લેખાનુદાન09
બારમી ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી વજુભાઈ વાળાએ વર્ષ  2009-10નું ગુજરાત રાજયનું ચાર મહિના માટેનું રૂપિયા 153.36 કરોડની  પુરાંતવાળુ બજેટ (લેખાનુદાન) રજૂ કર્યું હતું. જેને વિપક્ષની ગેરહાજરીમાં ગૃહે પસાર કર્યું હતું.
વિધાનસભામાં આજે નાણામંત્રી વજુભાઈ વાળાએ વર્ષ 2009-10નું ગુજરાત રાજયનું ચાર મહિના માટેનું રૂપિયા 153.36 કરોડની પુરાંતવાળુ બજેટ (લેખાનુદાન) રજૂ કર્યું હતું. જેને વિપક્ષની ગેરહાજરીમાં ગૃહે પસાર કર્યું હતું. આ અંદાજપત્રમાં રાજયની કુલ આવક રૂ. 53546.70 કરોડ પૈકી મૂડી આવક રૂ. 11473.02 કરોડ અંદાજવામાં આવી છે. જેમાં નાની બચતના રોકાણો સામેની લોન રૂ. 100 કરોડ, જાહેર બજારની લોન રૂ. 9707.65 કરોડ, નાણાંકીય સંસ્થાઓ તરફથી મળનાર લોન રૂ. 1253.81 કરોડ અને વિશ્વબેંક તથા એશિયન ડેવલપમેન્ટ બેંક તરફથી મળનાર લોન રૂ. 180.50 કરોડનો સમાવેશ થાય છે.
ઉપરોકત આવક સામે અંદાજેલ કુલ ખર્ચ રૂ. 52997.34 કરોડ પૈકી  મહેસુલી ખર્ચ રૂ. 42016.42 કરોડ અંદાજવામાં આવ્યો છે અને મૂડી સદરે  રૂ. 10980.92 કરોડ ખર્ચ અંદાજવામાં આવેલ છે. આ ખર્ચ પૈકી જાહેર દેવાના વ્યાજ અંગે રૂ. 7664.20 કરોડ જયારે દેવાની પરત ચૂકવણી અંગેની રૂ. 3246.66 કરોડની જોગવાઈનો સમાવેશ થાય છે. નાણાંકીય વસ્થાના ભાગરૂપે કોન્સોલીડેટેડ ફંડમાં રૂ. 500 કરોડ તથા ગેરંટી  રીડમ્પશન ફંડમાં રૂ. 60 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
આજના બજેટમાં માધ્યમિક શાળાઓને કોમ્પ્યુટરથી સજજ કરવા માટે 25.06 કરોડની જોગવાઈ કરાઈ હતી તો સામે પક્ષે ગરીબી રેખા નીચે જીવતા ગરીબ ખેડૂતોને કિસાનકીટના વિતરણ માટે 20 કરોડની ફાળવણી કરાઈ હતી. જયારે પાક વિમા યોજના માટે 238 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. તેમજ મંદીના અનુસંધાને જિલ્લા મધ્યસ્થ સહકારી બકો અને રાજય સહકારી બકોને મજબુત કરવા 8 કરોડ ફાળવવામાં આવ્યા હતા.
બજેટ રજૂ કરતા પૂર્વે ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાએ તમામ પડકારો, વિઘ્નો, હતાશાઓને મ્હાત કરીને તમામ ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે જેની વિશ્વભરમાં નોંધ લેવાઇ છે. આ વખતે કેન્દ્ર સરકારનું રેગ્યુલર બજેટ નહીં આવતા માત્ર લેખાનુદાન આપ્યું છે
* કૃષિ અને સહકાર ક્ષેત્રે આગામી વર્ષ 2009-10માં રૂ. 1207.42 કરોડની જોગવાઈ કરેલ છે.
* આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી અભિગમ માટે તેમજ ઊત્પાદન ખર્ચ ઘટે  તેવી ખેતી પદ્ધતિના વિકાસ અર્થે રૂ. 413.60 કરોડની જોગવાઈ કરેલ છે.
* જમીન અને જળ સંરક્ષણ ક્ષેત્રમાં વિવિધ યોજનાઓ અંગેની રૂ. 249.25 કરોડની જોગવાઈ કરેલ છે.
* પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને પેટા કેન્દ્રો અપગ્રેડ  કરવા રૂ. 196.69 કરોડની જોગવાઈ કરેલ છે.
* ગરીબી રેખા નીચે જીવતા ખેડૂતોને કિસાન કીટનું વિતરણ કરવા રૂ. 20  કરોડનું આયોજન કરેલ છે.
* પાક વિમા યોજના હેઠળ રૂ. 238 કરોડની જોગવાઈ કરેલ છે.
* જિલ્લા મધ્યસ્થ સહકારી બક અને રાજય સહકારી બકોને મજબુત કરવા રૂ. 8 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* પશુપાલન ખાતાની પ્રચાર-પ્રસાર અને આરોગ્ય સેવાઓ લક્ષી પ્રવૃત્તિ માટે રૂ. 9.56 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* કૃષિ બજાર વ્યવસ્થાને સુદ્રઢ કરવા રૂ. 10.65 કરોડની જોગવાઈ કરેલ  છે.
* જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન મિશન હેઠળ રૂ. 951.67 કરોડની  જોગવાઈ કરવામાં આવેલ છે.
* નગરપાલિકાઓની માળખાકીય સુવિધાઓ માટે વાજપાઈ નગર વિકાસ  યોજના હેઠળ રૂ. 306 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* શહેરી વિસ્તારોના ઘન કચરાના નિકાલ માટે રૂ. 1.3 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* ઈ ગ્રામ-વિશ્વ ગ્રામના અભિયાન હેઠળ રૂ. પ કરોડની જોગવાઈ કરવામાં  આવેલ છે.
* સાગરખેડૂ સર્વાંગી વિકાસ યોજના માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ને  સહાયકી માટે રૂ 50.80 કરોડ અને શેરમૂડી ફાળા માટે રૂ. 37.20 કરોડની  જોગવાઈ કરેલ છે.
* શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઝૂંપડ પટ્ટીમાં વિજળીકરણ માટે 1,1૦,૦૦૦ જોડાણો આપવા માટે રૂ. 42 કરોડની જોગવાઈ કરેલ છે.
* પ્રાથમિક શાળાઓને કોમ્પ્યુટરથી સજજ કરવા માટે રૂ. 25.06 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* વિદ્યા સહાયક યોજના હેઠળ 93000 જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરેલ છે અને હવે આગામી વર્ષમાં વધુ 3000 વિદ્યા સહાયકોની ભરતી કરવાનું આયોજન કરેલ છે.
* સ્થળાંતરીત મજુરો માટેનું શહેર ઝૂંપડપટ્ટીઓમાં 10 મોબાઈલ આંગણવાડી  કેન્દ્રો અને એક મોબાઈલ આંગણવાડી અગરીયાઓ માટે શરૂ કરવામાં આવેલ  છે.
લેખાનુંદાન પટારો (2)
લેખાનુદાન પટારો (3)
PR
P.R
ગુજરાત સરકારનાં લેખાનુદાનને કોંગ્રેસે ગુજરાતની જનતાનું બલિદાન ગણાવ્યું છે. જનતા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે, ત્યારે રાજ્ય સરકાર પાસેથી રાહતનાં પગલાં લેશે તેવી આશા હતી. પણ રાજ્ય સરકાર નિષ્ફળ રહ્યું છે.
કોંગ્રેસનાં વિરોધ પક્ષનાં નેતા શક્તિસિંહ ગોહીલનાં જણાવ્યા મુજબ મંદીનાં માહોલમાં પિસાઈ રહેલાં રત્ન કલાકારો માટે કોઈ પેકેજ નથી. જ્યારે બીજા નવા ઉદ્યોગો માટે કરોડો રૂપિયાની લોન આપવામાં આવી રહી છે. આમ સરકારનું બજેટ તેના વાયબ્રન્ટ મહોત્સવની જેમ ખોટું છે.
ગોહીલે જણાવ્યું હતું કે યુવાનોને રોજગારી, વિધવા બહેનોને પેન્શન, ખેડૂતોને સસ્તી વિજળી, ફ્કિસ પગારનાં કર્મચારીઓને નિયત પગારમાં સમાવવા માટે, એસટી બસનાં ભાડ઼ા ઘટાડવા જેવા ઘણાં પગલાં ઉઠાવવાની આશા હતી. જેનો સરકારે લેખાનુદાનમાં સમાવેશ નહીં કરીને સરકારે પીડિત પ્રજાનાં દર્દ પર મીઠું ભભરાવી રહી છે.
ગુજરાત વિધાનસભામાં આજે કાગ્રેસે બે વાર જુદા જુદા પ્રશ્ને વોક આઊટ કર્યો હતો જેમાં પ્રશ્નોત્તરીમાં આઇટી ડેટા સેન્ટરના પેટા પ્રશ્ને તેમજ લેખાનુદાનમાં રત્ન કલાકારો કે નાના ઊદ્યોગો તેમજ સામાન્ય જન વિરોધી હોવાનો આક્ષેપ કરી સુત્રોચ્ચાર કરી ગૃહને ગજાવી કોંગ્રેસી સભ્યોએ વર્ષ ૨૦૦૯ ૨૦1૦ના લેખાનુદાન રજૂ થતા સમયે વોક આઊટ કર્યો હતો. જો કે એનસીપી સભ્યો વોક આઉટમાં જોડાયા ન હતા.
આઇટી ડેટા સેન્ટરની સગવડો અંગેના પ્રશ્ન મામલે વિપક્ષ કાગ્રેસ સભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાએ કેન્દ્ર સરકારે રૂપિયા 91 કરોડ ફાળવ્યા છે. તેમ કહી પ્રશ્ન ઉઠાવતા અધ્યક્ષે વાંધો ઊઠાવી જણાવ્યુ કે આ પ્રશ્ન ડેટા સેન્ટરનો છે. માટે એને લગતો પ્રશ્ન પૂછો ત્યારે મુખ્યમંત્રીએ ઉભા થઇ જણાવ્યુ કે કેન્દ્રએ ડેટા સેન્ટર માટે માત્ર રૂપિયા ચાર કરોડ ફાળવ્યા છે અને દેશભરમાં માત્ર ગુજરાતમાં જ ડેટા સેન્ટર સ્થાપ્યુ છે. આ મામલે ગૃહમાં હંગામો થયો હતો અને કોંગ્રેસ સભ્યોએ ઊભા થઇ અમને પ્રશ્નો પૂછવા દેવામાં આવતા નથી કહી વોક આઊટ કર્યો હતો.
વિશ્વમાં મંડાયેલી આર્થિક મંદીની સીધી અસર રાજ્યના ઝગમગતા શહેર સુરત ઉપર સીધી રીતે વર્તાઇ છે. અહીનો હીરા ઉદ્યોગ ઠપ થયો છે. રોજગારી છીનવાતાં રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે સરકાર માટે તેમને સહાય કરવાની કોઇ યોજના નથી.
ગૃહમંત્રી અમિત શાહે આજે સભ્ય નિરંજનભાઈ પટેલના લેખિત પ્રશ્નમાં જણાવ્યું હતું કે, રાજયમાં હીરા ઊદ્યોગની મંદીમાં સપડાયેલા 20 રત્ન કલાકારોએ બેકારી અને આર્થિક તંગીના કારણે ગત વર્ષ દરમિયાન આત્મહત્યા કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આત્મહત્યા કરી છે તે રત્નકલાકારોના પરિવારોને આર્થિક મદદ કરવા માટે સરકારની હાલ કોઈ યોજના અમલમાં નથી.
* રાજયના આદિવાસી વિસ્તારમાં પાણી પુરવઠાની વિવિધ યોજના હાથ  ધરવા માટે રૂ. 273 કરોડની જોગવાઈ કરેલ છે.
* લોકભાગીદારી દ્વારા પીવાના પાણીની આંતરિક વિતરણ વ્યવસ્થા માટે રૂ. 117 કરોડની જોગવાઈ કરેલ છે.
* અનુસૂચિત જાતિ/જનજાતિ અને ગ્રામ્ય શહેરી ગરીબોના કુટુંબોને ઘરગથ્થું  વીજ જોડાણ રાહત દરે આપવા રૂ. 42 કરોડની જોગવાઈ કરવામાં આવેલ  છે.
* પ્રગતિ-પથ, વિકાસપથ, પ્રવાસીપથના 760 કિમીના કામો માટે રૂ. 186  કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* કિસાનપથ યોજના હેઠળ રૂ. 45 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* પોલીસદળના આધુનિકરણ હેઠળ રૂ. 74 કરોડની જોગવાઈ કરવામાં  આવેલ છે.
* દેશની તેમજ રાજયની સલામતી ધ્યાને રાખી સરહદી વિસ્તારના વિકાસ  માટે રૂ. 24.20 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* વિજળી અંગેના બળતણ તથા વીજ ખરીદ ખર્ચ માટે 2008-09માં રૂ. 794 કરોડ અને આગામી વર્ષ માટે રૂ. 750 કરોડની કૃષિ વીજ વપરાશકારો માટે સહાયકીની જોગવાઈ કરેલ છે.
* ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લી.ને કૃષિ વિષયક પ્રશુલ્કમાં વળતર માટે  રૂ. 523.04 કરોડની જોગવાઈ કરેલ છે.
* ગુજરાત રાજય સ્થાપનાની સૂવર્ણ જયંતિ ઊજવણીના યોગ્ય અને અગ્રીમ  આયોજન માટે રૂ. 25 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* મહાન ક્રાંતીવીર સ્વ.શ્રી શ્યામજીકાૃષ્ણ વર્માના સ્મારકની રચના અર્થે 1 ૫૨ એકરની જમીન માંડવી (કચ્છ) ખાતે ફાળવીને ક્રાંતીતીર્થની રચના માટે રૂ. 4 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* આદિજાતી લોકોને વિવિધ માળખાકીય સુવિધાઓ પુરી પાડવા ન્યુ ગુજરાત  પેટર્ન હેઠળ રૂ. 325.93 કરોડની જોગવાઈ કરેલ છે.
* આદિજાતી વિસ્તારની આશ્રમ શાળાઓ માટે રૂ. 34.42 કરોડની જોગવાઈ  કરેલ છે.
* અનુસુચિત જાતિઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ ક્ષેત્રની સંકલિત રીતે  રૂ. 928 કરોડનું આયોજન કરવામાં આવેલ છે.
* સરદાર પટેલ આવાસ યોજના હેઠળ રૂ. 115 કરોડનું આયોજન કરવામાં  આવેલ છે.
* ઈન્દિરા આવાસ યોજના હેઠળ રૂ. 83.12 કરોડની જોગવાઈ કરવામાં  આવેલ છે.
* ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ અનુસુચિત જાતિને મકાન સહાય માટે  રૂ. 50 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે.
* અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ સફાઈ કામદારોને આવાસન માટે રૂ. 8.92 કરોડનું આયોજન કરવામાં આવેલ છે.
* અનુસૂચિત જાતિના એમ.એસ./એમ.ડી.ના વિદ્યાર્થીઓને રૂ. 25 લાખની  નાણાંકીય લોન માટે જોગવાઈ કરેલ છે.
* સરસ્વતી સાધના યોજના હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને  વિદ્યાર્થીનીઓને સાયકલો આપવા માટે રૂ. 1 કરોડની જોગવાઈ કરવામાં  આવેલ છે.
* સમાજ સુરક્ષા ક્ષેત્રે કટીબદ્ધતા દાખવવાના હેતુસર 2009-10માં રૂ. 115 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* નિર્મળ ગુજરાતના રૂ. 28.50 કરોડ સાથે રૂરલ સેનીટેશન હેઠળ રૂ. 59.50 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી હેઠળ રૂ. 55.50 કરોડની જોગવાઈ  કરવામાં આવેલ છે.
* ગ્રામ વિકાસ પ્રભાગ દ્વારા જળસ્ત્રાવ વિસ્તાર વિકાસના વિવિધ કાર્યક્રમો  માટે રૂ. 47.98 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* આમ આદમી વિમા યોજના હેઠળ જમીન વિહોણા અતિ ગરીબ ગ્રામીણ  પરિવારોને આવરી લેવા રૂ. 11.15 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.
* વનબંધુ યોજના અંતર્ગત રાજયના આદિવાસી વિસ્તાર દાહોદમાં  ફીજીયોથેરાપી કોલેજ શરૂ કરીને રૂ. 3.50 કરોડની જોગવાઈ કરેલ છે.
* 18થી 40 વય જૂથની 10000 જેટલી નિરાધાર વિધવાઓ પગભર થઈ શકે તે માટે વિધવા પેન્શન ઊપરાંત રૂ. 3000 લેખે સહાય આપવા કુલ રૂ. 9.17 કરોડની જોગવાઈ કરેલ છે.
* ચાર હજાર આંગણવાડી કેન્દ્રોના મકાનો બનાવવા રૂ. 40 કરોડની જોગવાઈ કરેલ છે.
* હયાત 5 હજાર આંગણવાડીઓના મકાનોના નવીનીકરણ માટે રૂ. 10 કરોડની જોગવાઈ કરેલ છે.
* આંગણવાડી ક્ષેત્રે માતા યશોદા એવોર્ડ માટે રૂ. 1.11 કરોડની જોગવાઈ  કરેલ છે.
બજેટ રજૂ કરતા પૂર્વે ગૃહમાં નાણામંત્રી વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે, ગુજરાતની પ્રજાએ તમામ પડકારો, વિઘ્નો, હતાશાઓને મ્હાત કરીને તમામ ક્ષેત્રે અભૂતપૂર્વ  સિદ્ધિઓ હાંસલ કરી છે જેની વિશ્વભરમાં નોંધ લેવાઇ છે. આ વખતે કેન્દ્ર  સરકારનું રેગ્યુલર બજેટ નહ આવતા માત્ર લેખાનુદાન આવ્યું છે ત્યારે નવું બજેટ નવી રચાનાર સરકાર રજૂ કરનાર હોય આ તબક્કે તેની રીતિ-નીતિ સંબધમાં માત્ર અનુમાન જ થઈ શકે.
કેન્દ્ર સરકારના આયોજનો અને યોજનાઓ પ્રત્યે બારીકાઈથી નજર રાખવાની ગુજરાત જેવા વિકસિત રાજયને જરૂર હોય છે. આ સંજોગોમાં કેન્દ્રમાં નવી રચાનાર સરકાર નવું બજેટ રજૂ કરે ત્યાં સુધી રાહ જોઈને જ ગુજરાતનું બજેટ તૈયાર કરવું જોઈએ તેવા સ્પષ્ટ ખ્યાલ સાથે જ ગુજરાતનું 2009-10નું ચાર માસ માટેનું લેખાનુદાન લઈને આવ્યો છું.
વિશ્વના અન્ય દેશોની જેમ ભારત પણ મંદીના અભૂતપૂર્વ દોરમાંથી પસાર થઈ રહ્યું છે. આવા નબળા, નકારાત્મક અને ચારેય તરફથી આવી રહેલા  સંકટોથી ઘેરાયલી આર્થિક પરિસ્થિતિઓની વચ્ચે ગુજરાતે પોતાની આગવી વ્યૂહરચના અને નીતિ-રીતિની મદદથી રાજયને એક ધબકતો,  ધમધમતો આર્થિક પ્રવૃત્તિઓનો ટાપુ બનાવી દીધો છે જે સફળતાની દરેક કસોટીમાંથી પાર ઊતર્યું છે.
વર્ષ 2009-10ના વોટ ઓન એકાઉન્ટમાં કુલ 42073.68 કરોડની આવક અને 42016.42 કરોડનો મહેસૂલી ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આમ રૂ. 153 કરોડની પુરાંત રહેશે.
કેન્દ્ર્ની જેમ રાજ્ય સરકારે પણ 6ઠ્ઠા પગાર પંચની ભલામણો સ્વીકારી છે. જેને કારણે સરકારની તિજોરી પર રૂ.3000 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે. આ ઉપરાંત  એરિયર્સનો રૂ.5400 કરોડનો બોજ પડશે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજના અંગે રાજ્ય સરકારે પોતાની કટીબદ્ધતા જાહેર કરી હતી. તેના અધુરા કામ માટે મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારને દોષી જાહેર કર્યા હતા.
રાજ્ય સરકારે જણાવ્યુ હતુ કે બીજા રાજ્યોની ઘણી પરિયોજનાઓને રાષ્ટ્રીય યોજના જાહેર કરીને તે અગ્રતા ક્રમ આપવામાં આવે છે. પણ નર્મદા યોજના પ્રત્યે ઓરમાનભર્યુ વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો.
રાજ્ય સરકારનાં કૃષિલક્ષી પગલાંઓને કારણે વર્ષ દર વર્ષે કૃષિ પેદાશોનું ઉત્પાદન સતત વધી રહ્યું છે. રાજ્યનું કૃષિ ઉત્પાદન 48 હજાર કરોડને આંબી ગયું છે.
રાજ્યમાં ડ્રીપ અને સ્પ્રીંકલર ઈરીગેશન પદ્ધતિ વગેરે જેવા પગલાઓથી કૃષિનો વિકાસ 14 ટકાનાં દરે વધી રહ્યો છે. જેનાં માટે પાણીની સુવિદ્યા અને સરકારનાં પગલાંઓ જવાબદાર હોવાનું વાળાએ જણાવ્યું હતું.
બુધવારે રાજ્યપાલનાં અભિભાષણ દરમિયાન સુત્રોચ્ચાર અને પ્લેકાર્ડ લઈને વિરોધ પ્રદર્શન કરી રહેલાં કોંગ્રેસનાં 16  ધારાસભ્યોને અધ્યક્ષે સસ્પેન્ડ કરી દીધા છે.
વિધાનસભાની બાબતો સંભાળતા રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન અમિત શાહે આ સભ્યોને સસ્પેન્ડ કરવા માટેની દરખાસ્ત રજૂ કરી હતી.
કોંગી ધારાસભ્યોએ મંગળવારે બજેટ સત્રની શરૂઆતના પહેલા દિવસે રાજ્યપાલ નવલ કિશોર શર્માંના ભાષણ વખતે ગૃહની કામગીરીમાં વિક્ષેપ પહોંચાડીને ભારે શોરબકોર કર્યો હતો. સરકાર આ સત્રમાં વોટ ઓન એકાઉન્ટ રજૂ કરવાની છે.
દેશનાં છેલ્લાં પાંચ વર્ષમાં ઉદપન્ન થયેલ રોજગારીની તકોમાંથી  55 ટકા રોજગાર ગુજરાતમાં ઉદપન્ન થયેલી છે.
વાળાએ ગૃહમાં કેન્દ્રનાં શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડાને ટાંકીને જણાવ્યું હતું કે  પાંચ વર્ષમાં ગુજરાતમાં રોજગારી ઉદપન્ન કરવામાં પ્રથમ નંબરે રહ્યું છે. જે સાબિત કરે છે કે છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યનો વિકાસ બરાબર થઈ રહ્યો છે.
ગુજરાત રાજ્યનો વિકાસ દર દેશનાં વિકાસ દર 12 ટકાની ઉપર હોવાની નાણામંત્રી વજુભાઈ વાળાએ જાહેરાત કરી હતી.
વજુભાઈ વાળાએ પોતાનાં 13મા બજેટમાં રાજ્યની શરૂઆતમાં રાજ્યનાં આર્થિક વિકાસ દર પર ભાર મુક્યો હતો.  તેમણે જણાવ્યુ હતુ કે દસમી પંચવર્ષીય યોજનામાં દેશનાં 7.8 ટકા સામે ગુજરાતે 10.86 ટકાની સિદ્ધિ મેળવી હતી.
તો અગિયારમી પંચવર્ષીય યોજનામાં ગુજરાત માટે આર્થિક વિકાસદર 11.2 ટકા રાખવામાં આવ્યો છે. જે રાજ્યનાં આર્થિક વિકાસનું સૂચક છે. અગિયારમી પંચવર્ષીય યોજનાનાં પ્રથમ વર્ષ 2007-08માં ગુજરાતે 12.79 ટકા વિકાસદર કર્યો હતો.