રોબોટ ફિલ્મની ઓફર લઈને નિર્દેશક શંકર પહેલા શાહરૂખ ખાન પાસે ગયા હતા. કિંગ ખાનને સ્ટોરી ઘણી ગમી હતી અને તેઓ તૈયાર પણ થઈ ગયા હતા, પરંતુ થોડા દિવસો પછી બંને વચ્ચે મતભેદ થતા શંકરે આ ફિલ્મ તેમના ખાસ હીરો રજનીકાંતની સાથે બનાવી. જે તમિલમાં 'એધિરન' અને હિન્દીમા 'રોબોટ' નામે રજૂ થવા જઈ રહી છે. દક્ષિણ ભારતમાં રજનીકાંતના મુકાબલે કોઈ સુપરસ્ટાર ન અથી અને હિંદી ભાષી દર્શકોને આકર્ષિત કરવા માટે ફિલ્મમાં નાયિકાના રૂપમાં એશ્વર્ય રાયને લેવામાં આવી છે. ફિલ્મના સ્પેશ્યલ ઈફેક્ટસના વિશે કહેવાય રહ્યુ છે કે ભારતીય ફિલ્મમાં આ પ્રકારની ઈફેક્ટ્સ પહેલીવાર જોવા મળશે. ફિલ્મને ભવ્ય બનાવવામાં કોઈ કસર નથી છોડવામાં આવી અને આનુ બજેટ 150 ક્રોડ રૂપિયા બતાવાય રહ્યુ છે.