મુખ પૃષ્ઠ  મનોરંજન  બૉલીવુડ  નવી ફિલ્મો
 
ઝૂમ બરાબર ઝૂમ ગાજ્યા મેઘ વરસ્‍યા નહીં
સમય તામ્રકર

નિર્માતા - આદિત્ય ચોપડા
નિર્દેશક - શાદ અલી
સંગીત - શંકર-અહસાન-લૉય
ગીત- ગુલઝાર
કલાકાર - અભિષેક બચ્ચન, પ્રીતિ જિંટા, બૉબી દેઓલ, લારા દત્તા.

બે અજાણ્યા રેલવે સ્ટેશન પર બેસીને પોત પોતાના મંગેતરની રાહ જોતાં હોય છે. ગાડી બે કલાક મોડી છે. સમય પસાર કરવા માટે બંને વચ્ચે વાતચીત શરું થાય છે અને વાતવાતમાં બંને પોતપોતાની પ્રેમ કથા એકબીજાને સંભળાવે છે. આ દરમિયાન જ બંને એક બીજા પ્રત્યે આકર્ષિત થવા માંડે છે. જેટલી આ વાર્તા વાંચવામાં રોચક લાગે છે તેટલું જ આનું ફિલ્મી રુપાંતરણ ખરાબ છે.

નિર્દેશક શાદ અલીની પાસે એક સારો વિચાર હતો પણ તેને એ સારી રીતે વિકસાવી ન શક્યા. સ્ટોરીના પહેલા ભાગમાં જ એટલા અટવાયેલા રહ્યાં કે ઈંટરવલ સુધી સ્ટોરી આગળ જ નથી વધી શકતી.

બંને અજાણ્યાઓની પ્રેમ કથા એટલી બોરિંગ છે કે દર્શકોને ફિલ્મમાં રસ ઓછો થવા માંડે છે. અભિષેક અને લારાની કથામાં બહુ બધા અંગ્રેજી અને ફ્રેંચ શબ્દ છે અને એમના ઉચ્ચારણ એટલા અસ્પષ્ટ છે કે કેટલાય સંવાદમાં શું બોલે છે તેની ખબર જ નથી પડતી. પ્રીતિ અને બૉબીની પ્રેમકથા, અભિષેક અને લારાની પ્રેમકથા કરતાંથી પણ વધું બોર છે. આ પ્રેમકથાઓમાં નિર્દેશકે હઁસાવવાની કોશિશ કરી છે પણ હઁસવાને બદલે રડું આવે છે.

ઈંટરવલ પછી જ્યારે એવી ખબર પડે છે કે બંને એકબીજાને બેવકૂફ બનાવી રહ્યાં છે, ત્યારે લાગે છે કે ફિલ્મ થોડી જીવંત બનશે. પણ શાદ અલી ખાન અહીં ફરી એકવાર માર ખાઈ ગયા. જ્યારેકે આ મોડ પર ફિલ્મને સુધારવાનો અવસર હતો ફિલ્મનો અંત પણ બહુ મામૂલી રુપે કરવામાં આવ્યો.કદાચ નિર્દેશક પાસે સમય પૂરો થયો હતો અને કેવી પણ રીતે તેમણે ફિલ્મ પૂરી કરવાની હતી.

શાદ અલી એક સારા નિર્દેશક છે પણ વધું સારું કરવાના ચક્કરમાં તે ગડબડ કરી દે છે. તે કલાકારો પાસેથી સારો અભિનય કરાવે છે. તેમનામાં કલ્પનાશીલતા છે પણ સ્ટોરી કહેવામાં એ કંઈક ભૂલી ગયા છે. તેમની પર બંટી અને બબલીનો પણ ભાર છે. બેકગ્રાઉંડ મ્યુઝિકમાં તેમણે જૂના ગીતોનો સારો ઉપયોગ કર્યો છે. ઉત્તર ભારત જોડે તેમને વધુ પ્રેમ છે. બંટી અને બબલીની જેમ તેમણે આ ફિલ્મમા પણ દેશના આ ભાગને બતાવ્યો છે.

અભિષેક બચ્ચનનો અભિનય સારો છે. એક પંજાબી છોકરાના પાત્રને તેમને સરસ રીતે પરદાં પર કંડાર્યું છે. તેમનામાં આત્મવિશ્વાસ ભરેલો છે. પ્રિટી જિંટાએ પણ અભિષેકનો સાથ સારી રીતે નિભાવ્યો છે.પણ લારા દત્તા મેદાન મારી જાય છે. લારાને પણ અભિનય કરતાં આવડે છે તે તેણે આ ફિલ્મ દ્વારા બતાવી દીધુ છે. આ તેની અત્યાર સુધીની ભૂમિકાઓમાં શ્રેષ્ઠ છે. તેને પોતાના પાત્રના દરેક રંગને ખૂબ સારી રીતે જીવંત બનાવ્યું છે. સ્ટીવસિંહના રુપમાં બૉબી ખરાબ લાગ્યાં. પણ સત્તુનાં રુપમાં તે સારા લાગ્યાં. અમિતાભ બચ્ચન વચ્ચે વચ્ચે આવીને ગીત ગાય છે. આનાથી વધુ તેમને કશું નથી કર્યુ. કદાચ અભિષેકને કારણે જ તેમને આ અર્થ વગરની ભૂમિકા નિભાવી છે.

શંકર-અહસાન-લૉયનું સંગીત ઘૂમ ઘડાકાથી ભરેલું છે. 'ઝૂમ બરાબર ઝૂમ ' અને 'ટિકિટ ટૂ બોલીવુડ' હાલમાં ખૂબ લોકપ્રિય છે. હબીબ ફૈજલના સંવાદ ઉત્તમ છે. ખાસ કરીને અભિષેક અને પ્રિતી વચ્ચેની વાતચીતમાં તેમનો સંવાદ ઉત્કંઠા વધારનારો છે.

'ઝૂમ બરાબર ઝૂમ' માં દર્શક ઝૂમવાને બદલે થાકીને બહાર આવે છે. અઢી કલાકની આ ફિલ્મ તેને પાંચ કલાકની લાગે છે
ઘણું બધુ
'ધ ટ્રેન' ટાઈમપાસ યાત્રા
ચેન કુલી કી મેન કુલી
ઝૂમ બરાબર ઝૂમ
ફિલ્મ - રામ ગોપાલ વર્મા કે શોલે
લાઇફ મેં કભી-કભી