આ લેખ માટેની ટિપ્પણી બંધ થઈ ગઈ છે..

ટિપ્પણીઓ

BALDEVBHAI PANCHAL

કોઈ પણ માણસ એકલા હાથે કોઈ જ સ્કેમ કરીના શકે. સ્કેમ માં જેટલા માણસો વધારે તે પ્રમાણે તેનો વિસ્તાર જાણવો. જયારે તેને કોઈ મોટા ગજાના નેતા ના આશીર્વાદ પ્રાપ્ત હોય ત્યારે તેનો વિસ્તાર પણ તે પ્રમાણે વધતો જાય છે અને તેની ગોપનીયતા પણ સારી રહેછે. ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવાનો કશો જ અર્થ રહેતો નથી પણ માત્ર લોકોને મૂર્ખ બનાવવા માટે જ જાતના આક્ષેપો ઈન્કવાયરી ટિમો અને એવું બધુ સરકારને કરવું પડેછે. સ્કેમમાં સામેલ નેતાઓને નહીં પકડવાનું કારણ દરેક રાજનીતિક પાર્ટીઓમાં એક વણલિખિ સમજ હોય છે કે હું તને બચાવીશ અને તું મને બચાવજે. તમે જોયું હશેકે ભારત આઝાદ થયા પછી મોટાભાગના નેતાઓ કરોડપતિ બની ગયા છે પણ કોઈ જ પૂછનાર નથી કે કોઈને પણ જેલમાં સજા ભોગવતો જોયો? ભારતની ન્યાય વ્યવસ્થા જ એવી રીતે બનાવી છે કે કોઈ મોટા ગજાના માણસ (નેતાને) કદી સજા થાય જ નહિ. અને કેદાચ તે બહુ મોટો ગુનો કર્યા પછી બધીજ સરકારોથી વિરોધમાં આવીગયો હોય તો જ તેને જો ૨૦-૨૫ વર્ષ જીવતો રહે તો જ સજા સંભળાવી દેવાય તે પણ અપીલો વગેરે માં બીજા ૨૦ વર્ષ તો કાઢી જ નાખે. જુના યુગમાં રાક્ષસો તપ કરીને વરદાન મેળવતા હતા કે તેમને કોઈ મારીના શકે વગેરે. તેવું જ આજના નેતાઓને પણ વરદાન મળેલું છે કે જ્યાં સુધી સત્તામાં રહો ત્યાં સુધી ભોળી પ્રજાને લુંટો અને જો વહેંચીને ખાશો તો કોઈ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. જયારે આવા નેતાઓની મદદ હોય તો નીરવ મોદી તો શું કોઈ પણ આવા સ્કેમ કરીને ભાગી જાય.૨૦૧૪ માં જયારે મોદીજી જીતનો ઉત્સવ માનવતા હતા ત્યારે ચિદમ્બરમે આરબીઆઇ ના ગવર્નરને નીરવ મોદી સારો માણસ છે અને તેને મદદ કરજો એવો પત્ર લખેલો કે જે કોઈ પણ હારેલી સરકાર લખી ના શકે તોય લખેલો જેનો અમલ કરવાની રઘુરામે ખાતરી પણ આપેલી જે ના કારણે પીએનબી એનિરવ મોદીને આટલી બધી કાયદાની ઉપરવટ જઈને મદદ કરેલી અને આરબીઆઇએ તેની સામે નજર પણ કરી નહીં (મતલબ કે આરબીઆઇ ના આશીર્વાદ થી જ આ કૌભાંડ થયું હોવું જોઈ) તે છતાં હજી ચિદમ્બરમ કેમ ખુલ્લો ફરે છે તેની પ્રજાને કેમ જાણ નથી કરતા. સિબિઆઇ વગેરે તપાસ એજન્સીઓ કોઈ પણ તપાસ પુરે પુરા મન થી એટલા માટે નથી કરતી કે મોદીજી કદાચ ૨૦૧૯ માં હારી જાયતો રાગા તેમની કેવી વલે કરશે તેનો ડર છે. એનડીએ ના પ્રથમ કાળ માં પણ માધુપુરા બેન્ક, કેતન પારેખ અને એવા બધા કૌભાંડો થયા હતા. તે વખતે યુટીઆઇ ડૂબી ગયાનું બહાનું કરી યુનિટના ભાવ ડાઉન કરીને મારા જેવા કેટલાય ને રોડ પર લાવી ધીધા. લોકોના લાખના બાર હજાર કરી દીધા. આજ યુટીઆઇ જયારે ૧૯૬૭માં શરુ થઇ ત્યારે ગુજરાતના મુખ્ય મંત્રી બળવંતરાય મહેતાએ તેનો જાતે જ પ્રચાર કરેલો. કાયદાઓનું તે એવું છે કે તું મને માણસ બતાવ અને હું તને કયો કાયદો લગાડવો તે બતાવું એવું ચાલે છે. અને એજ તો કાયદા નું રાજ કહેવાય ને! બેંકોનું રાષ્ટ્રીયકરણ થયા પછી તેની જવાબદારી સરકાર ની બની ગઈ છે મતલબકે જો બેન્ક લૂંટાઈ જાય તો તે ખોટ પ્રજાએ જ ભોગવવાની હોય છે. ભારતની ૧૩૦ કરોડ પ્રજા માટે બધાજ સ્કેમનું ટોટલ કરો તોય કઇ મોટો ભાર પડવાનો નથી. એનો મોટો ફાયદો તો ઇન્વેસ્ટિગેશન એજન્સીઓને થશે, તેઓને સરકારના પૈસે કેટલાય વરસો સુધી દેશ પ્રદેશની મુલાકાતો મળશે અને અહીં પણ ભાડા ભથ્થા ભરપૂર મળશે. છેવટે તો કેસો માંડી જ વાળવાના હોછે. આતો ચૂંટણી માં વોટ લેવા માટે બધા નાટક કરવા પડે છે. જે માણસ બેંકો ને લૂંટે છે તે પ્રજાને જ લૂંટે છે અને તેને એવું કામ કર્યાનો કોઈ જ પશ્ચતાપ ના હોય તેને તો દેશ દ્રોહી ગણવો જ જોઈએ. કોઈ નાનો મોટો ચોર બે પાંચ માણસો ને લૂંટે તો તે માત્ર તેઓને જ નુકશાન પહોંચાડે છે પણ જે બેંકો ને લૂંટે છે તે તો ભારત ની સમગ્ર પ્રજાને જ લૂંટે છે જેમાંથી કેટલાય લોકોને બે ટાઈમ ખાવાનું પણ નસીબ હોતું નથી અને એટલે જ આવા લોકો તો દેશદ્રોહી ગણવા જ જોઈએ તેમની બધીજ મિલ્કત જપ્ત કરીને ફાંસી ની સજા જ કરવી જોઈએ, હા તેમને મદદ કરનાર નેતાઓને તો ખાસ કારણકે તેમને તો પ્રજાએ ભરોસો રાખીને ચૂંટીને વહીવટ કરવા મોકલ્યા હતા માટે તેઓ તો સ્કેમ કરનાર કરતા પણ વધારે મોટા ગુનેગાર ગણાય. પણ તેમને ભારતની કોર્ટો કોઈ જ સજા નહીં કરે તેની પ્રજાએ ખાતરી રાખવી. અને દેશમાં કાયદાનું રાજ ચાલતું હોઈને પ્રજા ને આ બધી ખબર હોવા છતાં આવા નેતાઓ ને ઝીલવા જ પડશે. તેઓ તેમની કાલી કમાણી માંથી ફેંકેલા ટુકડા ના બદલામાં તેમને ફરીથી ચૂંટીને મોકલશે જ તેમાં બે માટે ના હોય. (ખાતરી કરવી હોય તો કોઈ નેતાનો કેસ પાકિસ્તાનને ચલાવવા આપો અને જુઓ તે કેટલા સમયમાં ખલાસ કરે છે અને કેવી સજા કરેછે) જાય હિન્દ. મેરા ભારત મહાન.
X REPORT ABUSE Date 03-03-18 (03:41 AM)