'ઝૂમ બરાબર ઝૂમ' અને 'પાર્ટનર'માં શાનદાર અભિનય કરવાને કારણે લારા દત્તાનું નામ ચર્ચામાં છે. લારાએ આ બંને ફિલ્મોમાં સુંદર અભિનય કરીને દર્શકોની સાથે-સાથે ફિલ્મ સમીક્ષકોનું દિલ પણ જીતી લીધુ છે. હવે લારાની ડિમાંડ વધી ગઈ છે.
નિર્દેશક સુધીર મિશ્રા 'દેવદાસ' બનાવવા જઈ રહ્યા છે. અને લારા દત્તાને તેમાં પારોની ભૂમિકા માટે પસંદ કરી છે. લારાને પસંદ કરવાનું કારણ બતાવતાં સુધીર મિશ્રા જણાવે છે કે તેમણે આ રોલ માટે એક એવી મહિલા જોઈએ જેનામાં પૂરો આત્મવિશ્વાસ હોય. અને લારા તે કસોટીમાં ખરી ઉતરે છે. તેમના કહેવા મુજબ તેઓ લારાને એક અલગ જ અંદાજમાં રજૂ કરશે.
આ ફિલ્મમાં દેવદાસની ભૂમિકા શાહની આહૂજા અને ચંદ્રમુખીનું પાત્ર સોહા અલી ખાન ભજવશે.
|