રેડિયો

નિર્માતા - રવિ અગ્રવાલ નિર્દેશક - ઈશાન ત્રિવેદી સંગીતકાર - હિમેશ રેશમિયા કલાકાર - હિમેશ રેશમિયા, શહનાઝ ટ્રેઝરીવાલા, સોનલ સહેગલ, જાકિર હુસૈન, રાજેશ ખટ્ટર વિવાન(હિમેશ રેશમિયા) એક સફળ આરજે છે અને મુંબઈના એક રેડિયો સ્ટેશન પર કામ કરે છે. વિવાન પાસે ધન, પ્રસિધ્ધિ બધુ જ છે, પરંતુ તેનુ લગ્ન જીવન અસફળ રહ્યુ. પૂજા (સોનલ સહેગલ)સાથે તેના છુટાછેડા થઈ ચૂક્યા છે. છુટાછેડાનુ કારણ તેમની વચ્ચે પ્રેમ નહોતો એવુ નથી પરંતુ વિવાનની લાઈફ સ્ટાઈલ જવાબદાર છે. ઝડપથી દોડતી જીંદગીને કારણે પૂજાને વિવાન પૂરતો સમય નહોતો આપી શકતો જેને કારણે બંનેયે છુટા થવુ યોગ્ય સમજ્યુ. વિવાનની સૂની જીંદગીમાં શનાયા (શેનાજ ટ્રેઝરીવાલા)નામની એક સુખદ લહેર આવે છે. શનાયા વિશે વિવાન પૂજાને પણ વાત કરે છે. વિવાનની આંખોમાં પૂજા શનાયા પ્રત્યે પ્રેમને વાંચી લે છે અને એ બંનેને જોડવાનુ કામ કરે છે. શનાયા પ્રત્યે વિવાનનો વ્યવ્હાર ધીરે ધીરે બદલવા માંડે છે. એ તેની સાથે અને તેના પરિવાર સાથે નિકટતા વધારવાના પ્રયત્નો કરે છે. વિવાનના દિલમાં પૂજા પ્રત્યે પણ સોફ્ટ કોર્નર છે, પરંતુ એ પોતાનુ જીવન શનાયા સાથે વિતાવવા માંગે છે. શુ શનાયા વિવાનના પ્રેમને સ્વીકારશે ?શુ પૂજા આ બધુ વિવાનનુ દિલ જીતવા માટે કરી રહી છે ?વિવાન કોણે પ્રેમ કરે છે ?જાણવા માટે જુઓ 'રેડિયો'