મહિલા દિવસ 09
W.D
આજના સ્પર્ધાત્મક યુગમાં ઘણા ખરા ક્ષેત્રોમાં મહિલાઓએ પોતાનું પ્રભુત્વ જમાવ્યું છે. હજું પણ એવા કેટલાક ક્ષેત્રો છે જ્યાં નારી  પોતાની છાપ ઉપસાવી શકી નથી. નાગપુરની હરસિની કાંહેનકરે પણ પુરૂષ આધિપત્યવાળા આવા જ એક ક્ષેત્રમાં કદમ રાખી  મહિલાઓને એક નવો રાહ ચીંધ્યો છે. તો આવો આજના મહિલા દિવસે આ હોનહાર મહિલાની પડકારજનક કારકિર્દીથી વાકેફ થઇ  પ્રેરણા લઇએ.....
જેનું નામ સાંભળતાં સૌના ધબકારા વધી જાય છે એવા ફાયર એન્ડ સેફ્ટી ક્ષેત્રમાં કાચા પોચા પુરૂષોનું પણ ગજુ નથી ચાલતું ત્યાં વળી  મહિલાઓની તો વાત જ ક્યાં કરવી. પરંતુ નાગપુરની એક હોનહાર યુવતી હરસિની કાંહેનકરે આ ક્ષેત્રમાં એન્ટ્રી મારી ભારતની પ્રથમ  મહિલા ફાયર ફાઇટર બનવાનું ગૌરવ હાંસલ કર્યું છે. સાથોસાથ તેણીએ આ ક્ષેત્રમાં આવવા માટે મહિલાઓ માટે નવો રાહ ખોલ્યો છે.
હાલમાં ઓ.એન.જી.સીમાં મહેસાણા ખાતે ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હિંમતવા હરસિની કાંહેન્કરે (H.K) મહિલા દિવસની પૂર્વ  સંધ્યાએ વેબદુનિયા (WD)ને આપેલી મુલાકાતના અંશ.
WD - જે શબ્દથી છોકરીઓ દુર ભાગે છે એવા આ ફિલ્ડમાં કેવી રીતે આવ્યા ?
HK : એન.સી.સીમાં હતી ત્યારથી જ મને યુનિફોર્મનો ભારે ક્રેઝ હતો. એ સમયથી જ મનમાં નક્કી કર્યું હતું કે આવા જ કોઇ ક્ષેત્રમાં કારકિર્દી બનાવીશ. આ વિચારથી જ ફાયર એંજિનિયરીંગમાં જોડાઇ હતી. જો આમાં સફળ ના થઇ હોત તો એરફોર્સમાં જોડાઇ હોત.
WD : પુરૂષોના આધિપત્યવાળા આ ફિલ્ડમાં આવતાં તમને શુ લાગ્યું ?
HK : નાગપુર સ્થિત ફાયર એંજિનિયરીંગની કોલેજમાં પ્રવેશ લીધો ત્યારે આ કોલેજમાં કોઇ છોકરી ન હતી. હું પ્રથમ નસીબદાર હતી કે  આ કોલેજમાં દાખલ થઇ. હોસ્ટેલમાં પણ બધા જ છોકરાઓ હતા. શરૂઆતમાં થોડું અતડું લાગતું હતું પરંતુ બાદમાં સૌએ સહકાર  આપતાં ગોઠવાઇ ગઇ હતી.
WD : એક સ્ત્રી તરીકે ફાયર ફાયટરનું કામ કઠીન નથી લાગતું ?
HK :ના, સહેજ પણ નહીં. જે ક્ષેત્રથી તમે અજાણ હો એ તમને જરૂર કઠીન લાગે છે. પરંતુ ત્યાં દાખલ થાવ પછી એ કામ ડાબા હાથનો ખેલ બની જાય છે. મને પણ શરૂઆતમાં એવું જ લાગતું હતું પરંતુ તાલીમ બાદ હવે આ સામાન્ય લાગે છે. સાથોસાથ ફરજનો આનંદ પણ આવે છે.
WD :તમે આ ફિલ્ડમાં આવ્યા ત્યારે પરિવારે વિરોધ કર્યો હતો ?
HK :બી.એસ.સી બાદ એક સારી કોલેજમાં મેં એમ.બી.એમાં પ્રવેશ પણ લીધો હતો. સાથોસાથ મેં ફાયરમાં પણ એપ્લાય કર્યું હતું. અહીં મને પ્રવેશ મળતાં મેં પરિવારને આ વાત જણાવતાં સૌ કોઇ અચંબામાં પડી ગયા હતા કે એક છોકરી થઇ તું આ લાઇનમાં કેવી રીતે  કામ કરી શકીશ. બાદમાં સૌએ મને રજા આપી હતી જે ક્ષણ મારા માટે યાદગાર રૂપ છે.
WD :મહિલાઓને આપ શું સંદેશો આપશો
આ એ મહિલાઓ છે, જે સફળતાના શિખર પર છે અને પોત-પોતાના ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓ છે. એવુ તો શુ છે, જે એમને સફળ અને સમર્થ બનાવે છે ? આવો જાણીએ આ હકીકતને તેમના જ કહેલા શબ્દોમાં....
ઈન્દિરા નૂઈ (સીઈઓ, પેપ્સિકો)
એક સ્ત્રી હોવાને નાતે તમારે બીજાના મુકાબલે વધુ ચાલાકીથી કામ લેવુ પડે છે, કારણ કે તમારે માટે એક સ્થાન મેળવવુ વધુ મુશ્કેલ છે.
નીતા અંબાણી (સમાજ સેવિકા)
બીજાની ભલાઈ માટે પૈસાનો વપરાશ કરવામાં અધિક સુખ મળે છે. મારો અનુભવ કહે છે કે બીજાના કલ્યાન માટે ખર્ચ કરવો એ સારી વાત છે.
ફરાહ ખાન (ફિલ્મ નિર્દેશક)
મને લાગે છે કે પાવરનો મતલબ છે તમારી પાસે નિર્ણય લેવાની ક્ષમતા હોવી જોઈએ. ખાસ કરીને એ વાત માટે કે તમે શુ કરવા માંગો છો. અને જરૂર પડે ત્યારે 'ના' કહેવાનો અધિકાર પણ તમારી તાકતની શ્રેણીમાં જ આવે છે.
બરખા દત્ત (પત્રકાર)
મને લાગે છે કે આજના જમાનામાં આજના જમાનામાં હિમંતવાળી અને સાહસિક પત્રકારિકા
નો જ કોઈ મતલબ છે.
શબાના આઝમી (અભિનેત્રી)
હું જ્યારે અન્યાય થઈ રહ્યો હોય ત્યારે ચૂપ નથી રહી શકતી. હું તેના પરિણામની ચિંતા કર્યા વગર જ અવાજ ઉઠાવુ છુ.
કિરણ મજમુદાર શૉ (ઉદ્યમો)
જો તમે તમારા પતિની ચીડવવાની ટેવથી કંટાળી ગયા હોય તો ચીડવાનુ, બૂમો પાડવાનુ, ઝગડવાનુ, મહેણા મારવાનુ, મોઢુ ચઢાવવાનુ, વગેરે બંધ કરો. આનાથી તમને કંઈ નહી મળે. આના કરતાં સારુ તો એ રહેશે કે તમે પતિદેવને અદબથી વ્યવ્હાર કરવાની ટ્રેનિંગ આપો. હા, જાણુ છુ કે 'ટ્રેનિંગ' શબ્દ 'પતિદેવ'ના સંદર્ભમાં થોડો વિચિત્ર લાગે છે, કારણકે જરા વિચારો કે જ્યારે એક કુશળ ટ્રેનર બુધ્ધિમત્તા અને લગનથી ઘરેલુથી લઈને પશુઓ સુધી પોતાના મરજી મુજબનો વ્યવ્હાર કરવા માટે પ્રશિક્ષિત કરી શકે છે તો પતિને ટ્રેનિંગ આપવી એ કંઈ મોટી વાત છે ?
આ વાત અમે નથી કહી રહ્યા આ તો એક અમેરિકાની લેખિકા એમી સદરલેંડનુ કહેવુ છે. એમીએ પોતાના એક પુસ્તકના વિષય રૂપે કેલિફોર્નિયા(અમેરિકા)ના મૂરપાર્ક કોલેજને પસંદ કરી, જ્યાં ભાવિ પશુ પ્રશિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ટ્રેનિંગ દરમિયાન એમીને લાગ્યુ કે આ ટેકનીક તેમના પતિ પર પણ આજમાવી શકાય છે. તેમણે પોતાના પતિ સ્કોટ પર આ તકનીકો અજમાવી અને પોતાના અનુભવોને 'ન્યૂયોર્ક ટાઈમ્સ'માં એક સ્તંભના રૂપે લખતી ગઈ.
અ સ્તંભ ખૂબ જ લોકપ્રિય થયો અને હવે એક પુસ્તકના રૂપમાં પ્રકાશિત થઈ રહ્યો છે. આની પર ફિલ્મ બનાવવાનો પણ પ્રસ્તાવ છે.
ટૂંકમાં એમીનુ કહેવુ એવુ છે કે આપણે પતિની ભૂલોને મહત્વ આપવાને બદલે તેમને સારો વ્યવ્હાર કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ, અથવા તો પછી એવી પરિસ્થિતિ ઉભી કરવી જોઈએ કે પતિ તમને હેરાન કરે જ નહી. જો તમે જમવાનુ બનાવવામાં વ્યસ્ત હોવ અને પતિદેવ તેમની ખોવાઈ ગયેલી ચાવીને લઈને પોતે તો હેરાન થઈ રહ્યા છે અને સાથે સાથે તમને પણ સતાવી રહ્યા છે, ત્યારે તમે ગુસ્સો કરવાને બદલે તેમના પ્રિય ચિપ્સ અને ટામેટાના સોસને એક પ્લેટમાં મૂકી દો. પતિ મહાશય ચિપ્સ ખાવામાં વ્યસ્ત રહેશે અને તમે આરામથી તમારુ કામ પરવારી લેજો.
આવી જ રીતે એમીએ આગળ કહ્યુ છે કે જો પતિને કોઈપણ વસ્તુ જગ્યાએ મૂકવાની આદત ન હોય - જેમ કે કપડાં કંઈ પણ અટકાવી દેવા, ટુવાલ બેડ પર જ મુકી દેવો, દાઢીનો સામાન વપરાશ પછી જગ્યાએ ન મૂકવો વગેરે તો તમે ગુસ્સો કરવાને બદલે કોઈપણ પ્રતિક્રિયા ન કરો.
તે બધી વસ્તુઓને જોઈને પણ ન જોઈ હોય તેવો જ વ્યવ્હાર કરો. તમારી પ્રતિક્રિયાની આશામાં તેઓ વ્યાકુળ થઈ જાય છે અને ફરી તે ભૂલ કરતા નથી. જો કદી તેઓ કોઈ વસ્તુ ભૂલથી યોગ્ય જગ્યાએ મૂકે તો તેમના ખૂબ વખાણ કરો કે જાણે તેમને નોબેલ પુરસ્કાર જીતી લીધો હોય, પછી જુઓ તેઓ કેવા સુધરી જાય છે.
આ સલાહ 'ન્યૂયોર્ક ટાઈમ્સ' માં છપાવવાને કારણે કોઈ ગુપ્ત વાત તો રહી નથી તેથી સાંભળવા મળ્યુ છે કે કેટલાક પતિઓ પણ ચૂપચાપ આ નુસ્ખાઓના આધારે પોતાની પત્નીને ટ્રેનિંગ આપી રહ્યા છે જેમા એમીના પતિ સ્કોટ મુખ્ય છે.
તુ સ્ત્રી છે,
તે તુ હંમેશા યાદ રાખજે
જ્યારે ઘરનો ઉંબરો ઓળંગીશ
સૌની ઘાતક નજરોને જોઈશ
જ્યારે તુ ઘરની બહાર નીકળીશ
લોકો તારો પીંછો કરશે, સીટી વગાડશે
તને ઘરમાં જ બેસાડવા તારી પર આંગળી ઉઠાવશે
જો તુ નિર્જીવ હોઈશ તો
બધુ સાંભળીને પગ પાછા વાળીશ
તુ સાચે જ બહાદુર હોઈશ તો
નાની નાની વ્હાલી દિકરી
ફુલનો મહેંકતો બગીચો દિકરી
સુંદર ચહેરો નાજુક-ભોળી
બાળપણથી જ હોય નખરાળી
મટકી-મટકી નાચ બતાવતી
જીભ પર તો જાણે કોયલ બેસતી
બધા બાળકોમાં વ્હાલી દિકરી
બધાં પ્રત્યે હેત રાખતી દિકરી
પપ્પાનો તો જીવ છે દિકરી
માનો એક હાથ છે દિકરી
ઘરમાં સદા રોનક રાખતી દિકરી
દહેજ જેવા કુરિવાજોને દૂર કરવાની વાત તો દૂર રહી ઘણીવાર છોકરીઓ પોતે માતા-પિતા પાસે દહેજની વસ્તુઓની માંગણી કરી નાખે છે. કદી તો પ્રેમથી તો કદી બળજબરી પૂર્વક જીદથી. મોટાભાગે આવી માંગણીઓ માત્ર દેખાવો કરવા માટે કરવામાં આવે છે, પણ આ સમયે બાળપણથી માતા-પિતા અને પિયર સાથે જોડાયેલી યુવતીઓ આ ભૂલી જાય છે કે તેનુ પિયર સક્ષમ છે કે નહી.
મારી એક પરિચિતની ભાણેજના લગ્ન નક્કી થયા. તેમની આર્થિક સ્થિતિ સાધારણ હતી, અને જીવનભર આ આર્થિક તંગીને કારણે માતા-પિતાની સાથે બાળકોને પણ ઘણી ઈચ્છાઓ મારવી પડી. લગ્ન નક્કી થતા જ માનો છોકરીને તો પોતાની દબાયેલી ઈચ્છાઓ પૂરી કરવાની તક મળી. મોંઘા ઘરેણા, બ્રાંડેડ કપડાં, પ્રસાધનો, ચપ્પલ(મોંઘામાં મોઘી) દુનિયાભરની જરૂરી-બિનજરૂરી વસ્તુઓ તેની યાદીમાં જોડાઈ ગઈ. લગ્ન તો એક જ વાર થાય છે - એવુ માનીને માતા-પિતા કશુ જ ન બોલ્યા, પણ લગ્નનુ બજેટ જરૂર વધતુ ગયુ. આવનાર ઘણા વર્ષો સુધી તેના માતા-પિતા દેવામાં ડૂબી રહ્યા.
રીનાની ઈચ્છા મોંઘી ગાડી લેવાની હતી, તેના ભાવિ પતિ પાસે કાર નહોતી, તેથી રીનાએ ફોન પર તેને સલાહ આપી દીધી કે દહેજની યાદીમાં ગાડી પહેલા સ્થાને મૂકી દે.... રીનાનો વાગ્દત્તા સારી નોકરીમાં આવતા પહેલા જ તેનુ વિવાહ મૂલ્ય(?) ખૂબ વધુ હતુ. લગ્ન ઠાઠથી કરવાની માંગણી હતી. ઉપરથી ગાડીનો ખર્ચો રીનાના પિતાની કમર તોડવા માટે પૂરતો હતો. તેમણે જેમ તેમ કરીને રીનાના લગ્ન પતાવ્યા, પણ પોતાનુ બધુ ફંડ પુરૂ કરીને ઘડપણની લાકડીને ગુમાવી બેસ્યા.
લગ્ન પહેલા જ નહી, લગ્ન પછી પણ ઘણી છોકરીઓ મોકો જોયા વગર માતા-પિતા પાસેથી ભેટની અપેક્ષા રાખે છે. માતા-પિતા પછી ભાઈ-ભાભી સાથે માઁગ બનેલી રહે છે. તેમને લાગે છે કે માતા-પિતા કે પિયર જાણે તેની કમીઓને પૂરી કરવાનુ સાધન માત્ર છે. જે ઘરમાં છોકરીએ જીવનના 20-22 વર્ષો ગાળ્યા હોય તેમની ભલાઈના વિશે વિચારવુ તેનુ કર્તવ્ય નથી ?
ઘરમાં મારો જન્મ થતા
ભલે કોઈને ખુશી ન થઈ
પણ મારુ એક સ્મિત જોઈને
પપ્પાની આંખો હસી રહી
ઘરમાં મારા માટે ભલે કદી
ન કોઈ ઢીંગલી ન આવી
પણ મને મળેલી ભેટને લેવા
ભાઈની આંખોમાં ચમક આવી
દિવસભરના કામથી કંટાળીને
મમ્મીએ જ્યારે હૈયા વરાળ નાખી
ત્યારે મારા બે હાથની મદદ પામી
મમ્મીના ચહેરા પર હાશ આવી.
જવાન થઈને જ્યારે હું
વિદાય થઈને સાસરીએ વળી
આંખોમાં સૌના આંસુ જોઈને
મને મારી ઓળખ મળી.
PIB
રાષ્ટ્રપતિ પદ મેળવ્યા પછી તેમણે પોતાના પહેલા સંભાષણમાં શ્રીમતી પાટિલે બાળકોના અધિકારોની રક્ષા માટે જવાબદારી સ્વીકારતા દેશવાસીઓને પૂરી ક્ષમતાનો ઉપયોગ કરવા માટે આધુનિક શિક્ષા અને સ્વાસ્થ્ય સેવાઓને વ્યાપક બનાવવાની જરૂરિયાત પર જોર આપ્યો અને કુપોષણ, સામાજિક કુરીતિયો, બાળ મૃત્યુ અને કન્યા ભ્રૂણ હત્યાને જડથી નાબૂદ કરવા સહયોગની અપીલ કરી. તેમને ગુરૂ રવિન્દ્રનાથ ટૈગોરની કવિતા 'વ્હેયર ધ માઈંડ ઈઝ વિધાઉટ ફિયર' નુ ઉદાહરણ આપ્તા કહ્યુ કે 'હે ભગવાન અમારા દેશની સ્વતંત્રતાને તે સ્વર્ગમાં લઈ જાઓ, જ્યાં લોકોનુ મગજ ભયમુક્ત અને માથુ ગર્વથી ઉંચુ થાય અને લોકો ઘરેલુ ઝગડાઓમાં ન વહેંચાયેલા હોય.
શ્રીમતી પ્રતિભા પાટિલનો જન્મ 19 ડિસેમ્બર 1934માં મહારાષ્ટ્રમાં જળગાવ જિલ્લામાં થયો હતો. જળગાવના મૂલજી જેઠા કોલેજથી એમ.એ. અને મુંબઈના લો કોલેજથી કાયદાકીય શિક્ષા મેળવ્યા પછી શ્રીમતી પાટિલે જળગાવમાં જ વકાલત શરૂ કરી. આ દરમિયાન તેઓ સામાજીક કાર્યો સાથે પણ સંકળાયેલા રહ્યા. વર્ષ 1965માં તેમનું લગ્ન શ્રી દેવીસિંહ રણસિંહ શેખાવત સાથે થયુ. તેમના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે.
અનુભવી રાજનેતા શ્રી પ્રતિભા દેવીસિંહ પાટિલ વર્ષ 1962 થી 1985 સુધી પાંચ વાર મહારાષ્ટ્ર સરકારમાં રાજ્યમંત્રી અને વર્ષ 1972થી 1978 સુધી કેબિનેટ મંત્રી રહ્યા. તેમણે કેટલાય મહત્વપૂર્ણ મંત્રાલયોનો કાર્યભાર પણ સંભાળ્યો. વર્ષ 1979 થી 1980 સુધી તેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષની નેતા પણ રહયા. શ્રીમતી પાટિલે 1882થી 1885 સુધી એકવાર ફરી મહારાષ્ટ્ર સરકારનુ કેબિનેટ મંત્રીનું પદ મેળવ્યુ. શ્રીમતી પાટિલની વર્ષ 1985માં રાજ્યસભા માટે પસંદગી કરવામાં આવી. વર્ષ 1886 થી 1988 સુધી તેઓ રાજ્યસભાની ઉપ-સભાપતિ પણ રહી. આ દરમિયાન તેઓ રાજ્યસભાના વિશેષાધિકાર સમિતિની અધ્યક્ષ અને વેપાર સલાહકાર સમિતિની સદસ્યા રહી. વર્ષ 1988 થી 1990 સુધી તેઓ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહી.
વર્ષ 1991માં શ્રીમતી પાટિલ પહેલીવાર લોકસભાને માટે પસંદગી પામ્યા. વર્ષ 2004માં તેમણે રાજસ્થાનની પ્રથમ મહિલા રાજ્યપાલ બનવાનું સન્માન મળ્યુ. શ્રીમતી પાટિલ મહારાષ્ટ્રના સહકારી આંદોલનથી સક્રિય રૂપે જોડાયેલી છે. તેમણે મહિલાઓ માટે સરકારી બેંક અને ગરીબ બાળકો માટે શાળા ખોલવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેઓ ખેલકૂદમાં પણ સક્રિય રહી છે અને તેમને અંતર કોલેજ ટૂર્નામેંટમાં ટેબલ ટેનિસ ચૈમ્પિયન ટ્રોફી પણ જીતી છે.
N.D
આજે જ્યારે દેશની આઝાદીને અડધી સદીથી પણ વધુ સમય થઈ ગયો છે ત્યારે શુ ભારતની મહિલાઓ સાચા અર્થમાં સ્વતંત્ર છે ? સિક્કાની એક બાજુ એ છે કે ભારતીય મહિલાઓએ કલાથી લઈને વિજ્ઞાન સુધી અભૂતપૂર્વ ઉન્નતિ સાધી છે. આજે એવુ કોઈ ક્ષેત્ર નથી જ્યા મહિલાઓ પુરૂષના ખભા સાથે ખભો મેળવી ચાલી ન રહી હોય.
કલ્પના ચાવલા અને અન્ય ભારતીય મૂળની મહિલાઓએ ન ફક્ત પોતાનુ નામ પરંતુ ભારતનુ નામ પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર રોશન કર્યુ છે. દેશની ઉન્નતિ અને રક્ષા ક્ષેત્રે પણ મહિલાઓએ યોગદાન આપ્યુ છે. એ પછી રાજનીતિની વાત હોય કે કારગિલમાં પોતાના પતિ-પુત્રોની શહીદી પર ગૌરવાંવિત થનારી કોઈ માઁ કે પત્નીની વાત હોય, મહિલાઓએ હંમેશા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપથી પોતાનુ યોગદાન આપ્યુ છે.
પરંતુ સિક્કાની બીજી બાજુ એ છે જે મોટેભાગે આપણા દેશમાં જોવા મળે છે. આજની છોકરીઓને ભણવા નથી દેવાતી. પરિવાર માટે પોતાના સપનોની આહૂતિ સ્ત્રીઓએ જ આપવી પડે છે. માદા ભ્રૂણ હોય તો તેનુ જીવન શરૂ થતા પહેલા જ તેને સમાપ્ત કરવામાં આવે છે.
N.D
કોઈ ઓફિસમાં ઉચા પદ પર બેસેલી કોઈ મહિલાના અધીનસ્થ પુરૂષ સહયોગી કેમ તેને પૂર્ણ સહયોગ નથી આપતા ? આજે પણ તેને બહાર હલકી વાતોના વાગ્બાણ સહન કરવા પડે છે અને તે લોહીલુહાણ થવાથી ચૂપ રહેવા મજબૂર છે.
પરંતુ આમાં થોડો ઘણો મહિલાઓનો પણ દોષ છે. નારી સ્વતંત્રતાના નામે અંગ પ્રદર્શન, સ્ટ્રિપર્સ નાઈટનુ આયોજન, મોર્ડન કહેવાની હરોળમાં સંસ્કૃતિથી અલગ, તૂટતા-વિખરાઈ જતા કુંટુંબો શુ આ જ આપણી સ્વતંત્રતા છે ? આમા દોષી કોણ છે, પુરૂષ, મહિલા કે સ્વયં સમાજ ?
N.D
ભલે કોઈને ખુશી ન થઈ
પણ મારુ એક સ્મિત જોઈને
પપ્પાની આંખો હસી રહી
ઘરમાં મારા માટે ભલે કદી
ન કોઈ ઢીંગલી આવી
પણ મને મળેલી ભેટને લેવા
ભાઈની આંખોમાં ચમક આવી
દિવસભરના કામથી કંટાળીને
મમ્મીએ જ્યારે હૈયા વરાળ નાખી
ત્યારે મારા બે હાથની મદદ પામી
મમ્મીના ચહેરા પર હાશ આવી.
જવાન થઈને જ્યારે હું
વિદાય થઈને સાસરીએ વળી
આંખોમાં સૌના આંસુ જોઈને
મને મારી ઓળખ મળી.
N.D
લોકોનો વ્યવ્હાર મને સમજાતો નહોતો. કદી તો લાગતુ હતુ કે હું કોઈ ગુન્હો કર્યો છે જેની સજા ખબર નહી તેઓ શુ આપવા માંગે છે ? તો કદી લાગતુ કે અમને બીજી પણ પુત્રી થઈ ગઈ તેથી લોકોને અમારી પર દયા આવી ગઈ છે, એવી દયા કે જાણે અમે કોઈ સંકટમાં પડી ગયા છે. કેટલીક સ્ત્રીઓએ તો મને પૂછ્યુ પણ ખરુ, કેમ ચેક નહોતુ કરાવ્યુ ? હવે એક ચાંસ લઈ જોજે, કદાચ પુત્ર થઈ જાય,  મને એમને પૂછવાનુ મન થઈ જતુ કે શુ ચેક કરાવુ ? જે પણ હશે એ તો મારો જ એક અંશ હશે ને ?
હુ પૂછવા માંગુ છુ કે આજે એવુ શુ છે જે છોકરાઓ જ કરી શકે છે છોકરીઓ નહી.
નારીની શક્તિ તો જુઓ અનેક સંકટોનો સામનો કરવા છતા હિમંત નથી હારી
કિચનની જ વાત ન કરશો આજે તો ફેશનથી રાજગાદી સુધી છે નારી
જ્યાં સુધી વંશ ચલાવવાની પરંપરા છે તો કેટલાય લોકો એવા છે જે પોતાના વંશજોના નામ જ નથી જાણતા. આજે તો દરેક માતા પિતાની ઈચ્છા હોય છે કે તેમનો પુત્ર વિદેશમાં ભણવા જાય. પછી સારી સર્વિસની શોધમાં બહાર નીકળી જાય, અને જ્યા જોબ મળે ત્યાં જ સેટલ પુત્ર વસી જાય.  પછી માતા-પિતા તેમને ઘરમાં ફાલતૂ કીટકીટ કરનારા લાગે. તેથી પુત્ર હોવા છતા ઘણા માતા-પિતાને વૃધ્ધાવસ્થામાં પણ એકલાજ રહેવુ પડે છે. મેં એવા પણ માતા-પિતાને જોયા છે જેમને કહેવા માટે તો ચાર-ચાર પુત્રો છે પણ સાથે એક પણ નથી રહેતો.  કેટલાક તો માતા-પિતાને ઘરની રોનકમાં બાધક સમજીને વૃધ્ધાશ્રમમાં મૂકી આવે છે.
જ્યારે પુત્રો પોતાનુ કર્તવ્ય નિભાવી નથી શકતા ત્યારે પુત્રીઓ જ લગ્ન પહેલા અને પછી પણ ડગલેને પગલે માતા-પિતાને હૂંફ આપે છે.  હું ખુશ છુ કે મને બે પુત્રીઓ છે, જેમને મેળવીને હું ગર્વ અનુભવુ છુ. પરંતુ કેટલાક લોકો મારી સામે એવી રીતે જુએ છે કે જાણે મારી પુત્રીઓ મોટી થશે તો તેમના લગ્નનો ખર્ચ જાણે એમને આપવો પડશે.
આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભલે લોકો સ્ત્રી ઉત્થાનની મોટી મોટી વાતો કરે, નવી નવી યોજનાઓ પાછળ કરોડો રૂપિયા ખર્ચે પણ મારા મતે તો જ્યાં સુધી સમાજમાં રહેતા લોકોના વિચારોમાં સમાનતા નહી આવે ત્યાં સુધી પુત્રીઓને બચાવી નહી શકાય. આજે પણ મને યાદ છે કે જ્યારે હું નર્સિંગ હોમમાંથી રજા મેળવીને ઘરે પાછી જતી હતી ત્યારે નર્સને મારા પતિ ખુશીથી પૈસા આપી રહ્યા હતા ત્યારે તે બોલી હતી - સાહેબ પુત્રી છે એટલે ઓછા લઉ છુ, નહી અમે બક્ષિક્ષ 100 થી ઓછુ લેતા જ નથી. મારી સ્થિતિ એવી નહોતી કે હું તેને કોઈ જવાબ આપી શકુ પણ મનમાં તો થયુ હતુ કે કહી દઉ - કે હે ભલી બાઈ, મારી પુત્રી છે તેથી તને અમારી દયા આવી રહી છે તો તુ કોણ છે ? શુ તુ પણ અહીં દયા હેઠળ જ કામ કરી છે ?
આ સમાજને એક જ વાત કહેવી છે કે
છોકરો હોય કે છોકરી
માતા પિતાનુ બળ હોય છે સંતાન
ખાતર-પાણી છોકરાને
અને ખીલી ઉઠે છે છોકરીઓ
એવરેસ્ટ પર ધકેલવામાં આવે છે છોકરાને
અને ચઢી જાય છે છોકરીઓ
રડાવે છે છોકરા
અને રડે છે છોકરીઓ
સપના જોવામાં આવે છે છોકરા માટે
અને સાકાર કરી નાખે છે છોકરીઓ
જીવન તો છે છોકરાનુ