શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Modified: બુધવાર, 22 ઑક્ટોબર 2014 (14:13 IST)

આ દિવાળીએ આ 8 સહેલા ઉપાયોથી માતા લક્ષ્મીને ઘરે બોલાવો

દિવાળીનો પર્વ તંત્ર-મંત્રની દ્રષ્ટિથી અતિ મહત્વપુર્ણ માનવામાં આવે છે. દિવાળીના ધનતેરથી લઈને ભાઈબીજ સુધી પાંચ દિવસોમાં તમે કેટલાક સહેલા ઉપાયો દ્વારા મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકો છો. આ ઉપાયોને બધી રાશિયોના વ્યક્તિ કરી શકે છે. 
 
1. દિવાળીની રાત્રે સોના અથવા ચાંદીની લક્ષ્મી પ્રતિમાનુ પૂજન કરી તેને તમારી તિજોરીમાં સ્થાપિત કરો. તમારા ઘરે અખંડ લક્ષ્મીનુ આગમન થશે. 
 
2. દિવાળીની રાત્રે મા લક્ષ્મીના પૂજન સાથે તમારા કુળદેવતા અને પિતરોનુ પણ પૂજન કરો અને તેમને પણ યથાશક્તિ ભોગ અર્પણ કરો. 
 
3. તમારા ઘરમાં લક્ષ્મીનુ આહ્વાન કરવા માટે દિવાળી પર સ્ફટિકના શ્રીયંત્રની સ્થાપના કરો. 
 
4. દિવાળી પર વાલ્મિકી રામાયણના સુંદરકાંડનો પાઠ અને હવન કરો. ઘરમાં આવેલ દરિદ્રતા અને દુખ તરત દૂર થઈને સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે. 
 
5. દિવાળી ના દિવસે 3 અભિમંત્રિત ગોમતી ચક્ર, 3 પીળી કોડીયો અને 3 હળદરની ગાંઠને એક પીળા કપડામાં બાંધીને તમારી તિજોરીના સ્થાન પર મુકો. ઘનનુ આગમન શરૂ થશે. 
 
6. દિવાળીના દિવસે કમળગટ્ટા(કમળકાકડી)ની માળાથી મહાલક્ષ્મીના મંત્ર ૐ શ્રી હ્મીં શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્મીં શ્રી ૐ મહાલક્ષ્મયં નમ:" નુ ઓછામાં ઓછુ 108 વાર જપ કરો. તેનાથી જન્મકુંડળીમાં વિદ્યમાન દરિદ્રતા યોગ નષ્ટ થવો શરૂ થઈ જાય છે.  
 
7. દિવાળી પર પીપળ અથવા વટવૃક્ષનો છોડ લગાવવાથી અખંડ પુણ્ય મળે છે. આ છોડને નિયમિત રૂપે જળ પણ અર્પણ કરવુ જોઈએ અને તેની દેખરેખ કરવી જોઈએ. 
 
8. દિવાળીના દિવસે સફેદ આંકડાની જડથી બનેલ ગણપતિની પ્રતિમાને ઘરે લાવીને મા મહાલક્ષ્મીની સાથે તેમની પ્રતિમાની પૂજા કરવી જોઈએ.