ઓલિમ્પિક 2012
P.R
<!--endImage--> 6 મે 1983ના રોજ જન્મેલા ગગન નારંગે 10 મીટર એયર રાઈફલ હરીફાઈમાં કાંસ્ય પદક જીતીને ઓલિમ્પિક 2012માં પદક જીતનાર  ભારતીય બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યુ 
ગગન નારંગની ઉપલબ્ધિઓ 
- સન 2010ક્માં કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ પદક 
2, એશિયન ગેમ્સ 2010માં રજત પદક  
2. એશિયન ગેમ્સ 2010માં યુગલ હરીફાઈમાં રજત પદક 
4. એશિયન ગેમ્સ 2005માં સુવર્ણ પદક 
5. વિશ્વકપ 2006 માં સુવર્ણ પદક 
6. 2006 અને 2010ના કોમનવેલ્થ ગેમ્સમાં ચાર-ચાર સુવર્ણ પદ્ક જીત્યા 
સન્માન 
1. પદ્મશ્રી 2010 
2. રાજીવ ગાંધી ખેલ રત્ન 2011  
પિતાના પ્રોત્સાહનમાં શૂટિંગમાં આવ્યા. પ્રથમ એયર પિસ્તોલ પિતાએ અપાવી. ગગન પોતે આર્મીમાં છે. પણ એયર ઈંડિયા ક્લબ તરફથી રમે છે. ]]></content:encoded>
P.R
<!--endImage--> ગ્રીસની રાજધાની એથેંસની ઓલિમ્પિક યજમાનીને આઠ વર્ષ વીતિ ચૂક્યા છે, 2004માં એથેંસ ઓલિમ્પિના ભવ્ય આયજનના રંગમાં ડૂબ્યું પરંતુ આજે ગ્રીસની પરિસ્થિતિ કઈંક અલગ છે. ગ્રીસ આધુનિક ઈતિહાસના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે.  રહ્યું છે. જેની અસર ત્યાંના એથ્લેટ અને રમત પર પડી રહી છે.
શહેરની મુખ્ય ઓલિમ્પિક સ્ટેડિયમમાં જિમનાસ્ટ વૈસિલ્કી મિલોસી રોજ લંડન ઓલિમ્પિક માટે પ્રક્ટિસ કરે છે. પરંતુ તેના કહેવા અનુસાર પહેલાની સમયની સરખામણીમાં વર્તમાન સમયમાં ટ્રેનિંગ કરવી મુશ્કેલી ભર્યું બની ગયું છે.
મિલોસીના કહેવા અનુસાર તેમના પાસે ડોક્ટર અને ફીઝિયોની ફી આપવા માટે પણ પૈસા નથી. તેમમ જરૂરી દવાનો પણ અભાવ છે. અમે ટ્રેનિંગ પર પૈસા ખર્ચ કરી શકતા નથી અને ઓલિમ્પિકની ટ્રેનિંગ માટે વિદેશ પણ જઈ શકતા નથી.
એથેંસ ઓલિ.ના આયોજન પાછળ અબજો રૂપિયાનો ધુમાડો
2004ના એથેંસ ઓલિમ્પિક બાદ ઘણા સ્ટેડિયમમાં પર તાળા લાગી ગયા છે. એવું અનુમાન છે કે, ગ્રીસે ઓલિમ્પિકના આયોજન પાછળ 10 અબજ યૂરો ખર્ચ્યા હતા. પરંતુ આટલા પૈસાનો ધુમાડો કર્યા બાદ આખરે શું મળ્યું?
આજે આ સ્ટેડિયમમાં ચકલુ પણ નથી ફરકતુ. જેથી તેને ભાડા પટ્ટે ચડાવવાનો પ્રયાસ પણ બેકાર છે.
સ્ટેડિયમને બચાવવાની જવાબદારી એક કંપનીને સોંપવામાં આવી છે. આ કંપનીના પ્રમુખ સ્પીરો પોલાસિસના કહેવા અનુસાર એથેંસે 2004ની ઓલિમ્પિકમાં શાનાદર યજમાની કરી હતી. જેથી ગ્રીસ પર આરોપ લગાવવો ઠીક ન કહી શકાય. ગ્રીસ પર આરોપ વગાવતા પહેલા ઓલિમ્પિકની યજમાની કરનાર બીજા દેશની શું પરિસ્થિતિ છે તેના પર પણ નજર કરવી જોઈએ. હવે એ તો લંડનમાં શું થશે તેનો ખ્યાલ ઓલિમ્પિક પૂર્ણ થયા બાદ આવશે.
ગ્રીસે ઓલિમ્પિકની શાનદાર યજમાની કરી. ભલે ઓલિમ્પિક પાછળ અબજો રૂપિયાનો ધુમાડો થયો હોય પરંતુ ઓલિમ્પિકના આયોજન બાદ ત્યાંની વ્યવસ્થામાં સુધારો થયો છે.]]></content:encoded>
P.R
<!--endImage--> આ વર્ષે લંડન ઓલિમ્પિકમાં એવી શૂટર ભાગ લઈ રહી છે જે કોઈ પણ મુકાબલા પહેલા પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે પોતાના બાળક સાથે વાત કરે છે. લોકોને અંચબામાં મૂકાઈ જાય તેવી વાત તો એ છે કે તે તેના પેટમાં રહેલા બાળક સાથે વાત કરે છે...મલેશિયાની નૂરી સૂરિયાની એક શૂટર છે અને તેનું લક્ષ્ય લંડન ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું છે.
28 જુલાઈએ જ્યારે નૂરી લંડનમાં 10 મીટરની મહિવા એર રાઈફલ સ્પર્ધામાં ભાગ લેવા માટે મેદાન પર ઉતરશે પણ નૂરી બાકી મહિલા ખેલાડીઓથી અલગ છે. તે એક એથ્લિટ હોવાની સાથે-સાથે તે ગર્ભવતી પણ છે.
કોઈ આ મહિલા એથ્લિટને પાગલ કહે છે તો કોઈ માને છે કે તે સ્વાર્થી છે. પરંતુ નૂરી તમામ લોકોને નજરઅંદાજ કરી તેના લક્ષ્યાંક અને સપના પર ધ્યાન આપે છે.
નૂરીનું સપનું છે કે, 10મી મહિલા એર રાઈફલ સ્પર્ધામાં તે પોતાના દેશ મલેશિયાને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવશે.
તો શું ઓલિમ્પિકની તૈયારીયો પર નૂરીના ગર્ભવતી હોવાની અસર પડે છે. ત્રણ વર્ષ સેનામાં અધિકારી તરીકે ફજ બજાવી રહેલી નૂરીના કહેવા અનુસાર શરૂઆતમાં મોર્નિંગ લોક દરમિયાન તેને થોડી કમજોરીને અહેસાસ થતો હતો પરંતુ ત્યારબાદ ગર્ભવતી હોવાની તેની ટ્રેનિંગ પર કોઈ અસર પડી નથી. તેનાથી વિપરીત બેબી વંપ એટલે તે પેટનો ભાગ બહાર આવવાને કારણે તેને નિશાન લગાવતા દરમિયાન બેલેન્સમાં જાળવવામાં ફાયદો થાય છે.
નૂરીના કહેવા અનુસાર મુશ્કેલી તો ત્યારે પડે છે જ્યારે નશાન લગાવતા સમયે શ્વાસ રોકવાનો હોય છે અને તેનું બાળક તે દરમિયાન અંદરથી લાગ મારે છે. તો તે પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટે કોઈ પણ સ્પર્ધા પહેલા પોતાના ગર્ભમાં રહેલા બાળક સાથે વાત કરે છે.
આ નિડર શૂટર કોઈ પણ ટૂર્નામેન્ટ પહેલા તેના બાળકને કહે છે કે જો તારી માંનો મુકાબલો છે. તેમજ હું ઈચ્છું છું કે આ દરિમાન તું શાંત રહે. બાદમા તારે કોઈ ઉછળ કુદ કરવી હોય તો મને કઈં વાંધો નથી.
મલેશિયાના લોકોને નૂરીથી ઘણી આશાઓ છે. નૂરી એશિયાઈ રમતોત્સવ અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતી ચૂકી છે.]]></content:encoded>
P.R
<!--endImage--> ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીના એક દિવસ અગાઉ બોલિવુડના પીઠ અભિનેતા અમિતાભ બચ્ચને લંડન ઓલિમ્પિકમાં ટોર્ચ લઈને દોડવાનું સન્માન મળ્યું હતુ. આજે અમિતાભ લંડનના સાઉથવાર્કમાં ઓલિમ્પિક 2012ની ટોર્ચ રિલેના અંતિમ દિવસે સામેલ થયા હતા અને મશાલ લઈને દોડતા જોવા મળ્યા.
અમિતાભે ઓલિમ્પિક ટોર્ચ રિલેને લઈને ટ્વિટર પર ઘટસ્ફોટ કર્યો હતો. અમિતાભે ટ્વિટર પર લખ્યું કે, ટી-816- લંડનના સાઉથવાર્કમાં સવારે સાડ દસ વાગ્યે ઓલિમ્પિક ટોર્ચને લઈને પૂછવામાં આવ્યું જેને લઈને હું સન્માન મહેસુસ કરું છું. જે મારા અને દેશ માટે ગર્વની વાત છે.
મશાલ 70 દિવસો સુધી ઘુમ્યા બાદ 27 જુલાઈએ લંડન ઓલિમ્પિકના સ્ટેડિયમમાં પહોંચશે. મશાલ યાત્રા બ્રિટનમાં દક્ષિણ પશ્ચિમી ઈંગ્લેન્ડમાં સ્થિત કોર્નવોલથી લોર્ડ્સ એન્ડથી શરૂ થઈ હતી. ઓલિમ્પિક મશાલને 10 મેના દિવસે પ્રાચિન ઓલિમ્પિક રમતોત્સવનું જન્મસ્થળ ઓલિમ્પિયામાં કાંચનો પ્રયોગ કરી સૂરજની કિરણોથી પ્રગટાવવામાં આવી હતી.]]></content:encoded>
P.R
28 વર્ષ સુધી ઓલિમ્પકમાં દબદબો જાળવી રાખનાર ભારતીય હોકી પાસેથી લંડન ઓલિમ્પિકમાં ભારતીય હોકીની છાપ અને સુવર્ણ ભુતકાળ પાછો લાવવાની મોટી જવાબદારી છે. ઓસ્ટ્રેલિયન કોચ માઈકલ નોબ્સના માર્ગદર્શન હેઠળ ભારતે શાનથી લંડન ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ કર્યું. 
આક્રમક એટેક માટે જાણીતી ભારતીય હોકી ટીમને નોબ્સ 13 મહિના સમયગાળામાં આત્મવિશ્વાસ ભરવામાં સફળ રહ્યા છે. તો ટીમના ટ્રેનર ડેવિસ જોને પણ ખેલાડીઓની ફિટનેસ પાછળ તનતોડ મહેનત કરી છે. ઓલિમ્પિકમાં ભારતીય ટીમ સામે પડકારની શરૂઆત પ્રથમ વખતની રનર્સઅપ ટીમ હોલેન્ડ સામેથી થશે. તો ત્રીજા મુકાબલમાં ભારત વર્તમાન ચેમ્પિયન જર્મની સામે ટકરાશે. જો, ભારતીય ધુરંધરો આ બંને ટીમને ડ્રો પર રોકવામાં સફળ રહ્યા તો મોટી વાત કહેવાશે. કેમકે જર્મની અને હોલેન્ડ સામે જીતની વાત કરવી અને મેદાન પર તેને પછાડવું બંનેમાં મોટુ અંતર છે.
P.R
<!--endImage--> જોકે, ભારતીય ટીમનો ઓલિમ્પિકમાં પકકાર કેવો રહેશે તેનો અંદાજા હોલેન્ડ સામેના ઓપનિંગ મુકાબલામાં જ લાગી જશે. ધીરે-ધીરે ટીમ પાટા પર આવી રહી છે પરંતુ ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું લક્ષ્યાંક ખરેખર કપરો છે. ભારતનું ઓલિમ્પિકની સેમિફાઈનલમાં પહોંચવું મુશ્કેલ છે. કેમકે પુલ ગ્રુપમાં ફક્ત બેલ્જિયમ જ ટીમ જ ભારત કરતા નિચુ રેન્કિંગ ધરાવતી ટીમ છે. છતા પણ ભારતીય ટીમ સાઉથ કોરિયા, ન્યૂઝીલેન્ડ અથાવ બેલ્જિયમને હલ્કેથી લેવાની ભૂલ નહીં કરે. હાલની ભારતીય હોકી ટીમની સ્થિતિ પરથી ઓલિમ્પિકમાં ભારત ટોપ-6માં સ્થાન બનાવવાનો લક્ષ્યાંક રાખવો જોઈએ.
 મહત્વનો રહેશે 'ટ્રિપલ એસ' રોલ
ઓલિમ્પિકમાં ભારતના અભિયાનને આગળ વધારવા માટે 'ટ્રિપલ એસ' નો રોલ મહત્વપૂર્ણ રહેશે. ઓલરાઉન્ડર સરદાર સિંહ, ડ્રેગ ફ્લિકર સંદિપ સિંહ અને સ્ટ્રાઈકર શિવેન્દ્ર સિંહ વિરોધી ટીમને કોઈ પણ સમયે ભારે પડી શકે છે. જ્યારે સંદિપ સાથે પેનલ્ટી કોર્નર પર ડ્રેગ ફ્લિકર રઘુનાથને પણ તેની ઓળખ મુજબ પ્રદર્શન કરવું પડશે.
 મહત્વનો રહેશે સરદારનો રોલ
વિરોધી ટીમના એટેક અને ખાસ કરીને ડિફેન્સ ટીમને પરખ્યા બાદ કોઈ પણ વિરોધી ખેલાડીને ગોલ કરતા અટકાવવાની જવાબદારી ભારતીય  ડિફેન્સ ટીમની રહેશે. વાઈસ કેપ્ટન સરદાર પર ગોલનો મૂવ બનાવવાની જવાબદારી તો રહેશે જ સાથે-સાથે ડિફેન્સ ટીમ સહિત ગોલકીપર ભરત છેત્રી, ફુલબેક ઈગ્નેશ તિર્કી, સંદિપ સિંહ અને વી. રધુનાથની મેદાન પર મદદ કરવાની જવાબદારી પણ રહેશે. કેમકે ભારતનું ડિફેન્સ નબળુ છે.
P.R
<!--endImage--> શિવા પર રહેશે એટેકની જવાબદારી 
શેવેન્દ્ર સિંહ ભારતીય ટીમના એટેકની મજબૂત કડી છે. જેથી શિવા પર તુષાર ખાંડેકર, એસ.વી. સુનિલ અને એસ.કે. ઉથપ્પા પર ટીમ તરફથી ગોલ ફટકારવા માટે મોટી જવાબદારી રહેશે. સાથે-સાથે તેના પર ગોલનો મૂવ બનાવવા સહિત ટીમને પેનલ્ટી કોર્નર અપાવવાની જવાબદારી પણ રહેશે. જોકે, શિવાનો એટેક સફળ રહ્યો તો ભારતીય ટીમ આગળ વધવામાં સફળ રહેશે.
 ગુરબાજ પર રહેશે વિરોધી એટેક ટીમને રોકવાની જવાબદારી 
સરદારના માર્ગદર્શન હેઠળ રાઈચ હાફ ગુરબાજ અને લેફ્ટ હાફના રૂપમાં મનપ્રીત અને બીરેન્દ્ર લાકરા સામે યૂરોપના મજબૂત એટેકિંગ મિડફિલ્ડર્સને રોકવાની જવાબદારી રહેશે. જેથી ભારત તરફથી મિડફિલ્ડને સંભાળવાની જવાબદારી સરદાર અને ગુરબાજ પર રહેશે. બંને ખેલાડી મિડફિલ્ડ સાથે ડિફેન્સને પણ સંભાળશે. ગુરબાજને સતર્ક રહેવું પડશે અને એટેકમાં આગળ જવાની આદત છોડવી પડશે.
ભારતની ગોલ્ડન ગેમ હોકી 
હોકી ભારતની પ્રથમ રમત છે જેના કારણે ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતન ભૂતકાળ સુવર્ણ રહ્યો છે. ભારતીય હોક ટીમે 28 વર્ષ સુધી ઓલિમ્પિકમાં રાજ કર્યું અને ઉનાળુ ઓલિમ્પિકમાં અજેય રહ્યું. ભારતે અત્યાર સુધીમાં કુલ 11 ઓલિમ્પિક મેડલ જીત્યા છે. જેમાં 8 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતે હોકીમાં છેલ્લું મેડલ 1980ની મોસ્કો ઓલિમ્પિકમાં જીત્યું હતુ.
P.R
<!--endImage--> ભારતીય ટીમ
કોચ: માઈક નોબ્સ
ટ્રેનર: ડેવિસ જોન
ગોલકીપર: ભરત છેત્રી(કેપ્ટન), પી.આર. શ્રીજેશ
ડિફેન્ડર: સંદિપ સિંહ. વી.આર. રઘુનાથ અને ગુરવિન્દર સિંહ
મિડફિલ્ડર: વીરેન્દ્ર લાકડા, સરદાર સિંહ, મનપ્રિત સિંહ, ગુરબાજ સિંહ અને કોઠાજીત સિંહ]]></content:encoded>
P.R
<!--endImage--> 27  જુલાઈથી શરૂ થઈ રહેલી લંડન ઓલિમ્પિક ગેમ્સમાં આ વર્ષે ભારતને અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની આશા છે. ઓલિમ્પિકમાં ભારતના ઈતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં છ વખત ભારતીય એક પણ મેડલ જીત્યા વગર સ્વદેશ પરત ફર્યું છે.
ઓફિશિયલી ભારતે 1920થી ઓલિમ્પિકમાં ભાગ લેવાનું શરૂ કર્યું. જોકે, આ પહેલા 1900માં બ્રિટિશ નાર્મન પ્રેચાર્ડે ભારત તરફથી 2 સિલ્વર મેડલ જીત્યા હતા જેથી ઓલિમ્પિકમાં ભારતની શરૂઆત 1900થી માનવામાં આવે છે. અત્યાર સુધીમાં ભારત 22 ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂક્યું છે જેમાં ભારતે માત્ર 20 મેડલ(પ્રિચાર્ડના બે મેડલ પણ સામેલ) જીત્યા છે. અત્યાર સુધીમાં 1900 સિવાય ભારતને ફક્ત બે ઓલિમ્પિક(1952 અને 2008)માં એક કરતા વધારે મેડલ જીતવામાં સફળતા મળી છે.
1920ના એન્ટવર્પ અને ત્યાર બાદ ચાર વર્ષ પછી યોજાયેલા પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મેડલ વગર સ્વદેશ પરત ફરવું પડ્યું હતુ. જોકે, ત્યાર બાદ સતત 28 વર્ષ સુધી ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં દબદબો જાળવી રાખ્યો અને ભારતનું નામ મેડલની યાદીમાં સામેલ થયું. પરંતુ 70ના દશકા બાદ હોકીમાં પણ ભારતની સ્થિતિ કમજોર પડવા લાગી. 1976માં ભારતીય હોકી ટીમ મેડલ જીત્યા વગર સ્વદેશ પરત ફરી હતી. તો મોસ્કોમાં ઘણા દેશઓ ભાગ ન લીધો જેથી ભારત ગોલ્ડ મેડલ જીતવામાં સફલ રહ્યું પરંતુ ત્યાર બાદ સતત ત્રણ ઓલિમ્પિકમાં 1984(લોસ એંજલસ), 1988 સોલ અને 1992(બાર્સિલોના) ઓલિમ્પિકમાં ભારત એક પણ મેડલ હાંસલ ન કરી શક્યું.
તો બીજા વિશ્વયુદ્ધના કારણે 1940 અને 1944માં ઓલિમ્પિક રમતોસ્વસનું આયોજન થયું ન હતુ. 1952માં હેલંસિકીમાં પ્રથમ વખત ભારતે બે મેડલ જીત્યા હતા. હોકી ટીમે હોલેન્ડને 6-1થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે કે.ડી. જાઘવે કુશ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 1956ના મેલબર્ન ઓલિમ્પિકમાં પાકિસ્તાનને 1-0થી હરાવી હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો પરંતુ તેના ચાર વર્ષ બાદ રોમ ઓલિમ્પિકમાં ભારત પાડોશી દેશ પાકિસ્તાન સામે સમાન અંતરથી હાર્યું હતુ. આ પહેલો અવસર હતો જ્યારે ભારતને ઓલિમ્પિકમાં પ્રથમ વખત સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો હતો.
જોકે, 1964ની ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે તેના કટ્ટર હરિફ પાકિસ્તાનને ફાઈનલમાં હરાવી ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. પરંતુ ત્યાર બાદની બંને ઓલિમ્પિકમાં ભારતને હોકીમાં બ્રોન્ઝ મેડલથી જ સંતોષ કરવો પડ્યો હતો. માંટ્રિયલ ઓલિમ્પિકમાં પણ ભારત હોકીમાં મેડલ જીતી શક્યું ન હતુ. ત્યારે ભારત પોઈન્ટે ટેબલમાં છઠ્ઠા ક્રમ પર રહ્યું હતુ. જેથી ત્યાર બાદની ત્રણેય ઓલિમ્પિકમાં ભારતને મેડલ વગર સ્વદેશ પરત ફરવું પડ્યું.
લગભગ ચાર દશકા બાદ વ્યક્તિગત સ્પર્ધામાં લિએન્ડર પેસે 1996ની એટલાન્ટા ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ફરી ઓલિમ્પિકમાં તિરંગો લહેરાવ્યો. એટલાન્ટા ઓલિમ્પિકમાં પેસને વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી હતી.
પહેલા જ મુકાબલાથી શાનદાર શરૂઆત કરનાર લિએન્ડરે પહેલા જ રાઉન્ડમાં અમેરિકાના ધુરંધર ખેલાડી રિચી રેનબર્ગને હરાવ્યો હતો. તેમજ ક્વાર્ટર ફાઈનલમાં જીત્યા બાદ લિએન્ડર પેસે તેની રમતથી ટેનિસ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
જોકે, સેમિફાઈનલમાં આન્દ્રે અગાસીએ પેસને એક પણ કપ આપી ન હતી અને 7-6, 6-3થી જીતી પેસ સાથે કરોડો ભારતીય દર્શકોની આશા પર પાણી ફેરવી નાંખ્યુ હતુ. જોકે, પેસે બ્રાઝિલના ફર્નાન્ડો મેલીજેનીને હરાવી ભારતને 4 દશકા બાદ વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
સિડની ઓલિમ્પિકમાં વેટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરીએ બ્રોન્ઝ મેડલ જીત્યો તો એથેન્સ ઓલિમ્પિક 2004માં શૂટર રાજ્યવર્ધન સિંહ રાઠૌરે સિલ્વર મેડલ જીત્યો હતો.
બીજિંગ ઓલિમ્પિક યાદગાર રહ્યો
એક ડ્રાઈવરના પુત્ર સુશીલ કુમારે બીજિંગ ઓલિમ્પિક 2008માં બ્રોન્ઝ મેડ જીતી પોતાના પિતાનું ગૌરવ વધાર્યા સહિત વિશ્વમાં ભારતની છાપ છોડવામાં સફળ રહ્યો. સુશીલે કાજાખસ્તાનના લિયોનિડ સ્પિરિડોનોવાને 3-1થી હરાવી ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે જ 56 વર્ષના ઓલિમ્પિક ઈતિહાસમાં ભારતે પ્રથમ વખત કુશ્તીમાં મેડલ જીત્યો હતો. આ સાથે જ 2010માં મોસ્કોમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી સુશીલે ભારતનો દબદબો જાળવી રાખ્યો હતો.
અભિનવ બિન્દ્રા
શૂટર અભિનવ બિન્દ્રાનું નામ ભારતીય ઈતિહાસમાં હંમેશા માટે સુવર્ણ અક્ષરોમાં અંકિત થઈ ગયું, જ્યારે અભિનવે 2008ની બીજિંગ ઓલિમ્પિક દરમિયાન ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યું. બિન્દ્રાએ 2008ની બીજિંગ ઓલિમ્પિકની 10 મીટર એયર રાઈફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી ઓલિમ્પિક ઈતિહાસની વ્યક્તિગત સ્પર્ધામાં ભારત તરફથી પ્રથમ ગોલ્ડ મેડલ હાંસલ કર્યું હતુ.
વિજેન્દર સિંહ
હેન્ડસમ અને લંબાઈ ધરાવતા વિજેન્દર સિંહ જ્યારે ભારત માટ બોક્સિંગમાં પ્રથમ ઓલિમ્પિક મેડલ જીત્યું ત્યારે ભારતીય મીડિયાએ વિજેન્દ્ર સિંહને એક ક્રિકેટરની જેમ લોકપ્રિય બનાવી દીધો. 2008ના બીજિંગ ઓલિમ્પિકમાં વિજેન્દરે ઈક્વેડોરના કાર્લોસ ગોંગારો મેર્કાડેને હરાવી બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યું હતુ. ગ્લેમરની દુનિયામાં છવાયા બાદ મિલાનમાં યોજાયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2009માં બ્રોન્ઝ મેડલ જીતી વિરોધીઓને વળતો જવાબ આપ્યો હતો.]]></content:encoded>
P.R
<!--endImage--> કેન્દ્રિય મંત્રીમંડળે ઓલિમ્પિક, રાષ્ટ્રમંડળ અને એશિયાઈ એશિયન ગેમ્સ સહિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર ખેલાડીને પ્રાત્સાહિત કરવા માટે 50 લાખ સુધીનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.જે ખેલાડી એકથી વધુ રમતમાં મેડલ જીતશે અથવા ટીમ ઈલવેન્ટ સહિત ચેમ્પિયનશિપમાં સફળ રહેશે તે ખેલાડી આ સન્માન માટે હક્કદાર રહેશે.
કેન્દ્રિય મંત્રાલયે જાહેરાત કરી છે કે, જો કોઈ ખેલાડી રાષ્ટ્રીય ખેલોમાં નવો રેકોર્ડ બનાવશે તો તે પણ આ સન્માનને હક્કદાર રહેશે. તેમજ મેડલ વિજેતા ખેલાડીના કોચને પણ સન્માનિત કરવામાં આવશે.
આ સન્માન સરકાર દ્વારા આપવામાં આવતા રોકડ પુરષ્કારોથી અલગ રહેશે.]]></content:encoded>
P.R
<!--endImage--> લંડન ઓલિમ્પિકમાં ભારત તરફથી મેડલ જીતવાના પ્રમુખ દાવેદાર ડબલ ટ્રેપ શૂટર રંજત સોઢીના કહેવા અનુસાર તે જ્યાં સુધી દેશ માટે ઓલિમ્પિક મેડલ નહીં જીતે ત્યાં સુધી તેની ઉપલબ્ધિઓ અધૂરી છે.
સોઢીના કહેવા અનુસાર ઓલિમ્પિક મેડલ જીવનભર તમારી સાથે રહે છે જેથી હું પણ આ સન્માન હાંસલ કરવા માગુ છું. ઓલિમ્પિક પહેલા ઈટાલીમાં તૈયારી કરી ચૂકેલા સોઢીને વજન ઓછુ કર્યા બાદ મજબૂત સ્કોર બનાવવાની આશા છે.
પંજાબના 33 વર્ષીય શૂટરે કહ્યું કે, મે ઓલિમ્પિક માટે ફિટનેસ હાંસલ કરવામાં તનતોડ મહેનત કરી છે. જેના માટે મે મારુ વજન પણ ઘટાડ્યું. આ સિવાય ઓલિમ્પિકમાં મોટી ટૂર્નામેન્ટમાં રમવાનો અનુભવ પણ કામ લાગશે. ગયા વર્ષ ડબલ ટ્રેપ શૂટિંગ રેન્કિંગમાં નંબર-1 પર પહોંચેલા સોઢીએ કહ્યુ કે, રેન્કિંગ બદલતી રહેશે પરંતુ હું હંમેશા નંબર-1 જ રહીશ. જ્યાં સુધી ઓલિમ્પિકમાં દેશના લોકોને મારી પાસેથી મેડલની આશા છે તો હું મારુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ.
એશિયાઈ અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર રંજત સોઝી ગયા વર્ષ સંયુક્ત અરબ અમીરાતમાં યોજાયેલા વિશ્વકપમાં ખિતાબ જાળવી રાખનાર પ્રથમ ભારતીય શૂટર છે.
ઉલ્લેખનીય છે કે, લંડન ઓલિમ્પિકમાં 11 ભારતીય શૂટર્સ ક્વોલિફાઈ થયા છે. જેમાં 7 પુરુષ અને 4 મહિલા છે.
મેન્સ શૂટર્સ
1. અભિનવ બિન્દ્રા (10 મીટર એર રાઈફલ)
2. જોયદીપ કર્માકર (50 મીટર રાઈફલ પ્રોન)
3. વિજય કુમાર (25 મિટર રેપિડ ફાયર પિસ્ટલ)
4. ગગન નારંગ (10 મીટર એર રાઈફલ- 50મી રાઈફલ 3 પોઝિસન્સ)
5. સંજીવ રાજપૂત (50મી રાઈફલ 3 પોઝિસન્સ)
6. માનવજીત સિંહ સંદ્દુ(ટ્રેપ)
7. રોંજત સોઢી(ડબલ ટ્રેપ)
મહિલા શૂટર્સ
1. શગૂન ચૌધરી (ટ્રેપ)
2. રાહી સરનોબત (25મી પિસ્ટલ)
3. હિના સિદ્ધુ (25મી રાઈફલ)
4. અન્નુરાજ સિંહ (10મી એર પિસ્ટલ)]]></content:encoded>
P.R
<!--endImage--> વિશ્વના સૌથી વૃદ્ધ મેરેથોન દોડવીર ફૌજાસિંહ શનિવારે ઓલિમ્પિક મશાલ લઇને લંડનના માર્ગો પર દોડ્યા હતા.
ઓલિમ્પિક મશાર રિલેમાં દર્શકોના ભારે સમર્થન વચ્ચે સફેદ પોશાક અને સફેદ પાઘડી પહેરીને નીકળેલા ભારતના ૧૦૧ વર્ષીય ફૌજાએ જ્યારે મશાલ હાથમાં લીધી ત્યારે શીખ સમુદાયના સેંકડો યુવાનોએ તેમની તસવીર લગાવેલી ટી-શર્ટ પહેરીને તેમનો જુસ્સો વધાર્યો હતો. આ દરમિયાન શીખોએ રિલે રૂટ પર ૧૬ જગ્યાએ લંગરનું પણ આયોજન કર્યું હતું. ફૌજા ઉપરાંત પૂર્વ ઓલિમ્પિયનોએ મશાલ રિલેમાં હાજરી આપી હતી. શનિવારે સાત દિવસીય મશાલ રિલેનો પહેલો દિવસ હતો. પ્રથમ દિવસે કુલ ૧૪૩ લોકોએ આ રિલેમાં ભાગ લીધો હતો. જેમાં સૌથી યુવાન ૧ર વર્ષીય ચેસ્ટર ચેમ્બર હતી.
૧૯૧૧માં પંજારમાં જન્મેલા ફૌજાએ ખુદને વ્યસ્ત રખવાના ઇરાદાથી ૮૬ વર્ષની ઉંમરે દોડવાનું શરૂ કર્યું હતું. આ બાદ તેમણે પોતાના નામે કેટલાય રેકોર્ડ કર્યા છે. ફૌજા ૬ વાર લંડન મેરેથોન, બે વાર કેનેડા મેરેથોન અને એકવાર ન્યૂયોર્ક મેરેથોનમાં ભાગ લઇ ચૂક્યા છે. તેઓ ૮ વર્ષ અગાઉ એથેન્સમાં પણ ઓલિમ્પિક મશાલ લઇને દોડ્યા હતા.]]></content:encoded>