મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > નવી ફિલ્મો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અજય દેવગનની "હલ્લા બોલ" રિલિઝ
આ ફિલ્મમાં તેઓ એંગ્રી યંગમેનની ભુમિકામાં જોવા મળશે
IFMIFM

અજય દેવગન રોમેંટીક હીરોના પ્રવાહમાં જોડાનારા અભિનેતા નથી. તેઓ સમાજને સંદેશો મળે તે પ્રકારની ફિલ્મો કરી રહ્યાં છે અને હવે તેઓ હલ્લા બોલ સાથે હલ્લો મચાવવા આજે શુક્રવારથી દેશ-વિદેશના દરેક સિનેમાગૃહમાં આવી ગયા છે.

હાલમાં બોલીવુડમાં રોમેન્ટિક અને કોમેડી ફિલ્મનો પ્રવાહ ચાલી રહ્યો છે. જ્યારે અજય દેવગનનો તેમાં સમાવેશ થતો નથી. તેઓ આ પહેલાં ગંગાજલમાં દમદાર ભુમિકા ભજવી હતી અને હવે તેઓ હલ્લા બોલમાં આ જ પ્રકારની ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેઓ એંગ્રી યંગમેનની ભુમિકામાં જોવા મળશે. આમ ઈન્ડસ્ટ્રીને 21મી સદીનો એંગ્રી યંગમેન મળ્યો છે.

હલ્લા બોલમાં અજય આ જ પ્રકારનો સંદેશો આપી રહ્યાં છે. સમાજ જાતે બદલાય નહીં પરંતુ તેને તમારે જ બદલવો પડશે અને તેના માટે જરુર પડે તો તમારે હલ્લો પણ બોલાવવો જ પડશે. આ ફિલ્મમાં અજય એક સુપરસ્ટારનું પાત્ર ભજવી રહ્યાં છે, કે જે સમય જતાં દુર્ઘટનાનો શિકાર બને છે અને અંતે તેણે પણ સામાન્ય માનવીની જેમ દરેક પડકારોનો સામનો કરવો પડે છે. જો કે તેમ છતાં પણ તેઓ હલ્લા બોલના સંદેશા સાથે સફળ થઈ રહ્યાં છે.
ઘણું બધુ
ડોન મુથુસ્વામી:ડોન બન્યો સીધો-સાદો
રહસ્યમય "સંડે"
વર્ષ 2008માં પ્રદર્શિત થનારી ખાસ ફિલ્મો
આજના હનુમાન
હલ્લા બોલ-સુપરસ્ટાર બનવાનો જીવન સંઘર્ષ
રામા-રામા ક્યા હૈ ડ્રામા