ટારગેટ મુંબઇ
ઇન્ડિયન મુઝાહિદ્દીન દ્વારા અમદાવાદ, દિલ્હી બ્લાસ્ટ બાદ હવે પછી તેનું ટારગેટ મુંબઇ હોવાની અગાઉ ઇમેલ દ્વારા ધમકી પણ અપાઇ હતી.
અમદાવાદ તથા દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ કરી દહેશત ફેલાવ્યા બાદ ઇન્ડિયન મુઝાહિદ્દીનને એક ઇમેલ દ્વારા હવે પછી તેનું ટારગેટ મુંબઇ હોવાનો ઇશારો કર્યો હતો. 
ગણેશોત્સવ દરમિયાન અપાયેલી આ ધમકીમાં એવો પણ ઉલ્લેખ કરાયો હતો કે, મુંબઇ એટીએસ દ્વારા અંસારનગર, અંધેરી, મોગરાપાડામાં રેડ કરી તેમના માણસોને હેરાન કર્યા હતા. જેનો બદલો લેવા વળતો પ્રહાર કરવામાં આવશે જે માટે મુંબઇગરાઓને તૈયાર રહેવા પણ કહેવાયું હતું. 
આ ધમકીમાં મુંબઇ એટીએસ, તેના સંચાલકો, વિલાસરાવ દેશમુખ, આર.આર.પાટીલ સહિતને તેમના દુશ્મન તરીકે ગણાવી તેમની તરફ પણ ટારગેટ હોવાનો ઇશારો કર્યો હતો. ]]></content:encoded>
મુંબઈમાં આતંકવાદીઓ દ્વારા તાજ હોટેલ અને ઓબેરોય જેવી હોટેલમાં તથા ખુલ્લેઆમ કરવામાં આવેલા આત્મઘાતી હુમલાના પગલે વિશ્વના દેશોએ ભારતને મદદ કરવા તૈયારી બતાવી હતી. 
જેના પગલે મુંબઈમાં બુધવાર રાતથી શરૂ થયેલ મોતના તાંડવ પાછળ પાકિસ્તાનનો હેવાની હાથ હોવાનું સ્પષ્ટ કહેતા કેન્દ્રીય ગ્રૃહરાજ્ય મંત્રી શ્રીપ્રકાશ જયસવાલે આજે અહી કહ્યુ હતુ કે તપાસ માટે કોઈપણ વિદેશી એજેંસીઓની મદદની જરૂર નથી. 
તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ભારતને કોઈપણ વિદેશી તપાસ એજંસીની જરૂર નથી. 
એક માહિતી અનુસાર વડાપ્રધાન મનમોહન સિંહે આજે પાકિસ્તાનના વડાપ્રધાન યુસુફ રજા ગિલાની અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સાથે ફોન પર વાતચીત કરી હતી. એક માહિતી મુજબ સિંહે પાકિસ્તાન સરકાર પાસે મદદ માંગી જેના પગલે પાકિસ્તાને પાશાને ભારત મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો. 
પરંતુ જયસવાલે આ સમાચારને નકારી કાઢ્યા હતાં. અને કહ્યુ હતુ કે ભારત પોતાની સમસ્યાને જાતે પહોચી વળવા સક્ષમ છે. ભારત પાસે તેની એટીએસની ફોઝ છે અને જરૂર પડી તો તેની કેન્દ્રીય એજંસીઓ પણ તેને મદદ કરશે. 
જયસવાલે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યુ કે પકડવામાં આવેલ આતંકવાદી પાકિસ્તાની છે.  ]]></content:encoded>
      <authorname>વાર્તા</authorname>
મુંબઈમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી હુમલાના પગલે વિશ્વના દેશોએ ભારતને મદદ કરવા તૈયારી બતાવી હતી. જેમાં અમેરિકા અને વિયેતનામનો સમાવેશ થાય છે. 
અમેરિકન પ્રમુખ બુશે આ હુમલામાં ત્રણ અમેરિકન નાગરિક માર્યા ગયાથી દુ:ખ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે અમે આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે છીએ. 
બરાક ઓબામાએ બુશની વાતમાં સમર્થન દર્શાવતા કહ્યુ હતુ કે અમેરિકાએ ભારત સહિતના બધા જ દેશોમાં આતંકવાદને ઝડમૂળથી ખદેડવાની નીતિ રચવી જોઈએ. 
વિયેતનામની કમ્યુનિસ્ટ પાર્ટીન અધ્યક્ષ નોંગ ડક મન્હ અને પ્રધાનમંત્રી નુએન તાન ડુંગે પ્રતિભા પાટિલ સાથેની મુલાકાત દરમિયાન ભારતને આતંકવાદ સામે લડત આપવા માટે યથાયોગ્ય મદદ કરવાની વાત કરી હતી. 
મુંબઈમાં થયેલા અત્યાર સુધીના સૌથી મોટા આતંકવાદી હુમલામાં મરનારારોની સંખ્યા 195 થઈ ગઈ છે, જ્યારે 300થી વધારે લોકો ઘાયલ થયા છે. 
હોટલ તાજમાં સેનાના હાથે ત્રણ આતંકવાદીઓ ઠાર કરાયા છે, સુરક્ષાદળના જવાનો હોટલના 600 રૂમની તપાસ કરી રહ્યા છે. 
અધિકારીક સૂત્રો અનુસાર માર્યા ગયેલાઓમાં 10 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. હુમલામાં આતંકવાદીઓ સામે ઝઝૂમતા એટીએસના પ્રમુખ હેમંત કરકરે,પોલીસ અધિકારી અશોક કામ્ટે, એંકાઉંટર સ્પેશિયાલીસ્ટ વિજય સાલસ્કર, એનએસજીના બે કમાંડો મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન અને હવાલદાર ગજેન્દ્ર સિંહ સહિત 15 પોલીસકર્મચારીઓ શહિદ થયા છે. 
આ ઓપરેશનમાં સેનાએ 10 આતંકવાદીઓને ઠાર કર્યા છે, અને એકને જીવતો પકડ્યો છે. તાજ અને નરીમન હાઉસમાંથી ભારે માત્રામાં હથિયાર અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરાઈ છે. ]]></content:encoded>
      <authorname>વાર્તા</authorname>
આતંકવાદીઓએ ઉપયોગમાંથી લીધેલી પોરબંદરની ફિશીંગ બોટ બે દિવસથી જીપીએસ સિસ્ટમથી બંધ હતી. આમ છતાં પોરબંદર કોસ્ટગાર્ડે કોઇ જાતની તપાસ કરી ન હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.
પોરબંદરની ફિશીંગ બોટ કુબેરનું અપહરણ કરી પાકિસ્તાનની દરિયાઇ સરહદથી મુંબઇ સુધી આતંકવાદીઓ લઇ ગયા હતા. આ બોટની જીપીએસ સિસ્ટમ એટલે કે વાયરલેસ સિસ્ટમ બે દિવસથી બંધ હતી. આમ છતાં આ અંગે કોસ્ટ ગાર્ડે કોઇ જાતની તપાસ કરી ન હતી. 
મહારાષ્ટ્ર કોસ્ટગાર્ડે કુબેર બોટને કબ્જે કરી તેની જીપીએસ સિસ્ટમ દ્વારા આ બોટ ક્યાં ક્યાં ફરી હતી તેની માહિતી મેળવવા સઘન તપાસ હાથ ધરી છે. જ્યારે બોટના લાપત્તા ખલાસીઓનો હજુ સુધી કોઇ પતો લાગ્યો નથી તો બોટમાંથી કેપ્ટન અમરસિંહની લાશ મળી આવી હતી. 
મુંબઇ પોલીસે પાકિસ્તાનના ફરીદકોટના એક આતંકવાદીને પકડી પાડ્યો છે. આ ઉપરાંત પોલીસે 9 જેટલા શકમંદોની ધરપકડ કરી છે. ]]></content:encoded>
મુંબઈમાં હાલમાં ત્રણ સ્થળોએ પોલીસ અને સેનાના જવાનોનું અભિયાન ચાલી રહ્યુ હતું. જેમાંથી ઓબેરોય હોટેલમાં જવાનોએ પોતાનો કબ્જો જમાવી લીધો છે. તેમજ નરીમન હાઉસમાં પણ ઓપરેશન પૂર્ણ કરી દેવામાં આવ્યુ છે. જેમાં ફસાયેવલા લોકોને સલામતરીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ કાર્યવાહી દરમિયાન સેનાએ બે આતંકીઓને હોટલમાં ઠઆર કર્યા હતા. 
મુંબઈમાં આતંક્વાદીઓ દ્વારા ચાલી રહેલા હુમલાએ ગંભીર રૂપ ધારણ કર્યુ છે. દેશના ઇતિહાસમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે. જેમાં 127 લોકોના મોત થયા છે. જ્યારે 14 પોલીસ જવાનો શહીદ થયા છે. જ્યારે 277 લોકોને ગંભીર ઈજા થઈ છે. 
આ ઉપરાંત સેનાના કમાંડર દ્વારા તાજ હોટેલમાં પણ ઓપરેશન પૂરૂ થવાની જાહેરાત થઈ તેની થોડી જ ક્ષણો બાદ તાજ હોટલમાંથી ચાર ચાર ગ્રેનેડ બોમ્બ ફેકાયા જેનાથી ફરી અફડાતફડી મચી ગઈ હતી. હાલમાં ફરી તાજમાં ઓપરેશન ચાલુ કરાયુ છે.   ]]></content:encoded>
મુંબઇમાં આતંકીઓએ કરેલા હુમલામાં શિકાર બનેલ તાજ હેરિટેજ હોટલમાં સમારકામ અને સંરક્ષણ માટે ભારતીય રાષ્ટ્રીય કલા અને સાંસ્કૃતિક ધરોહર ટ્રસ્ટ ઇન્ટેક તૈયાર છે. 
ઇન્ટેકના અધ્યક્ષ એસ.કે.મિશ્રા અને સદસ્ય સચિવ યોગેન્દ્ર નારાયણે આજે પત્રકારોને આ જાણકારી આપી હતી. પત્રકારોના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, તાજ હેરીટેજ હોટલના સમારકામની જવાબદારી હોટલ સંગઠનની છે. 
પરંતુ તેઓ અમને આ અંગે અનુરોધ કરશે તો અમે તૈયાર છીએ. અમારી પાસે આ કામ માટે વિશેષજ્ઞો છે જેઓ ઐતિહાસિક ધરોહરનું સંરક્ષણ કરી શકે છે. ]]></content:encoded>
      <authorname>વાર્તા</authorname>
નૌસેનાના જે મરીન કમાન્ડોએ મુંબઇ ઉપર હુમલો કરી આતંકવાદીઓના છક્કા છોડાવ્યા એમની ત્રાસવાદીઓમાં ભારે ધાક છે. જમ્મુ કાશ્મીરમાં આ દાઢીવાળી ફોજ તથા જળ મુર્ગી અને મગરમચ્છના નામથી ઓળખાય છે. 
નૌસેનાના આ માર્કોસ કમાન્ડો બેહદ કુશળ તરવૈયા અને સમુદ્રી ડૂબકીખોર છે. દાઢી રાખવાના કારણે તેઓ દાઢીવાળી ફોજ તરીકે પણ ઓળખાય છે. તેમનું માનવું છે ત્રાસવાદને એમની ભાષામાં જ જવાબ આપવો જોઇએ. મુંબઇની તાજ હોટલમાં માર્કોસ કમાન્ડોની ટીમ આ કાર્યવાહીમાં જોડાઇ હતી જ્યારે અન્ય બે ટીમ ટ્રાઇડેન્ટ હોટલમાં, બે પ્રહાર ટીમોએ ઓબેરોયમાં મોર્ચો સંભાળ્યો હતો. આ કાર્યવાહીમાં બે મરીન કમાન્ડો ઘાયલ થયા હતા. પરંતુ તેઓ પાછા ફર્યા નહી અને હોટલના રૂમોમાં ઘુસી ગયા હતા અને આતંકવાદીઓનો પીછો કર્યો હતો. 
કાળી વર્દી, મોં ઉપર કાળુ કપડું અને આંખો પર ચશ્મા પહેરેલા માર્કોસ દેખાવમાં આતંકવાદીઓ જેવા જ લાગે છે. તેઓ સમુદ્ર અને જંગલમાં સખત કાર્યવાહી કરી શકે છે. મરીન કમાન્ડો ફોર્સની સ્થાપના 1987માં કરવામાં આવી હતી અને તેમનો ઉદ્દેશ જળથી જમીન ઉપર યુધ્દ કરવાનો છે. ]]></content:encoded>
      <authorname>વાર્તા</authorname>
મુંબઇ છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશનની બહાર ફરીવાર આજે બપોરે ગોળીબારી કરાઇ હતી.
સુત્રોના અનુસાર આ વખતે સ્ટેશનથી બહાર આવવાના રસ્તે ગોળીબારી કરાઇ હતી. સુરક્ષા બળો ત્યા જવા રવાના થઇ ગયા છે. અત્રે ઉલ્લેખનિય છે વીટી તથા અન્ય એક સ્થળે પણ ગોળીબારીનો બનાવ બન્યો હતો. ]]></content:encoded>
      <authorname>વાર્તા</authorname>
મુંબઈના ગેટવે ઓફ ઈંડિયામાં આવેલ નામચીન હોટલોમાં છુપાયેલા લશ્કર એ તોયબાના આતંકવાદીઓએ આખા મુંબઈગરોના જીવ અધ્ધર કરી દીધા છે. 
નરીમન હાઉસમાં સેનાનું અંતિમ ઓપરેશન ચાલી રહ્યુ છે. અત્યાર સુધી નરિમન હાઉસમાંથી 10 બંધકોને છોડાવી લેવામાં આવ્યા છે, પરંતુ હજી બે પરિવારો હજી આતંકવાદીઓના બંધનમાં છે. 
જેમાં એક ગુજરાતી પરિવાર હોવાનો અનુમાન સેના દ્વારા લગાવવામા આવ્યુ છે. જ્યારે બીજુ પરિવાર ઈસ્ત્રાઈલી છે.  સેનાના જવાનો હેલિકોપ્ટર દ્વારા નરીમન હાઉસમાં ઘુસી ગયા છે આતંકવાદીઓ ચારે તરફથી ઘેરાઈ ચૂક્યા છે. હવે સેનાના જવાનોનો એક જ ધ્યેય છે કે આતંકવાદીઓને જીવતા કે મરેલા પકડવા, અને બંઘકોને છોડાવવા. ]]></content:encoded>
આતંકવાદીઓ દ્વારા મુંબઈના વિવિધ ઠેકાણે બુધવારે રાત્રે 10 વાગ્યાથી શરૂ કરાયેલા હુમલામાં ઘાયલ થેયેલા લોકોમાં 68 વર્ષના એક વરિષ્ઠ નાગરિકથી લઈને ચાર મહિનાના દૂધપીતા બાળકનો સમાવેશ થાય છે. 
આ બધા ઘાયલોને નજીકના હોસ્પિટ્લમાં ભર્તી કરવામાં આવ્યા છે. સૌથી વધારે 127 લોકો જેજે હોસ્પિટલમાં ભર્તી કરાયા છે. 
મેટ્રો સિનેમા પર થયેલ ગોળીબારમાં ઘાયલ થયેલ મરાઠી ભાષી કેદાર વસંત ભાવેએ યુનીવાર્તાને જણાવ્યુ હતુ કે તેને પાસેની એક રેસ્ટોરેંટમાં કામ કરનાર બંગાળી યુવક તથા ઉત્તર પ્રદેશના એક ટેક્સી ડ્રાવરએ તેને બોમ્બે હોસ્પિટલમાં ભાર્તી કર્યો અને તેને રક્તદાન પણ કર્યુ. 
ઘાયલોને હોસ્પિટલ સુધી પહોચાડવામાં પોલીસ ઉપરાંત સ્થાનિક રહિશો તથા મીડિયાકર્મીએ પણ મદદનો હાથ લંબાવ્યો હતો. મનસે તથા સાંસદ મિલિન્દ દેવરા દ્વારા એમ્બ્યુલંસની મદદ મોકલાવી હતી. તેમજ સ્થાનિક રહિશોનો હોસ્પિટલમાં રક્તદાન કરવા માટે લાઈન લાગી હતી.  ]]></content:encoded>
      <authorname>વાર્તા</authorname>
  <!--BD-->અમેરિકાએ આ હુમલામાં મદદ માટે પોતાની સ્પેશિયલ ટીમ એફ.બી.આઇની એક ટુકડી રવાના કરી છે. આ ઘટના ઘણું બધુ કહી જાય છે...શુ આતંકવાદને નાથવામાં વિશ્વની નજરોમાં આપણે વામણા પુરવાર થઇ રહ્યા છીએ....<!--ED-->      
આતંકવાદીઓ પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે આસાનીથી દેશમાં ઘુસી આવે છે ત્યાં સુધી સેના કે સુરક્ષા એજન્સીઓને કોઇ ભણક પડતી નથી. આતંકીઓ પોતાના મિશનમાં સફળ થાય છે અને નિર્દોષ લોકોના લોહીથી હોળી ખેલે છે ત્યારે જ સૌના કાન સરવા થાય છે અને બધા પહોંચે છે રણમેદાનમાં. પરંતુ વાત અહી અટકતી નથી. છુટક બોમ્બ બ્લાસ્ટ કરી ડરાવવાનો પ્રયાસ કરતા આતંકીઓ હવે ખુલ્લેઆમ મોતનો સામાન લઇ શહેરમાં ભમી રહ્યા છે. 
હોટલ તાજની વાત કરીએ તો અહીં સહેલાણીઓને બાનમાં લઇ ગોળીબારી કરી રહેલા આતંકીઓ છેલ્લા 40 કલાકથી પોલીસ, સેના સહિતને હંફાવી રહ્યા છે. હજુ આતંકીઓ કાબુમાં આવતા નથી. હોટલમાં બંધક બનાવેલા વિદેશી સહિત કેટલાય સહેલાણીઓને આ નરાધમોએ મોતને ઘાટ ઉતારી દીધા છે. હજુ કેટલાય બંધકો આતંકીઓના સકંજામાં છે. દેશની આર્થિક પાટનગરીમાં કારગિલના દ્રશ્યો સર્જાયા છે. ગંજીફાના તમામ પાના આતંકીઓના હાથમાં છે. માનવતાના આ દુશ્મનો કેવો ગંજીફો ચીપે છે એની સૌ રાહ જોતા બહાર ઉભા છે. આ આપણી લાચારી નહી તો બીજુ શુ છે? આતંકવાદને નાથવાની પોકળ વાતો કરનારાઓને આતંકીઓએ એમને પોતાની જગ્યા બતાવી દીધી છે. 
આતંકીઓએ દેશને એવી લપડાક મારી છે કે વિદેશમાં પણ આપણે લાચાર સાબિત થયા છીએ. હોટલ તાજ, હોટલ ઓબેરોય તથા નરિમાન હાઉસમાં છુપાયેવા આતંકીઓને ઠારવા માટે સેનાનું બ્લેક ટોરનોડે ઓપરેશન ચાલુ છે ત્યારે અમેરિકાએ આ હુમલામાં મદદ માટે પોતાની સ્પેશિયલ ટીમ એફ.બી.આઇની એક ટુકડી રવાના કરી છે. આ ઘટના ઘણું બધુ કહી જાય છે...શુ આતંકવાદને નાથવામાં વિશ્વની નજરોમાં આપણે વામણા પુરવાર થઇ રહ્યા છીએ....]]></content:encoded>
PTI
PTI
અમેરિકાના વિદેશી વિભાગે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલના પગલે ભારત આવી રહેલા અમેરિકન નાગરિકોને સાવધ રહેવા કહ્યુ હતું. 
અમેરિકાના વિદેશી વિભાગે પ્રસારિત કરેલ એક વક્તવ્યમાં કહ્યુ હતુ કે મુંબઈમાં હોટલ, રેલવે સ્ટેશન, રેસ્ટોરંટ, અને હોસ્પિટલમાં આતંકવાદીઓ દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા છે, અને હજી પણ આતંકવાદીઓનો કહેર ચાલુ જ છે, જેના પગલે સુરક્ષા વ્યવસ્થા ચિંતાજનક બની છે. તેમાં કહેવાયુ હતુ કે અમેરિકન નાગરિકો વિશેષરૂપે નિશાનો બની શકે છે. 
વિદેશ વિભાગે અમેરિકન નાગરિકોને વિનંતિ કરી હતી,કે તેઓ ઓછામાં ઓછા 48થી 72 કલાક સુધી ભારત પ્રવાસ મોકૂફ રાખે. 
ભારતમાં રહેલા અમેરિકન નાગરિકો ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહે, અને આવતા જતા સાવચેત રહે. જે સ્થળે તેઓ જવાના હોય તે સ્થળના વાતાવરણની માહિતી રેડિયો, ટેલિવિઝન, અને અખબાર દ્વારા મેળવી લે. આ ચેતવણીનું આ વર્ષે 31 ડિસેમ્બર સુધી પાલન કરવા વિનંતી કરી હતી. ]]></content:encoded>
      <authorname>વાર્તા</authorname>
મુંબઇમાં બુધવારે થયેલા આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા વધુ 14 લોકોએ છેલ્લા 12 કલાકમાં દમ તોડતાં મૃતકોની સંખ્યા 121 પહોંચી છે. 
અધિકારી સુત્રોના જણાવ્યા મુજબ આ હુમલામાં માર્યા ગયેલા 121 લોકોમાં 14 પોલીસ કર્મી હતા જેમાં આતંકવાદ નિરોધક દળના પ્રમુખ હેમંત કરકરે, એ.સી.પી અશોક કામ્ટે અને એન્કાઉન્ટર સ્પેશિયાલીસ્ટ વિજય સાલસકરનો સમાવેશ થાય છે. માર્યા ગયેલાઓમાં આઠ વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. 
આ ઉપરાંત સુરક્ષા બળના ઓપરેશનમાં સાત આતંકવાદીઓને ઠાર કરાયા હોવાનું તેમજ બેને ગત રાતે ઠાર કરાયાનું જાણવા મળી રહ્યું છે. મહાનગરની વિવિધ હોસ્પિટલોમાં 279 ઘાયલોને દાખલ કરાયા છે. જેમાં 24 પોલીસ કર્મીઓ અને 22 વિદેશી નાગરિકો છે. ]]></content:encoded>
      <authorname>વાર્તા</authorname>
દેશની આર્થિક રાજધાનીમાં કરાયેલા સૌથી મોટા આતંકી હુમલામાં હજુ આતંકીઓ કાબુમાં આવતા નથી. 40 કલાક થવા છતાં તાજ હોટલમાં હજુ બચાવ અભિયાન ચાલુ છે. આજે સવારે એન.એસ.જીનો એક જવાન ઘાયલ થયો હતો. જ્યારે આ આતંકીઓ અહીં છેલ્લા બે મહિનાથી રહેતા હોવાનું અહીંના રહીશો દ્વારા જાણકારી મળી રહી છે. 
એન.એસ.જી સહિત ત્રણેય પાંખના સંયુક્ત અભિયાનમાં સવારે સાત કલાકે હોલિકોપ્ટર દ્વારા જવાનોને આ સ્થળોએ સલામત રીતે ઉતારાયા હતા. નરીમન હાઉસમાં આતંકવાદીઓએ કમાન્ડો ઉપર ગોળીઓ વરસાવી હતી. જેમાં એક કમાન્ડો ઘાયલ થયો હતો જેને સારવાર માટે લઇ જવાયો છે. 
નરીમન હાઉસની આસપાસ રહેતા લોકોએ જાણકારી આપી હતી કે આતંકવાદીઓ છેલ્લા બે મહિનાથી અહીં રહેતા હતા અને અવારનવાર ચાર કે પાંચના ગ્રુપમાં દેખાતા હતા. પરંતુ કોઇને આ અંગે જાણકારી ન હતી. 
હોટલ ટ્રાઇડેંડ અને તાજ હોટલમાં પણ અભિયાન ચાલુ છે. હજું પણ તાજમાં કેટલાક આતંકીઓ સંતાયા હોવાનું તેમજ કેટલાક લોકો હજુ પણ બંધક હોવાનું માનવામાં આવી રહ્યું છે. ]]></content:encoded>
      <authorname>વાર્તા</authorname>
મુંબઈમાં બુધવારે કાળો કેર વર્તાવનાર આતંકવાદીઓ સમુદ્રનાં માર્ગે પ્રવેશ્યા હતાં. આ આતંકવાદીઓની સંખ્યા 20થી વધુ હોવાનો અંદાજ છે.પરંતુ આ આતંકવાદીઓ આટલા વિશ્વાસથી કઈ રીતે સમુદ્રીમાર્ગે આટલી મોટી સંખ્યામાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી લાવી શક્યા? 
મુંબઈ સુધી આ હથિયારો અને આતંકવાદીઓ પહોચ્યા કોની મદદથી ? આની પાછળ દાઉદ ઈબ્રાહીમનો હાથ છે. દાઉદ હાલમાં કરાંચીમાં છૂપાયેલ છે. લશ્કરના કમાંડર આસિફ સઈદે કરાંચીમાં છૂપાયેલ માફીયા અને મુંબઈની ગલીયે ગલીયોનો જાણકાર દાઉદનો સંપર્ક કરી તેની મદદથી આતંકવાદીઓ સહિત મોતનો સામાન મુંબઈ પહોચાડવામાં આવ્યો હતો. 
1993માં મુંબઈમાં થયેલા સીરિયલ બ્લાસ્ટ બાદ મુંબઈમાં આવેલા આતંકવાદીઓ અને થયેલા મોતકાંડમાં પણ ફરી દાઉદની સંડોવણી કરવામાં આવી છે. જેની મદદથી આ આતંકવાદીઓ મુંબઈ પહોચ્યા હતાં.  
આટલી મોટી સંખ્યામાં આતંકવાદીઓનું જમીન માર્ગે આવવું શક્ય નથી. તેથી તેમણે દરિયાઈ માર્ગ પસંદ કર્યો હશે, તેવું માનવામાં આવી રહ્યુ છે. તેઓ બે બોટમાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જો કે આ અંગે વધુ માહિતી તપાસમાં જ જાણવા મળશે. પણ તેનાથી મુંબઈની દરિયાઈ સીમાની સુરક્ષા પર સવાલ ઉપસ્થિત કર્યા છે.]]></content:encoded>
નરીમન હાઉસમાં સેના દ્વારા છેલ્લુ ઓપરેશન ચાલી રહ્યુ છે. સેનાના જવાનો હેલિકોપ્ટર દ્વારા નરીમન હાઉસમાં પ્રવેશી ચૂક્યા છે. જોકે બે પરિવાર આંતકાદીઓના બંધનમાં છે, એટલે સેના દરેક પગલુ સાવચેતીથી ભરી રહી છે. 
સેનાએ નરીમન હાઉસનએ ચારે તરફથી ઘેરી લીધુ છે. એ જ દરમિયાન હાઉસની એક બારીમાંથી સફેદ રૂમાલ ફરકાયો હતો. પરંતુ સેનાનું કહેવુ છે કે આ રૂમાલ આતંકવાદીઓ દ્વારા જ ફરકાવવામાં આવ્યો હશે તે માનવુ જરૂરી નથી. 
તેમા ફાસાયેલા પરિવારોમાંથી કોઈએ એ રૂમાલ ફરકાવ્યો હોય તેનું પણ બની શકે. સેનાના જવાનો હેલિકોપ્ટર દ્વારા નરીમન હાઉસમાં ઘુસી ગયા છે. આતંકવાદીઓ ચારે તરફથી ઘેરાઈ ચૂક્યા છે. હવે સેનાના જવાનોનો એક જ ધ્યેય છે કે આતંકવાદીઓને જીવતા કે મરેલા પકડવા, અને બંઘકોને છોડાવવા.  ]]></content:encoded>
PTI
દેશની આર્થિક રાજધાની મુંબઇ પોણા બે  વર્ષ બાદ બુધવારે મોડી રાતે ફરી એકવાર બોમ્બ ધડાકાઓથી ધણધણી ઉઠ્યું છે. અહીંના ભીડવાળા સી.એસ.ટી, રેલવે  સ્ટેશન, બે ફાઇવ સ્ટાર હોટલ સહિતના  સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ અને ગોળીબારી કરતાં ક્યારેય ન થંભતુ આ નગર એકાએક થંભી ગયું હતું. આતંકવાદના આ તાંડવમાં 100થી વધુ લોકોના મોત થયાનું  બહાર આવ્યું છે. 
કોલાબાના લિયોપોલ્ડ રેસ્ટોરન્ટમાં રાતે સાડા નવ વાગ્યાના અરસામાં પહેલો ધમાકો થયો હતો. જ્યાં આતંકવાદીઓએ અંધાધૂધ ગોળીબારી કરી દહેશત ફેલાવી હતી. ત્યાર બાદ મહાનગરમાં વિવિધ 12 સ્થળોએ ધમાકાઓ અને ગોળીબાર કરી આંતકીઓએ મોતનું તાંડવ ફેલાવ્યું હતું. જેમાં મળતી માહિતી મુજબ 100થી વધના મોત થયાનું તથા 200 જેટલા વ્યક્તિઓ ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે. આ હુમલામાં મુંબઇ એટીએસના ચીફ હેમંત કેરકેરે, એસીપી, અશોક કામ્ટે સહિત પોલીસ જવાનો શહિદ થયા છે.
આતંકવાદીઓએ પોલીસ વાહનનો ઉપયોહ કરીને પણ ગોળીબારી કરી હતી. તો કેટલાક આતંકવાદીઓ અહીની તાજ હોટલમાં સંતાઇ ગયા હતા અને હોટલમાં રહેલા લોકોને બંધક બનાવ્યા હતા. આ સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસ સહિત સેનાના જવાનોની મદદ લેવાઇ છે. હોટલ બહાર સેના તૈનાત કરી દેવાઇ છે. હજુ પણ આ ઓપરેશન ચાલુ છે. પાંચ આતંકવાદીઓ ઠાર કરાયા છે અને નવની ધરપકડ કરવામાં આવી છે. આ લખાય છે ત્યારે હોટલ તાજ તથા નરીમન હાઉસમાં હજુ પણ આતંકવાદીઓ સંતાયા હોવાનું બહાર આવી રહ્યું છે. ]]></content:encoded>
ભારતીય તટરક્ષક બળની બે પોત તથા બે વિમાનો એ જહાજનો પીછો કરી રહ્યા છે કે જે આતંકવાદીઓને લઇને મુંબઇ આવ્યું હતું.
તટ રક્ષકદળના ઉચ્ચ સુત્રોના જણાવ્યા મુજબ એમ.વી એલ્ફા નામના આ જહાજનો પીછો કરવામાં આવી રહ્યો છે. જે આતંકવાદીઓને મુંબઇ લઇ આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. 
સુત્રોના જણાવ્યા મુજબ બે તે ગતિથી ચાલનારી સમુદ્રી જહાજ અને બે ડોર્નિયર વિમાન શંકમદ જહાજને પકડવા માટે નીકળી પડ્યા છે. મુંબઇ પર આતંકી હુમલા બાદ ગુજરાતથી મુંબઇ સુધીના સમુદ્રી તટ ઉપર સુરક્ષા વધારાઇ દેવાઇ છે. ]]></content:encoded>
      <authorname>વાર્તા</authorname>
મુંબઈમાં ચાલી રહેલા આતંકી જંગમાં અત્યાર સુધી 101 લોકોના મોત થયા છે, જ્યારે તાજ હોટલમાં બંધી બનાવેલા 70-80 લોકોને આતંકીઓએ મોતને ઘાટ ઉતારી દીધા હોય તેવી વકી છે. આ ઘટનામાં અત્યાર સુધી 200 જેટલા લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. 
હાલમાં મળેલી બાતમી અનુસાર હોટલના જનરલ મેનેજરને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. 
સાથે સાથે તેમની પત્ની સહિત ત્રણ બાળકોને પણ આતંકીઓએ બાકાત રાખ્યા નથી. જે ક્રૂર અમાનવીય કૃત્યને આ રાક્ષસો કરવામાં જરા પણ અચકાતા નથી.
હજી પણ સેનાના જવાનો તાજમાં છુપાયેલા આતંકીઓને જીવતા પકડવા મથામણ કરી રહ્યા છે. ]]></content:encoded>
મુબઇની ઓબેરોય હોટેલમાં છુપાયેલા એક ત્રાસવાદીએ આજે એક સમાચાર ચેનલ સાથે સવારે વાત કરી હતી અને કહ્યું હતું કે, 7 હુમલાખોરોએ લક્ઝરી હોટલની અંદર મોટી સંખ્યામાં લોકોને બાનમાં પકડી લીધા છે. 
પોતાને શાહાદુલ્લા તરીકે ઓળખાવીને આ શખ્સે કહ્યું હતું કે, હોટલ ઓબેરોયની અંદર અમે સાત લોકો છીએ. મોટી યાત્રામાં હથિયારો છે. ભારતમાં પકડી રાખવામાં આવેલા તમામ મુઝાહુદ્દીનોને છોડી મુકવામાં આવે તેવી અમારી માંગ છે. આ લોકોને છોડી મુક્યા બાદ જ અમે તમારા લોકોને મુક્ત કરીશું. ]]></content:encoded>
      <authorname>વાર્તા</authorname>
P.R
દેશની સરહદ ઉપર જોવા મળતા દ્રશ્યો આજે દેશના આર્થિક પાટનગરમાં જોવા મળી રહ્યા છે. ગણ્યા ગાંઠ્યા દહેશતગરોએ દિલ્હી બાદ બુધવારે રાતે મુંબઇમાં ધમાકાઓ કરી જાણે કે આ માયાનગરીની સાથોસાથ સમગ્ર દેશને બાનમાં લીધો  છે. 
રાત દિવસ જોયા વગર ચોવીસે કલાક સતત દોડતું રહેતું આ મહાનગર આતંકીઓની ચુંગાલમાં આવી બેભાન પડ્યું છે. દેશની અંદર જાણે કે સીમાવર્તી યુધ્ધ ખેલાઇ રહ્યું છે. તાજ, ઓબેરોય નામની ફાઇવ સ્ટાર હોટલને ઘેરી પોલીસ તથા સુરક્ષાબળના જવાનોએ પોતાનું ટારગેટ બનાવ્યું છે. શુ બતાવી રહ્યા છે આ દ્રશ્યો? 
એક સમયે દેશની સીમાએ ખેલાતા આવા દ્રશ્યો આજે દેશના નાના મોટા શહેરોમાં છાશવારે જોવા મળે છે. કોણ છે આના માટે જવાબદાર ? સરકાર કે સેના ? પોલીસ કે પ્રજા ? પોલિટીશિયનો કે પાકિસ્તાન ?
દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 18 જેટલા બોમ્બ વિસ્ફોટના બનાવો બન્યા છે. જેમાં હજારો લોકો અસરગ્રસ્ત થયા છે. માત્ર વોટ સાચવવામાં પડેલા પ્રજાના નેતાઓ આતંકવાદ નાથવામાં સ્વાર્થી સાબિત થઇ રહ્યા છે તો પોલીસ સહિતની સુરક્ષા ટીમો વામણી પુરવાર થઇ રહી છે. 
P.R
<!--endImage--> દેશની અંદર આવતી આતંકી ટોળકી કરતાં સીમા બહારની દુશ્મન કુમક ઉપર જીત મેળવવી આસાન છે. સામી છાતીના યુધ્ધમાં આપણી સેના તથા ભારતીય પ્રજાને કોઇ પડકારી શકે તેમ નથી માટે જ દેશના દુશ્મનો સંતાકુકડી રમી દેશને બાનમાં લઇ રહ્યા છે. હજું પણ સમય છે દેશને આવા તત્વોની ચુંગાલમાં જતો બચાવવાનો. 
સરહદ ઓળંગી આવી રહેલા આતંકવાદીઓની હિંમત વધુને વધુ ખુલી રહી છે. ક્યાંક એવું ના થાય કે આપણી સરહદો મજબૂત હોય અને દુશ્મન અંદરથી હલ્લો બોલી દે. અખંડ ભારતના નિર્માણ માટે ગમે તે ભોગે આંતકને સરહદ ઓળંગતા રોકવો જ પડશે...સાથોસાથ દેશની અંદર દેશના જ કોઇ ઘરમાં, કોઇ દેશવાસીના દિલમાં પાંગરી રહેલા આંતકને પણ ડામવો જ પડશે....ડામવો જ પડશે.....નહિતર આજે મુંબઇ...કાલે ઇન્દોર....આવતી કાલે દિલ્હી....
આતંકે ઓળંગી સરહદો,
નથી કોઇ સૈનિક કે નથી કોઇ સીમા,
પ્રજાની વચ્ચે, પ્રજાને બાનમાં લઇ,
ખેલાઇ રહ્યો છે આતંકવાદ,
સેના પણ બની રહી છે લાચાર,
દુશ્મન છુપાયો છે પ્રજા પછવાડે,
પ્રાંતવાદને ભુલી દેશને બચાવીએ....
આતંકે ઓળંગી સરહદો....
મુંબઈમાં ડેક્કેન મુજાહીદ્દીન આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલાના પગલે દેશન વડાપ્રધાન મનમોહનસિંહે રાષ્ટ્રની જનતાને સંબોધતા કહ્યુ હતું કે દેશની શાંતિને બરબાદ કરનાર આતંકવાદીઓને છોડવામાં આવશે નહી. 
તેમજ વડાપ્રધાને આતંકવાદીઓ અથડામણમાં શહિદ થયેલા જવાનો અને એટીએસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને સલામ કરી હતી. 
તેમણે દેશના લોકોને સંપૂર્ણપણે શાંતિ જાળવી પોલીસ અધિકારીઓને સહયોગ આપવાની વિનંતી કરી હતી. અને તેમણે આશ્વાસન આપ્યુ હતુ કે આતંકવાદને દેશમાં પોષનારાઓને આતંકવાદ વિરોધી કાયદા હેઠલ કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમને સજા કરવામાં આવશે. 
પરોક્ષરીતે વડાપ્રધાને પાકિસ્તાન સરકાર પર પણા આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યુ કે મુંબઈમાં જરૂર પડશે તો લૉ એંડ ઓર્ડર આપવામાં આવશે. 
પ્રધાનમંત્રી જશે મુંબઈ:
વડાપ્રધાન મનમોહનસિંહ મુંબઈની મુલાકાલે જવા રવાના થયા છે. અને તેમની સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લાલકૃષ્ણ આડવાણી પણ જશે. ઉપરાંત અમરસિંહ પણ મુંબઈ જશે. ]]></content:encoded>
નૌ સેનાએ મુંબઇમાં વિભિન્ન સ્થળોએ હુમલો કરનાર આંતકીઓને મુંબઇ લાવનાર શકમંદ જહાજને રોકી લીધુ છે. રક્ષાસુત્રો દ્વારા જાણવા મળેલી માહિતી મુજબ પાકસ્તાનમાંથી આતંકવાદીઓને મુંબઇ લાવનાર આ જહાજને આંતરી લેવાયું છે. 
અત્રે ઉલ્લેખનિય છે કે, એમવી એલ્ફા નામના આ જહાજ દ્વારા આતંકવાદીઓ કરાંચીથી ગુજરાતના માર્ગે થઇ મુંબઇ આવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ]]></content:encoded>
      <authorname>વાર્તા</authorname>
મુંબઈમાં બુધવાર મોડી રાત્રે આતંકનો કાળો કેર ફાટી નિકળ્યો હતો. જ્યા જુઓ ત્યાં બોમ્બ અને ગોળીઓનો વરસાદ થતો હતો અને મુંબઈ ખાસ કરીને ગેટ વે ઓફ ઈંડિયામાં મોતના કાળા વાદળો છવાયા હતાં. હાલમાં પણ આતંકવાદીઓના હુમલાઓ ચાલુ છે. 
અધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર આ આતંકવાદીઓ લશ્કર એ તૈયબાના છે અને તેમણે કરાચી બંદરગાહથી ભારતમાં સમૂદ્રમાર્ગે પ્રવેશ કર્યો હતો. 
આતંકવાદીઓનો આ કાફલો મોતના સામાન સાથે કરાચીથી ઝહાજ નીકળેલું. ત્યાંથી એક બોટ દ્વારા મોતના સામન સાથે મુંબઈમાં  ગેટવે ઓફ ઈંડિયામાં માછીમારોની વસ્તી પાસે પહોચી ગયા હતાં. 
ત્યાનાં સ્થાનિક માછીમારોએ કહેવુ છે કે તેઓએ જ્યારે તેમને પુછ્યુ કે તેઓ કોણ છે તો આતંકવાદીઓએ જણાવ્યુ કે તેઓ વિદ્યાર્થીઓ છે. અને ત્યાથી તેઓ જુદીજુદી દિશામાં જતાં રહ્યા. 
હાલમાં મળેલી બાતમી અનુસાર ગુજરાત નેવીએ ઝહાજનો ઘેરો ઘાલ્યો છે. જેની સાથે સાથે હોટેલ તાજમાં 19મો વોસ્ફોટ થયો છે. સાથે સાથે ઓબેરોય અને નરીમાન હોટેલમાં આતંકવાદીઓ સાથે સેનાના જવાનો આતંકીઓ સામે લડત આપી રહ્યા છે. ]]></content:encoded>
મહારાષ્ટ્ર સરકારે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતરરૂપે પાંચ...પાંચ...લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 
નાયબ મુખ્યમંત્રી આર.આર.પાટીલે આજે એક પત્રકાર પરિષદ બોલાવી આ જાહેરાત કરતાં કહ્યું હતું કે, મૃતકોના પરિવારજનોને પાંચ..પાંચ લાખ તથા ઘાયલોને રૂ. 50 હજાર વળતર પેટે આપવામાં આવશે. સત્તાવાર સુત્રો મુજબ આતંકવાદી હુમલામાં 101 લોકો માર્યા ગયાનું તથા 228 ઘાયલ થયાનું જાણવા મળ્યું છે. ]]></content:encoded>
      <authorname>વાર્તા</authorname>
ગૃહમંત્રી શિવરાજ પાટીલે ક્હયું કે, મુંબઇમાં ગત રાતે થયેલા આતંકી હુમલા અંગે કેન્દ્ર પાસે ગુપ્ત બાતમી હતી પરંતુ આ માહિતી અપુરતી હોવાનો તેમણે સ્વીકાર કર્યો હતો. 
પાટીલે આજે કેન્દ્રિય મંત્રીમંડળની એક બેઠક બાદ પત્રકારોને આ માહિતી આપી હતી. પાટીલે મુંબઇના આતંકી હુમલા બાદ મુલાકાત કર્યા બાદ આજે સવારે મંત્રી મંડળને આ અંગે જાણકારી આપી હતી. પાટીલે કહ્યું કે, આ ઘટના માટે પોલીસ અને સુરક્ષા જવાનો મજબૂતીથી સામનો કરી રહ્યા છે અને ધીમે ધીમે સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહની અધ્યક્ષતામાં પાંચ પોલીસ મહાનિર્દેશકોની એક સમિતિ ગઠિત કરવામાં આવી છે જે આવા હુમલાઓ સામે લડવા માટે કામગીરી કરશે. ]]></content:encoded>
      <authorname>વાર્તા</authorname>
દેશના આર્થિક પાટનગર મુંબઇમાં ગત રાતે વિવિધ સ્થળોએ બોમ્બમારો તથા ગોળીબારી કર્યા બાદ હોટલ તાજમાં સંતાઇ ગયેલા આતંકીઓએ 60થી80 જેટલા બંધકોને ફુંકી માર્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.
મુંબઇની પાચ તારક તાજ હોટલમાં સંતાઇ ગયેલા આતંકીઓને ઝડપી લેવા માટે મુંબઇ પોલીસ તથા સેનાના જવાનો રાત દિવસ એક કરી રહ્યા છે ત્યારે આતંકીઓએ હોટલમાં બંધક બનાવેલા 60થી80 લોકોને ગ્રેનેડ તથા ગોળીબારી કરી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું બહાર આવ્યું છે. મૃતકોમાં 5 હોટલના રસોઇયા, 17 કર્મચારીઓ તથા અન્ય સહેલાણીઓનો સમાવેશ થાય છે. 
વિદેશી આતંકી
હોટલ તાજમાં સંતાઇ નિર્દોષ વ્યકિતઓને મોતને ઘાટ ઉતારનાર આતંકીઓ વિદેશી હોવાનું હાલના તબક્કે બહાર આવ્યું છે. પોલીસ તથા જવાનો આ આતંકીઓને ઝબ્બે કરવા માટે ઓપરેશન કરી રહ્યા છે. 
સમુદ્રી માર્ગે આવ્યા
મુંબઇને ઘમરોળનાર આંતકીઓ વિદેશી હોવાનું તથા સમુદ્રી માર્ગે દેશમાં આવ્યા હોવાનું જાણવા મળે છે. કરાંચીથી ગુજરાતના માર્ગે આ આતંકીઓ મુંબઇ આવ્યા હતા. ]]></content:encoded>
દેશની આર્થિક રાજધાની મંબઇમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલાથી પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહે આવી પડેલી સ્થિતિને પગલે આજે મંત્રી મંડળની એક આપાત કાલિન બેઠક બોલાવી હતી. બેઠકમાં સુરક્ષા સલાહકાર એન.કે.નારાયણે આ ઘટના અંગે મુંબઇની તાજા સ્થિતિ અંગે જાણકારી આપી હતી.
આતંકવાદીઓની વિરૂધ્ધ છેલ્લા 12 કલાકથી કમાન્ડો કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે. આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 101 લોકો માર્યા ગયા છે. જેમાં એટીએસના પ્રમુખ હેમંત કરકરે, એસીપી અશોક કામ્ટે, વિજય સાલસ્કર સ હિત કેટલાય પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે. 
ગૃહમંત્રી શિવરાજસિંહ પાટીલ ઘટના સ્થળની મુલાકાત લેવા માટે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ જે.કે.દત્તની સાથે મુંબઇ આવ્યા છે. પ્રધાનમંત્રી મનમોહનસિહ અને લોકસભા વિપક્ષના નેતા લાલકૃષ્ણ અડવાણી પણ મુંબઇ આવી રહ્યા છે.]]></content:encoded>
      <authorname>વાર્તા</authorname>
P.R
દેશનો ઘાતકી હુમલો - મોદી
મુંબઇમાં થયેલા સૌથી મોટા આતંકી હુમલા અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ દેશની પ્રતિષ્ઠા ઉપરનો ઘાતકી હુમલો છે.
આંતકી પ્રવૃતિને વખોડતાં તેમણે કહ્યું હતું કે, દેશના વડાપ્રધાને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની એક તાત્કાલિક બેઠક બોલવવી જોઇએ અને આતંકવાદને નાથવા માટે આકરા પગલાં લેવા જોઇએ. 
કાયરતાનું કાર્ય છે - ડો.રમણસિંહ
છત્તીસગઢના મુખ્યમંત્રી ડો. રમણસિંહે મુંબઇમાં ગતરાતે થયેલા આતંકી હુમલાની નિંદા કરતાં રાયપુર ખાતે કહ્યું હતું કે, નિર્દોષ નાગરિકો ઉપર કરાયેલી ગોળીબારી કાયરતાપૂર્ણ કાર્ય છે.
તેમણે કહ્યું કે, ભારતની રાષ્ટ્રીય એકતાના અતૂટ બંધનો જોઇને જેમના પેટમાં દુખે છે એવા કેટલાક તત્વો દેશના નિર્દોષ લોકો ઉપર કાયરતાથી હુમલા કરી માનવતાને કલંકિત કરી રહ્યા છે. 
મુંબઈમાં બુધવારે થયેલા ફીદાયીન હુમલાની જવાબદારી ડેક્કન મુઝાહીદ્દીને સ્વીકારી છે. 
આ નવા આતંકી સંગઠને વિવિધ ન્યુઝ ચેનલોને મેઈલ કરીને હુમલાની જવાબદારી સ્વીકારી છે. તેમાં તેમણે એક ખાસ સમુદાય પર થઈ રહેલા અત્યાચારને લઈને બદલો લેવાની વાત કરી છે. તેમજ ભારત સરકારને ચેતવણી આપી  છે કે તે ખાસ સમુદાય વિરૂધ્ધ થઈ રહેલી કાર્યવાહીને બંધ કરે નહીં તો આવા આતંકવાદી હુમલાઓ વધી શકે છે. 
આ મેઈલ અગાઉનાં મેઈલ કરતાં અલગ છે. તે હિન્દીનાં વર્ડ પ્રોગામમાં ટાઈપ કરવામાં આવી છે. તેમજ તેમાં કોઈ ફોટો કે ગ્રાફીક્સનો ઉપયોગ નથી. પોલીસે આ મેઈલ અઁગે તપાસ હાથ ધરી છે. આ પહેલાનાં બ્લાસ્ટમાં સિમીનાં નવારૂપ એવા ઈન્ડીયન મુઝાહીદ્દીનનાં મેઈલ આવતા હતા.પણ આ વખતે નવા આતંકવાદી સંગઠનનાં મેઈલથી સત્તાવાળાઓ પણ ચોકી ગયા છે. ]]></content:encoded>
બુધવાર રાત્રે આતંકવાદીઓએ મચાવેલા આતંક બાદ મહારાષ્ટ્ર સરકારે ગુરૂવારે મુંબઈ શહેરની શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્ર સરકારે આતંકવાદી ઘટનાને ગંભીરતાથી લઈને લોકોને ઘરની બહાર નહીં નીકળવા જણાવ્યું હતું. તેમજ કેટલાંક આતંકવાદી શહેરમાં છુપાયા હોવાની સંભાવનાને ધ્યાનમાં લઈને શહેરની શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ હુમલાને પગલે શેરબજાર પણ બંધ રખાયું છે. 
મુંબઈમાં બુધવારે રાત્રે 10 વાગ્યાથી આતંકવાદનો કાળો કેર વર્તાઇ રહ્યો છે. એક પછી એક આતંકવાદી હુમલાના સમાચાર આવી રહ્યા છે. મૃત્યુ પામનાર લોકોના આંકડામાં પણ વધારો થતો રહ્યો છે. 
આ આતંકવાદી હુમલામાં મહારાષ્ટ્ર એટીએસના વરિષ્ઠ અધિકારી હેમંત કરકરે, એસીપી અશોક કામ્ટે, વિજય સારસકર તથા જવાનો સહિત 14 શહીદ થયા છે. આ ત્રણેય અધિકારીઓ પર મુંબઈ શહેરની સુરક્ષા કરવાની જવાબદારી હતી. પણ તેઓ શહેરની રક્ષા કરવા જતાં શહીદ થયા છે. 
મુંબઈમાં બુધવારે કાળો કેર વર્તાવનાર આતંકવાદીઓ સમુદ્રનાં માર્ગે પ્રવેશ્યા હોવાનું જાસુસી તંત્રનું માનવું છે. આ આતંકવાદીઓની સંખ્યા 20થી વધુ હોવાનો અંદાજ છે. 
દેશની રાજધાનીનાં સૌથી વીવીઆઈપી વિસ્તારને આતંકવાદીઓએ સતત દસ કલાક સુધી બાનમાં રાખ્યું હતું. તેઓ સતત ફાયરીંગ અને ગ્રેનેડથી બ્લાસ્ટ કરતાં હતાં. તેઓ હોટલ તાજ થી લઈને ઓબેરોય હોટલ,કોલાબા, બોરીવલી વગેરે વિસ્તારમાં ફેલાઈ ગયા હતાં. તેમજ આટલા લાંબા સમય સુધી ફિદાયીન ઓપરેશન ચલાવવા માટે વિશાળ માત્રામાં તૈયારી અને ગોળા બારૂદ પણ જોઈએ. 
દેશની ટોચની જાસુસી સંસ્થા આઈબીએ જાહેર કર્યું હતું કે આતંકવાદીઓ દરિયાઈ માર્ગે શહેરમાં પ્રવેશ્યા હતાં. તેઓ 20થી વધુ સંખ્યામાં હાજર છે. તેમની પાસે વિશાળ સંખ્યામાં ગોળી અને હેન્ડ ગ્રેનેડ લઈને આવ્યા છે. મહારાષ્ટ્ર ટાઈમ્સનાં અખબારે એક સંદિગ્ધ આતંકવાદીઓનો ફોટો પ્રકાશિત કર્યો હતો. જેની પાસે એક બેગ હતી. આ બેગમાં વિશાળ માત્રામાં બોમ્બ અને ગોળીઓ રાખી શકાય તેમ છે. તેથી આતંકવાદીઓ એન્કાઉન્ટર લાંબુ ચાલે તેની તૈયારી સાથે આવ્યા હતાં. 
મુંબઈ શહેરનાં પોશ એવા દક્ષિણ મુંબઈને દેશનો સૌથી મોંઘો વિસ્તાર કહેવામાં આવે છે. ત્યાં દેશનાં વીવીઆઈપી, ઉદ્યોગપતિઓ તેમજ હોટલ-ઓફિસો આવેલી છે.
બુધવારે રાત્રે આતંકવાદીઓએ સમગ્ર દક્ષિણ મુંબઈને પોતાના કબજામાં લીધું હતું. રાત્રે 10 વાગે શરૂ થયેલા આતંકવાદીઓનું ફીદાયીન ઓપરેશને સવાર સુધી ચાલુ રહયુ હતું. તેમજ આ હુમલાને દેશનાં સૌથી મોટા આતંકવાદી હુમલો ગણવામાં આવી રહ્યો છે. તેમજ આ હુમલાએ દેશનાં સૌથી મોંઘા અને વીવીઆઈપી વિસ્તારની પોલ ખોલી નાંખી હતી.
નરીમાન પોઈન્ટ નજીક આવેલા હોટલ તાજ અને ઓબેરોય હોટલમાંથી ભાગેલા કેટલાંક આતંકવાદીઓ મલબાર હીલ અને કોલાબા જેવા વિસ્તારોમાં ઘુસી ગયા હોવાની સંભાવના છે. આ વાતથી મુંબઈ પોલીસ અને કેન્દ્ર સરકાર હલી ગઈ છે. જો આતંકવાદી મલબાર હીલમાં ઘુસી જવા સફળ રહેશે તો ખુબ જ ખાનાખરાબી થવાની સંભાવના છે. આ સ્થિતિમાં સરકાર આતંકીઓને કોર્ડન કરવાના હરસંભવ પ્રયાસ કરી રહી છે. ]]></content:encoded>
પાછલાં પાંચ વર્ષની અંદર થયેલ હુમલાઓ પર નજર નાંખીએ તો અત્યાર સુધી દેશે હજારો  બેગુનાહ જીંદગીઓનાં મૃત્યું જોયા છે. અમે અત્યાર સુધી થયેલ આતંકવાદી હુમલાઓનો ક્રમવાર  ઈતિહાસ નીચે આપ્યો છે : 
13 માર્ચ, 2003: મુંબઈની એક લોકલ ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટમાં 11નાં મોત 
25 ઓગસ્ટ,2003 : મુંબઈમાં બે કાર ધડાકામાં 60નાં મોત 
15 ઓગસ્ટ, 2004 : આસમમાં બોમ્બ ધડાકાઓની અંદર 16નાં મોત, જેની અંદર મોટા ભગાના સ્કુલના  બાળકો હતાં. 
29 ઓક્ટોમ્બર, 2005 : દિલ્હીના બજારોમાં ત્રન જોરદાર ધડાકામાં 66નાં મોત. 
7 માર્ચ, 2006 : બનારસમાં ત્રણ બોમબ વિસ્ફોટમાં 15નાં મોત 60 ઘાયલ. 
11 જુલાઈ, 2006 : મુંબઈના રેલ્વે સ્ટેશનોમાં અને લોકલ ટ્રેનોમા6 7 બોમ્બ ધડાકામાં 180 કરતાં પણ  વધારે લોકોનાં મોત
8 સપ્ટેમ્બર, 2006 : મુંબઈથી 260 કિલોમીટર દૂર માલેગાવની અંદર એક મસ્જીદની નજીક થયેલ  બોમ્બ ધડાકામાં 32 લોકોનાં મોત. 
19 ફેબ્રુઆરી, 2007 : ભારતથી પાકિસ્તાન જઈ રહેલ સમજૌતા એક્સપ્રેસમાં બે બોમ્બ વિસ્ફોટ, 66  કરતાં વધારેનાં મોત, મરનારા મોટા ભાગે પાકિસ્તાની હતાં. 
18 મે, 2007 : હૈદરાબાદમાં ઝુમી નમાઝના સમયે મસ્જીદમાં બોમ્બ ફાટવાથી, 11નાં મોત. 
25 ઓગસ્ટ, 2007 : હૈદરાબાદમાં એક મનોરંજ પાર્કમાં રોડના કિનારે એક ઢાબામાં થોડીક મિનિટના  સમયગાળાની અંદર ત્રણ ધડાકાઓમાં, 40નાં મોત. 
13 મે, 2008 : જયપુરમાં એક પછી એક 7 ધડાકાઓમાં 63નાં મોત. 
25 જુલાઈ, 2008 : બેંગલોરમાં 7 ધડાકાઓની અંદર એકનું મોત, 15 ઘાયલ.
26 જુલાઈ, 2008 : અમદાબાદમાં 70 મિનિટની અંદર 26 ધડાકાઓમાં 56 લોકોનાં મોત અને 200  ઘાયલ. 
13 સપ્ટેમ્બર, 2008 : રાજધાની દિલ્હીનાં મહત્વપુર્ણ બજારોની અંદર ક્રમબદ્ધ ધડાકાઓની અંદર 26નાં  મોત. 
28 સપ્ટેમ્બર, 2008 : ગુજરાતના મોડાસા અને મહારાષ્ટ્રના માલેગાવમાં બોમ્બ ધડાકામાં 5નાં મોત. 
21 ઓક્ટોમ્બર, 2008 : મણિપુર પોલીસ કમાંડર કોમ્પલેક્ષની નજીક ધડાકામાં 17નાં મોત. 
30 ઓક્ટોમ્બર, 2008 : આસામમાં અલગ અલગ વિસ્તારની અંદર 18 આતંકવાદી હુમલામાં ઓછામાં  ઓછા 45 લોકોનાં મોત અને 100 કરતાં વધારે ઘાયલ.  ]]></content:encoded>