'તુમ મિલે'ની સ્ટોરી

નિર્માતા : મુકેશ ભટ્ટનિર્દેશક : કુણાલ દેશમુખ ગીત : સઈદ કાદરી, કુમાર સંગીત : પ્રીતમ કલાકાર : ઈમરાન હાશમી, સોહા અલી ખાન, મંત્ર, રિતુરાજ, સચિન ખેડેકર '
તુમ મિલે' વાર્તા છે બે પ્રેમીઓના ફરી મળવાની, જેમનો 6 વર્ષ પહેલા બ્રેકઅપ થઈ ગયો હતો. 26 જુલાઈ 2005ના દિવસે મુંબઈમાં મુશળધાર વરસાદ થયો હતો અને ચારેબાજુ પાણી જ પાણી હતુ. ચારેબાજુ ભયાનક દ્રશ્ય હતુ. આવા સમયે બંને સાથે રહીને મુસીબતોનો સામનો કરે છે. ફિલ્મની વાર્તા અતીત અને વર્તમાનમાં છલાંગ લગાવતી રહે છે. 6 વર્ષ પહેલા બંનેને પ્રેમ થયો હતો. તેના સ્વભાવ વચ્ચે અંતર જ આકર્ષણનું કારણ હતુ અને સમય પસાર થતા આ જ વાત તેમના જુદા થવા માટેનુ કારણ બને છે. વર્તમાનમાં તેઓ મુસીબત અને ભયનો સામનો મળીને કરે છે. શુ આ વિપદા તેમને એક વાર ફરી એક કરી દેશે ? જાણવા માટે જુઓ 'તુમ મિલે'.