવાથી અને આ માધ્યમ થકી મનુષ્યં પ્રભુની નિકટ રહેતો હોવાથી તેનું ખાસ મહત્વ છે.

તેમાં પણ જો ઘરમાં ભગવાનની પૂજા થતી રહે તો ઘરની પવિત્રતા જળવાઈ રહે છે. તેથી લગભગ દરેક ઘરમાં એક પૂજા ઘર અવશ્ય જોવા મળે છે. પરંતુ આ પૂજાઘર ઘરની કઇ દિશામાં કે ક્યા ખૂણામાં હોય તો તેનું વિશેષ ફળ મળે છે તે પણ જોવું ખૂબ જ જરૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં દર્શાવ્યા પ્રમાણે પૂજાઘર એ ઘરના ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં હોવું જોઈએ. અને તેમાં ભગવાન કે માતાજીની મૂર્તિ ઉત્તર-પૂર્વ દિશા તરફ હોવી જોઈએ. વિષ્ણુ, શિવ, ઈન્દ્ર, સૂર્ય તથા કાર્તિકેયને પૂર્વાભિમુખ અથવા પશ્ચિમાભિમુખ રાખવા જોઈએ. સૂર્યાદિ ગ્રહ, ચામુંડા, માતૃગણ, કુબેર, ગણેશ અને ભૈરવની સ્થાપના દક્ષિણાભિમુખ, હનુમાનજીને નૈઋત્યાભિમુખ અને શિવલિંગ, વિષ્ણુ, બ્રહ્મા વગેરે દેવતાઓનું મુખ કોઈપણ દિશામાં રાખીને સ્થાપના કરી શકાય. તેમજ બેસીને પૂજા કરવી જોઈએ. ભગવાનના સ્થાન કરતાં ઊંચા સ્થાન પર ઉભા રહીને પૂજા કરવી પડે એવા સ્થાન પર પૂજા ઘર બનાવવા પર વાસ્તુશાસ્ત્રમાં નિષેધ છે.

વાસ્તુશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ઘરના શયનકક્ષમાં પૂજા ઘર નહીં હોવું ન જોઈએ તેમજ પૂજા ઘરની ઉપર કે નીચે શૌચાલય હોવું ન જોઈએ. પૂજા ઘરમાં સફેદ કે હલકા પીળા રંગનું ભોયતળિયું અને દિવાલો હોય તો શુભ છે. દિવાલોને હલકા વાદળી રંગથી પણ રંગી શકાય. પૂજા ઘરમાં પૂર્વ કે ઉત્તર દિશામાં બારીઓ હોવી જોઈએ. અગ્નિ ખૂણામાં દિવો કે અન્ય પ્રકાશકારક, અગ્નિ સંબંધી ઉપકરણ હોવા જોઈએ.

પૂજા ઘર જો અલગથી ખાસ રીતે બનાવવામાં આવ્યું હોય તો તેની છત ચારે તરફથી પિરામિડ પ્રકારની બનાવવી ફળદાયક હોય છે. અગ્નિ પૂજા ઘરમાં વસ્તુઓ રાખવાની છાજલી પશ્ચિમ કે દક્ષિણ દિશા તરફની દીવાલ પર બનાવવી જોઈએ. પૂજા ઘરમાં મૂર્તિ સામે તિજોરી ન હોવી જોઈએ, તે જ પ્રકારે પ્રવેશ દ્બારની બિલકુલ સામે મૂર્તિ સ્થાપિત ન કરવી જોઈએ. પૂજા ઘરમાં ડેરી જરૂર હોવી જોઈએ. મૂર્તિ ખંડિત ન હોવી જોઈએ. પૂજા ઘરમાં કોઈપણ પ્રકારની બિનજરૂરી અને ભારે વસ્તુઓ ન રાખવી જોઈએ. પૂજા ઘરનો દરવાજો લોખંડ કે ગ્રિલનો ન હોવો જોઈએ પરંતુ લાકડા અને બે દરવાજાવાળો હોવો જોઈએ.

પંદર મિનિટથી વધારે ધ્યાન કરવું હોય તો મૂર્તિને ઠીક સામે રાખવાને બદલે થોડી આજુબાજુ રાખીને બેસવું જોઈએ તેમ પણ વાસ્તુશાસ્ત્રમાં જણાવાયું છે.
સંબંધિત જાણકારી
WebduniaWebdunia