દિલવાલે દુલ્હનિયાં...એ રચ્યો ઈતિહાસ

DDL
IFM
IFM
સાબીત થઈ છે. તેમાં રમેશ સિપ્પીની 'શોલે' , બોમ્બે ટોકીઝની 'કિસ્મત' , કે. આસિફની 'મુગલે આઝમ', મહેબૂબ ખાનની 'મધર ઈંડિયા' અને રાજશ્રી પ્રોડક્શનની 'હમ આપકે હૈ કોન' જેવી ફિલ્મો પ્રમુખ છે પરંતુ ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ના શો એ મુંબઈના મરાઠા મંદિરમાં સતત 14 વર્ષ સુધી ચાલીને એક નવો ઈતિહાસ રચી દીધો છે.

ઓપનિગ હતી થોડી નબળી

યશ ચોપડા નિર્મિત ફિલ્મ ' દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' 20 ઓક્ટોબર 1995 ના રોજ પ્રદર્શિત થઈ હતી. મરાઠા સિનેમા મંદિર હોલના સંચાલક પ્રવીણ વિઠ્ઠલ જણાવે છે કે, ' પ્રથમ સપ્તાહમાં ફિલ્મની ઓપનિંગ ઠીક પ્રકારે ન થઈ હતી. બીજા સપ્તાહે ફિલ્મે શરૂઆત પકડી અને ત્રીજા સપ્તાહથી લગભગ દસ સપ્તાહ સુધી ફિલ્મ હાઉસફૂલ રહી. બે મહિના બાદ ફિલ્મનું કલેક્શન 92 ટકાથી વધીને 95 ટકા થઈ ગયું. એક વર્ષ બાદ ફિલ્મનું કલેક્શન 80 ટકા રહ્યું અને હજુ પણ ફિલ્મ 50 ટકાથી વધું વેપાર કરી રહી છે.'

આવું વિચાર્યુ પણ ન હતુ

મુંબઈ| ભાષા|
ભારતીય સિનેમા જગતમાં કેટલીયે એવી ફિલ્મો બની છે જે મીલનો પથ્થર
ફિલ્મના નિર્માતા યશ ચોપડા જણાવે છે કે, ફિલ્મ આટલી બધી સફળ થશે એવું તેમણે કદી વિચાર્યું પણ ન હતું. દિલવાલે દુલ્હનિયા..દર્શકો વચ્ચે એવી રીતે સફળ થઈ કે, લગભગ તમામ મહત્વપૂર્ણ ફિલ્મ ફેયર એવોર્ડ તેને જ આપવામાં આવ્યાં.


આ પણ વાંચો :