રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 21 જૂન 2023 (12:12 IST)

ICC Rankings: ટીમ ઈંડિયા પાસેથી છિનવાશે નંબર એકનુ સ્થાન, દુનિયા પર હવે આ ટીમનુ રહેશે રાજ

Team India latest ranking
ICC Test Rankings: એશેજ સીરીઝના પહેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાઈ ટીમે ઈગ્લેંડ વિરુદ્ધ 2 વિકેટથી ધમાકેદાર જીત મળવી. આ છેલ્લા બે અઠવાડિયામાં ઓસ્ટ્રેલિયાની બીજી શાનદાર જીત છે. પહેલા આ ટીમે ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશિપની ફાઈનલમાં 209 રનથી માત આપીને જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે આઈસીસીની ટેસ્ટ રૈકિંગમાં ઓસ્ટ્રેલિયા ટીમ બીજા નંબર પર છે.  પરંતુ સતત બે જીત બાદ આ ટીમનુ નંબર વન બનવુ નક્કી છે. બીજી બાજુ લાંબા સમયથી નંબર એક પર વિરાજમાન ટીમ ઈંડિયાની ખુરશી છીનવાશે. 
 
ટીમ ઈંડિયા પાસેથી છિનવાશે નંબર એકનો તાજ
 
તમને જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ટીમ ઈન્ડિયા 121 રેટિંગ પોઈન્ટ સાથે નંબર વન પર હતી. અને ઓસ્ટ્રેલિયાની ટીમ 116 પોઈન્ટ સાથે નંબર 2 પર છે. જો કે આ મેચ બાદ ICCએ હજુ સુધી ટીમ રેન્કિંગ અપડેટ કરી નથી. પરંતુ હવે એ નિશ્ચિત છે કે ઓસ્ટ્રેલિયા ભારતને પાછળ છોડીને નવી નંબર વન ટીમ બનશે. ડબલ્યુટીસી અને એશિઝની પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ જ્યાં ઓસ્ટ્રેલિયન ટીમ પોઈન્ટ્સમાં વધારો કરશે ત્યાં ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડને હારની કિંમત ચૂકવવી પડશે.
 
ઈગ્લેંડ પણ થશે નુકશાન 
ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડની ટીમ 114 પોઈન્ટ સાથે રેન્કિંગ ટેબલમાં ત્રીજા નંબર પર છે. પરંતુ પ્રથમ એશિઝ ટેસ્ટ બાદ તેના પોઈન્ટ પણ કપાશે. જોકે, ઈંગ્લેન્ડના નંબર 3 રેન્કિંગ પર કોઈ મોટો ખતરો નથી. ચોથા નંબર પર બેઠેલી દક્ષિણ આફ્રિકાની ટીમના 104 પોઈન્ટ છે. અને ન્યુઝીલેન્ડ 100 પોઈન્ટ સાથે પાંચમા નંબર પર છે. પરંતુ રેન્કિંગ અપડેટ થયા બાદ સૌથી મોટો ફેરફાર માત્ર પ્રથમ બે સ્થાન પર જ જોવા મળશે. ઓસ્ટ્રેલિયન ટીમ 120 રેટિંગ પોઈન્ટને પાર કરે તે નિશ્ચિત છે, તો ટીમ ઈન્ડિયા 120થી નીચે જવું નિશ્ચિત છે.
 
રોમાંચક ટેસ્ટમાં જીત્યુ ઓસ્ટ્રેલિયા 
 
ઓસ્ટ્રેલિયા અને ઈગ્લેંડ વચ્ચે પહેલી એશેજ ટેસ્ટ ખૂબ જ રોમાંચક રહી. મુકાબલાના અંતિમ દિવસે ઈગ્લેંડે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 281 રનનુ ટારગેટ આપ્યુ હતુ. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ સૌથી વધુ 65 રનની રમત રમી. બીજી બાજુ ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર 36 રન બનાવીને આઉટ થયા. પણ મિડલ ઓર્ડરના ખેલાડી સારુ પ્રદર્શન કરી શક્યા નહી.  માર્નસ લાબુશેન 13 રન, સ્ટીવ સ્મિથ 6 રન, ટ્રેવિસ હેડ 16 રન, કૈમરૂન ગ્રીન 28 રન, એલેક્સ કૈરીએ 20 રનનુ યોગદાન આપ્યુ.  બીજી બાજુ સ્કૉટ બોલેંડ 20 રન બનાવીને આઉટ થયા. કપ્તન્ન પૈટ કમિસ અંત સુધી આઉટ થયા નહી.  તેમણે 44 રન બનાવીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી.