શ્રી માતા લક્ષ્મીજીની પૌરાણિક કથા

W.DW.D

એક વાર સનતકુમારે બધા મહર્ષિ-મુનિયોને કહ્યુ કે - મહાનુભવો કાર્તિક અમાસના દિવસે સવારે સ્નાન કરીને ભક્તિપૂર્વક પિતર અને દેવપૂજન કરવું જોઈએ. તે દિવસે રોગી અને બાળક સિવાય અન્ય કોઈએ ભોજન ન કરવું જોઈએ. સાંજે વિધિપૂર્વક મંડપ બનાવીને તેને ફૂલ, પાંદડં, તોરણો વગેરેથે સુસજ્જિત કરવા જોઈએ. અન્ય બધા દેવતાઓનું પૂજન કરવું જોઈએ. પરીક્રમા કરવી જોઈએ.

મનિશ્વરોએ પૂછ્યુ - લક્ષ્મીની પૂજા સાથે બીજા દેવી દેવતાઓના પૂજનનું શુ મહત્વ છે. ત્યારે સનતકુમારજીએ કહ્યુ કે - લક્ષ્મીજી સમસ્ત દેવી-દેવતાઓ સાથે રાજા બલિને ત્યાં બંધક બની હતી. ત્યારે આજના દિવસે જ ભગવાન વિષ્ણુએ બધાને કેદમાંથી છોડાવ્યા. બંધન મુક્ત થતાં જ બધા દેવતાઓ લક્ષ્મીજીની સાથે જઈને ક્ષીરસાગરમાં ઉંધી ગયા.

તેથી હવે આપણે પોત-પોતાના ઘરમાં તેમના ઉંધવાનો એવો પ્રબંધ કરવો જોઈએ કે તેઓ ક્ષીરસાગર તરફ ન જઈને સ્વચ્છ સ્થાન અને કોમળ પથારી પર વિશ્રામ કરશે. જે લોકો લક્ષ્મીના સ્વાગતની તૈયારી ઉત્સાહ પૂર્વક કરે છે લક્ષ્મી તેમની પાસેથી કદી નથી જતી.

રાતના સમયે લક્ષ્મીજીનું પૂજન વિધિપૂર્વક કરવું જોઈએ. થોડી-થોડી મીઠાઈઓ નો નૈવેધ અર્પણ કરવો જોઈએ. દીવા સળગાવવા જોઈએ. દીપકને સર્વાનિષ્ટ કરવા જોઈએ.

રાજાનું કર્તવ્યુ છે કે નગરમાં ઢોલ વગાડીને બીજા દિવસે બાળકોને અનેક પ્રકારની રમતો રમવાની આજ્ઞા આપે . બાળકો કઈ કઈ રમતો રમી શકે છે તે પણ જાણવું જોઈએ. જો તેઓ આગ લગાડીને રમે છે અને તેમાંથી આગ નથી નીકળી રહી તો સમજવું જોઈએ કે આ વર્ષે ભયંકર દુકાળ પડશે.

કલ્યાણી દેશમુખ|
જો બાળકો દુ:ખ પ્રકટ કરે તો દુ:ખ અને સુખ પ્રગટ કરવાથી સુખની પ્રાપ્તિ થશે. જો તેઓ એકબીજા સાથે લડે તો રાજ યુધ્ધ થવાની શક્યતાછે. બાળકો રડે તો અનાવૃષ્ટિ. જો તેઓ ઘોડો બનીને રમે તો માનવું જોઈએ કે બીજા રાજ્ય પર વિજય થશે. જો બાળક લિંગ પકડીને ક્રીડા કરે તો વ્યાભિચાર ફેલાશે. જો તેઓ અન્ન- જળ ચુસે તો અકાળ પડશે.


આ પણ વાંચો :