શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દશેરા
Written By
Last Updated : શનિવાર, 12 ઑક્ટોબર 2024 (09:30 IST)

Dussehra 2024 Date : દશેરા ક્યારે છે 12 કે 13 ઓક્ટોબર ? જાણો શુભ મુહુર્ત અને મહત્વ

dussehra
dussehra
 Dussehra 2024 Kyare Che : દશેરાનો તહેવાર એટલે કે વિજયાદશમી અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે દશેરાની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે. દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. આ વર્ષે દશેરા 12 ઓક્ટોબર અથવા 13 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ અંગે લોકોના મનમાં મૂંઝવણ છે. દશેરાનો તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. અશ્વિન શુક્લ પક્ષ દશમીના દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો અને માતા સીતાને તેની કેદમાંથી મુક્ત કરાવ્યા હતા. ત્યારથી દશેરાનો તહેવાર દર વર્ષે ઉજવાય છે. આ દિવસે રાવણ સાથે જ કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનુ દહન કરવામાં આવે છે. આવો જાણીએ દશેરાની ડેટ, દશેરા પર ક્યા શુભ યોગ બને રહ્યા છે.  આ દિવસે રાવણ સાથે જ કુંભકર્ણ અને મેઘનાદના પુતળાનુ દહન પણ કરવામાં આવે છે. આવો જાણીએ દશેરાની ડેટ, દશેરા પર કયા શુભ યોગ બની રહ્યા છે અને સાથે જ આ તહેવારનુ મહત્વ. 
 
 
દશેરા કે વિજયાદશમી ક્યારે છે 
પંચાગ મુજબ અશ્વિન શુક્લ દશમી તિથિ 12 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગીને 58 મિનિટથી શરૂ થશે અને 13 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગીને 8 મિનિટ સુધી રહેશે. દશેરાનો તહેવાર ખરાબ પર સારાની જીત, અન્યાય પર ન્યાયની જીતનુ પ્રતિક છે.  આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો. દશેરાના દિવસે રાવણ દહનનુ વિશેષ મહત્વ છે.  
 
દશેરા પર બની રહ્યા છે શુભ યોગ 
આ વર્ષે દશેરા પર એટલે કે 12 ઓક્ટોબરના રોજ ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ આપના બધા કાર્યો સફળ બનાવશે.  12 ઓક્ટોબરના રોજ દશેરાના દિવસે રવિ યોગ આખો દિવસ રહેશે. જેનાથી દરેક પ્રકારના દોષ દૂર થશે. સવારે 6 વાગીને 19 મિનિટથી રાત્રે 9 વાગીને 8 મિનિટ સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે.  આ યોગમાં કરવામાં આવેલ કામોના સફળ થવાની શક્યતા ખૂબ વધુ હોય છે. દશેરા પર શસ્ત્ર પૂજાનો શુભ સમય બપોરે 2 વાગીને 3 મિનિટથી બપોરે 2 વાગી ને 49 મિનિટ સુધી છે.