શનિવાર, 23 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 31 જાન્યુઆરી 2023 (17:38 IST)

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા પીએમ મોદીના ગુરૂ આશ્રમ, સોશિયલ મીડિયા પર છવાઈ PHOTOS

virat anushka
Virat Kohli Anushka Sharma Dayanand Giri Ashram: અનુષ્કા શર્મા અને તેમના પતિ અને પૂર્વ ભારતીય કપ્તાન વિરાટ કોહલી તાજેતરમાં ઋષિકેષ પહોચ્યા. જ્યારબાદ હવે સેલિબ્રિટી કપલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની ટેસ્ટ સીરિઝ પહેલા ઋષિકેશમાં સ્વામી દયાનંદ આશ્રમમાં સ્વામી    દયાનંદજી મહારાજની સમાધિ પર જઈને આશીર્વાદ લીધા. હવે બંનેની અનેક તસ્વીરો વાયરલ થઈ રહી છે.  જેમા અનુષ્કા અને વિરાટ આશ્રમમાં પૂજા કરતા જોવા મળી રહ્યા છે. 

 
એવુ કહેવાય છે કે સ્વામી દયાનંદજી મહારાજ પીએમ નરેન્દ્ર મોદીના આધ્યાત્મિક ગુરૂ હતા. આ ધ્યાન આપનારી વાત છે કે વિરાટે ટી20માંથી બ્રેક લીધો છે અને તેથી તેઓ ન્યુઝીલેંડની વર્તમાનમાં ચાલી રહેલી શ્રેણીમાં રમી રહ્યા નથી. સાથે જ સમાચારનુ માનીએ તો વિરાટ અને અનુષ્કા દયાનંદ ગિરિ આશ્રમમાં ભંડારો આયોજીત કરવાની યોજના બનાવી રહ્યા છે. 
 
નીમ કરોલી આશ્રમ પણ ગયા 
 
વિરાટ અને અનુષ્કાની ઋષિકેશ યાત્રાના થોડા દિવસ પછી બંનેયે પોતાની પુત્રી વામિકા સાથે વૃંદાવનના એક આશ્રમમાં આશીર્વાદ માંગ્યા. તેમણે આ અઠવાડિયાની શરૂઆતમાં વૃંદાવનમાં બાબા નીમ કરોલી આશ્રમનો પ્રવાસ કર્યો અને લગભગ એક કલાક સુધી આશ્રમમાં રહ્યા અને બાબાની સમાધિના દર્શન ઉપરાંત કુટિયા(ઝૂપડી)માં ધ્યાન લગાવ્યુ. રિપોર્ટ મુજબ તેમણે આશ્રમમાં ધાબળાનુ દાન પણ કર્યુ. ઉલ્લેખનીય છે કે અનુષ્કાની ફેમિલી બાબા નીમ કરોલીના અનુયાયી રહ્યા છે.  
 
બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023
 
ક્રિકેટની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા આગામી થોડા દિવસોમાં ચાર મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતના પ્રવાસે આવવાની છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023 તરીકે જાણીતી, આ શ્રેણી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચના બે સ્થાનો નક્કી કરવા માટે નિર્ણાયક બની રહેશે. ટોચની ટીમો જૂનમાં ઓવલ ખાતે રમાનારી વન-ઑફ ચેમ્પિયનશિપ ગેમ માટે પ્લેઓફમાં સ્થાન મેળવશે. શ્રેણી 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં શરૂ થશે જ્યારે ODI 17 માર્ચથી મુંબઈમાં શરૂ થશે.
 
અનુષ્કા શર્મા આ ફિલ્મમાં જોવા મળશે