રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 4 જુલાઈ 2020 (12:15 IST)

ખભા પર કાચિંડો બેસાડતી જોવા મળી યૂલિયા વંતૂર, વીડિયો જોઈને ફેંસ રહી ગયા દંગ

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના પનવેલના ફાર્મહાઉસમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. યુલિયા વંતુર પણ ફાર્મહાઉસમાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને ફાર્મ હાઉસમાંથી કંઈક ને કંઈક શેર કરતી રહે છે. હવે એક નવો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેનાથી તેના ફેંસ પણ નવાઈ પામ્યા છે. 
 
યુલિયાએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેમા જોઇ શકાય છે કે યુલિયાના ખભા પર કાચિંડો બેઠો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે, 'પ્રકૃતિ અને તેની વિવિધ જાતિઓ સાથે મળીને જીવતા શીખી રહ્યુ છે.  કાચિંડો ખતરનાક અને ડરામણો લાગે છે પરંતુ તે આપણાથી પણ કદાચ ડરે છે. તેઓ તેમની લાગણી અને મૂડ મુજબ રંગ બદલી નાખે છે. જ્યારે તેઓ ભયભીત અથવા ગુસ્સે થાય છે ત્યારે તેઓ તેમની ડાર્ક સાઈડ બતાવે છે. જ્યારે તેઓ સુરક્ષિત અનુભવે છે ત્યારે તેઓ હળવા ગ્રીન કલરના થઈ જાય છે.
 
યુલિયાનો આ વીડિયો જોઇને તેના ચાહકો દંગ થઈ ગયા છે અને કોમેંટસમાં તેમને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા છે. એક યુઝર્સે તેમને પૂછ્યું કે શું તમને ડર નથી. તો અન્ય યુઝર્સ તેમની હિંમતને બિરદાવી રહ્યા છે. યુલિયાનો આ વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા સલમાન ખાને એક વીડિયો શેર કર્યો હતો જેમાં યુલિયા એક ઝાડુ લઈને ફાર્મહાઉસમાં સફાઈ કરતી જોવા મળી રહી હતી.