બધાના ઘરમાં ભગવાન માટે યથાશક્તિ નાનુ-મોટું અલગ મંદિર કે ઘર અવશ્ય હોય છે. મંદિરમાં પોતાના ઇષ્ટદેવની મૂર્તિ, ફોટો, પૂજાની સામગ્રી રાખવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોમાં ભગવાનની પૂજાની મૂર્તિઓની સંખ્યાના વિષયમાં કેટલીક વિશેષ વાતો કહેવામાં આવી છે.
(૧) ઘરના મંદિરમાં શ્રીગણેશની ત્રણ મૂર્તિઓ ન હોવી જોઇએ. (ર) દેવી કે માતાજીની ત્રણ મૂર્તિઓ ન રાખવી. (૩) સૂર્યદેવની બે મૂર્તિઓ ન રાખવી. (૪) મંદિરમાં પૂજાના વપરાશમાં લેવાતા શંખની સંખ્યા પણ બે ન હોવી જોઇએ. (પ) મંદિરમાં બે શિવલિંગ ન હોવાં જોઇએ. શિવલિંગ અંગૂઠા આકારનું હોવું જોઇએ. (૬) ગોમતી ચક્ર, લક્ષ્મી ચક્ર, લક્ષ્મી યંત્ર, રુદ્ર સહિતનાં ચક્ર તેમજ યંત્ર મુકવામાં આવે છે. જેમાંનું ગોમતી ચક્ર મોટાભાગના લોકોના મંદિરમાં હોય છે. તેની સંખ્યા પણ બે ન હોવી જોઇએ.