રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : સોમવાર, 15 જૂન 2020 (11:00 IST)

રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે, તે માત્ર એક અફવા જ છે: વિજય રૂપાણી

રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશીયલ મીડિયામાં અને લોકોમાં  જે વાતો ચાલે છે તે માત્ર એક અફવા જ છે. રાજ્ય સરકાર લોકડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ  પણ વિચારણા કરતી નથી તેમ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને આવી અફવાઓથી ગેરમાર્ગે  દોરવાઈ ના જવાની અપીલ કરી છે. 
 
રાજ્યના નાગરિકોને આવી  ખોટી અફવાઓથી ગેરમાર્ગે ના દોરવાઈ જવાની અપીલ કરતા એમ પણ કહ્યું છે કે  તા. 1 જૂનથી અનલૉક  થવાને કારણે રાજ્યમાં જન જીવન પૂર્વવત થવા માંડ્યું છે. ઉદ્યોગ ધંધા રોજગાર અને આર્થિક વાણિજ્યિક ગતિવિધિઓ પણ હવે ધબકતી થવા માંડી છે ત્યારે લોકડાઉન ફરી લાગુ કરવા અંગે  રાજ્ય સરકારની  કોઈ જ વિચારણા નથી.
 
કોરોના સાથે કોરોના સામે જીવન જીવવાની સાથે રોજ બરોજની ગતિવિધિઓ હવે સામાન્ય થઈ છે ત્યારે ફરીથી લોકડાઉન આવશે તેવી ખોટી અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે પણ જરૂરી છે.