નવી ફિલ્મો | ફિલ્મ સમીક્ષા | કલાકારોની પ્રોફાઇલ | સમાચાર/ગપસપ
મુખપૃષ્ઠ મનોરંજન  બોલીવુડ  ફિલ્મ સમીક્ષા > જોવા જેવી છે 'એ વેડનેસડે'
ફિલ્મ સમીક્ષા

P.R
નિર્માતા : અંજુમ રિઝવી, શીતલ ભાટિય
નિર્દેશક : નીરજ પાંડે
સંગીત : સંજય ચૌધરી
કલાકાર : નસીરુદ્દીન શાહ, અનુપમ ખેર, જિમી શેરગિલ, દિપક શાહ, આમિર બશીર.

ભારતમાં ધીરે ધીરે નવી વાર્તાઓ પર આધારિત ફિલ્મો પોતાની ઓળખ બનાવવા માંડી છે. આવુ છેલ્લા ઘણા શુક્રવારોથી સતત જોવા મળી રહ્યુ છે.
બે શુક્રવાર પહેલા 'ફૂંક', ગયા શુક્રવારે 'રોક ઓન' અને હવે 'એ વેડનેસડે'. આ ત્રણે ફિલ્મોમાં કોઈ પ્રખ્યાત કલાકાર નથી. આ ફિલ્મમાં તો નાયક છે તેની વાર્તા અને વિષય.

આ ફિલ્મનો પ્રોમો જોઈને એવુ ભ્રમ થઈ શકે છે એક આ ટ્રેનમાં થયેલા વિસ્ફોટ કે તાજેતરમાં રજૂ થયેલ ફિલ્મ 'મુંબઈ મેરી જાન'જેવી હશે, પરંતુ આ ફિલ્મમાં આતંકવાદ પુષ્ઠભૂમિ પર છે. ''એ વેડનેસડે' એક સામાન્ય માણસની અવસ્થા અને તેની તાકતની વાત કરે છે.

આ વર્ષે ઘણા પ્રતિભાશાળી નિર્દેશકોએ પોતાના કેરિયરની શરૂઆત કરી છે. રાજકુમાર ગુપ્તા (આમિર), કુણાલ દેશમુખ (જન્નત), અબ્બાસ ટાયરવાલા(જાને તૂ યા....જાને ના)અને આ યાદીમાં હવે નીરજ પાંડે ('એ વેડનેસડે') નુ નામ પણ જોડી લો.

P.R
'એ વેડનેસડે' મી વાર્તા છે એક બુધવારે મુંબઈમાં બપોરે 2 થી 6ની વચ્ચે થનારી ઘટનાઓની. આવી ઘટનાઓ જેમનો કોઈ રેકોર્ડ નથી. મુંબઈ પોલીસ કમિશ્નર પ્રકાશ રાઠોર (અનુપમ ખેર)ને ફોન આવે છે કે તેઓ ચાર વ્યક્તિઓને છોડી દે નહી તો મુંબઈની ઘણી જગ્યાઓએ તેણે બોમ્બ ફીટ કર્યા છે અને તેના દ્વારા તે વિસ્ફોટ કરી દેશે. પ્રકાશ પહેલા તો આ વાતને મજાકમાં ટાળે છે, પરંતુ પછી તેમણે શક થાય છે. એક બોમ્બ પોલીસ સ્ટેશનની સામે આવેલ પોલીસ હેડક્વાર્ટર પર પ્રકાશને મળે છે.

પ્રકાશ એ લોકોમાંથી નથી જે સરળતાથી હાર માની લે છે. તેઓ પોતાના શ્રેષ્ઠ સાથીઓની ટીમ બનાવે છે અને બધા સંસાધનોનો ઉપયોગ કરવાનો નિર્ણય કરે છે. તેઓ એક હૈંકરની પણ સેવાઓ લે છે જેથી ફોન કોલ્સ લગાવનારા અને તેમના સ્થાન વિશે જાણી શકાય.

સમય વીતતો જાય ક હ્હે, પરંતુ કોઈ ખાસ પરિણામ આવતુ નથી. છેવટે પ્રકાશ એ વ્યક્તિઓને છોડવાનો નિર્ણય કરે છે, પરંતુ ત્યારે ઘટનાક્રમમાં એક અનોખો વળાંક આવી જાય છે.

ફિલ્મની વાર્તા પ્રભાવશાળી છે. લેખક અને નિર્દેશક નીરજ પાંડેએ આને શ્રેષ્ઠ રીતે પડદાં પર રજૂ કરી છે. ફિલ્મ શરૂ થવાથી લઈને પૂરી થાય છે ત્યા સુધી દર્શકોને થિયેટરમાં જકડી રાખે છે. ઘણા ઉતાર-ચઢાવ આવે છે અને દરેક પગલે નવો પડકાર સામે આવે છે. દોઢ કલાકની આ ફિલ્મમાં ન તો કોઈ ગીત છે કે ન કોઈ મસાલો છે કે ન તો ફાલતૂના દ્રશ્યો.

P.R
ફિલ્મમાં બે શાનદાર અભિનેતાઓને એક સાથે જોવા એ એક આનંદપૂર્ણ લ્હાવો છે. નસીરુદ્દીન શાહએ પહેલા પણ ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે. તેમની યાદગાર ફિલ્મોને જ્યારે યાદ કરવામાં આવે તો તેમા 'એ વેડનેસડે'નુ નામ પણ જરૂર જોડાશે. ફિલ્મના અંતે જ્યારે તેઓ એક સામાન્ય માણસની વાત કરે છે તો તેમનો અભિનય વખાણવા લાયક છે.

નસીર જેવા કલાકારની સામે ઉભા રહીને અભિનય કરવો સહેલી વાત નથી, પરંતુ અનુપમ ખેરનો અભિનય બેજોડ છે. જિમીમાં પ્રતિભા છે, એ વાત આ ફિલ્મ દ્વારા સાબિત થાય છે. આમિર બશીર, ચેતન પંડિત, અને દીપલ શો સહિત બધા કલાકારોએ શાનદાર અભિનય કર્યો છે.