મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફિલ્મી ટીચરની આજ અને કાલ
સમય તામ્રકર

IFMIFM
ફિલ્મોમાં શિક્ષકને એક સામાન્ય અને તાકાતવાર વ્યક્તિ તરીકે બહુ ઓછા બતાવવામાં આવે છે. મોટાભાગની ફિલ્મોમાં એક શિક્ષકની પ્રતિભા ખૂબ જ લાચાર અને કમજોર વ્યક્તિ તરીકે બતાવવામાં આવે છે, જેમણે ઝભ્ભો-લેંધો પહેરેલો હોય, હાથમાં લાકડી હોય,ચશ્મા પહેર્યાં હોય, અને તૂટેલી ફૂટેલી સાઇકલ પર બેસીને આદર્શતાની વાતો કરતાં હોય અથવા તો એક નંબરના બેવકૂફ બતાવવામાં આવે છે.

મોટાભાગની ફિલ્મોમાં ટીચર અથવા પ્રોફેસર ભૂલકણાં જોવા મળશે. વિદ્યાર્થીઓ તેમને છેતરતાં રહે છે અને શિક્ષક હાસ્યાસ્પદ હરકતો કરે છે. મોટાભાગે ફિલ્મોમાં હાસ્ય દ્રશ્ય માટે શિક્ષકને યાદ કરવામાં આવે છે. શિક્ષક એક સામાન્ય વ્યક્તિ છે,પરંતુ સામાન્ય વ્યકતિના રૂપમાં તેમનું ચરિત્ર-ચિત્રણ ખૂબ જ ઓછું બતાવવામાં આવે છે.

આ ખૂબ જ આશ્ચર્યની વાત છે કે અધ્યાપકની ભૂમિકા અમિતાભે ઘણીવાર કરી છે. 'મોહબ્બતે' માં તે ગુરૂકુળના આચાર્યના રૂપમાં જોવા મળ્યાં, જે ખૂબ જ કડક અનુશાસન પ્રિય છે. હસવાનું તો જાણે તેમને આવડતું જ નથી. શાહરૂખખાન અને અમિતાભના ખેંચતાણને આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.

'મેજરસાબ'માં અમિતાભે મેજર જસબીર રાણાના રૂપે કેડેટ્સને દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપવાનું પ્રશિક્ષણ આપે છે.'ક્સમે વાદે' માં પ્રોફેસરની ભૂમિકા નિભાવી છે. અને તેમણે સર્વશ્રેષ્ઠ ભૂમિકા બ્લેકમાં નિભાવી છે.દેવરાજ સહાયના રૂપમાં તેમને આંધળી-બહેરી છોકરી મિશેલને શિક્ષિત કરવાની ભૂમિકા બેહદ પ્રશંસનીય છે.

એક એવા શિક્ષક જેની સામે મુશ્કેલભર્યો પડકાર છે પરંતુ જેને પોતાના પર વિશ્વાસ છે. તે મિશેલને શિખવવા રાત દિવસ મહેનત કરે છે. તેની જીંદગીમાં એવા ઘણા દિવસો આવે છે જ્યારે તે જજૂમે છે, ગુસ્સો કરે છે, દુ:ખી થાય છે પરંતુ હાર માનતો નથી. એવા ટીચરને સલામ કરવાનું મન થાય છે.

'મે હૂં ના' ફિલ્મમાં સુષ્મિતાસેનને ગ્લેમરસ શિક્ષકનો રોલ કર્યો હતો .ચાંદની ચોપડા બનીને જે રીતે તે વર્ગમાં ભણાવે છે તેનાથી વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસ કરવાની જગ્યાએ એકીટસે તેની તરફ જોઇને નિશાસા નાખે છે. વિદ્યાર્થીઓ ફક્ત ચાંદનીને જોવા માટે જ બેસે છે.

આ ફિલ્મમાં બધા અધ્યાપકોને નમૂનાના રૂપમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોઈ થૂંક ઉડાવે છે તો કોઈ એટલું બોલે છે કે થોભતાં જ નથી. અને કોઈ ભૂલકણાં છે.

સુષ્મિતા સેન કરતાં ગાયત્રી જોશીએ ફિલ્મ 'સ્વદેશમાં' ગીતાના રૂપમાં એક આદર્શ શિક્ષકની ભૂમિકા નિભાવી છે. તે સાધારણ રીતે રહે છે અને ગામડાંના બાળકોને ભણાવે છે. તેને પોતાની માતૃભૂમિ માટે પ્રેમ હતો અને આ પાત્ર જીવંત લાગતું હતુ.

'મુન્નાભાઇ એમબીબીએસ' માં મુન્નાભાઇ અને બોમન ઇરાનીની ખેંચતાણી રસપ્રદ હતી.જેસી અષ્ઠાનાના પાત્રમાં બોમને પ્રશંસનીય અભિનય કર્યો છે. મુન્નાભાઇની હરકતોથી અષ્ઠાના ખૂબ જ હેરાન થાય છે અને તેને કોલેજમાંથી કાઢવા માટે નવાં-નવાં તુક્કાઓ શોધે છે.

રાજકપૂર દ્રારા નિર્દેશિત 'મેરા નામ જોકર'માં ટીનએજના વિદ્યાર્થી પોતાની શિક્ષિકા સિમી ગ્રેવાલને કપડા બદલતાં જોઇ લે છે અને તેના પ્રેમમાં પડે છે.

થોડાં પાછળ ચાલીએ તો 'જાગૃતિ'નું નામ યાદ આવે છે. સત્યેન બોસ દ્રારા નિર્દેશિત આ ફિલ્મ વિદ્યાર્થી અને અધ્યાપકના સંબંધો પર પ્રકાશ નાખે છે. આ ફિલ્મનું એક ગીત 'આઓ બચ્ચો તુમ્હે દિખાયે ઝાઁસી હિન્દુસ્તાન કી' આજે પણ લોકોના મુખે રમતું રહે છે.

ઇમ્તિહાન ફિલ્મમાં બગડેલા વિદ્યાર્થીઓને સુધારવાની જવાબદારી વિનોદખન્નાએ ઉપાડી હતી.આ ફિલ્મમાં વિદ્યાર્થીઓ એટલા બદમાશ હોય છે કે પોતાના શિક્ષકના એક છોકરી સાથે આપત્તિજનક ફોટા પાડે છે અને તેને બ્લેકમેલ કરે છે. કાંઈક આવી જ ઘટના ફિરોજ ખાનની ફિલ્મ 'અપરાધ'માં હતી.

'સર'ના સર નસીરુદ્દીન શાહ ગેંગંવોરમાં અટવાઈ જાય છે. 'કોરા કાગઝ'માં શિક્ષકને દયનીય સ્થિતિમાં બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં પ્રોફેસર બનેલાં વિજય આનંદનું લગ્ન શ્રીમંત છોકરી જયા ભાદુડી સાથે થઈ જાય છે.

'ચુપકે-ચુપકે'માં અમિતાભ અને ધર્મેન્દ્ર બંને પ્રોફેસર હતાં. 'કુછ કુછ હોતા હૈ' અને 'શોલા ઓર શબનમ' જેવી ઘણી ફિલ્મોમાં ટીચરોની મજાક ઉડાવવામાં આવી છે. આમાં અનુપમ ખેર અને અર્ચના પૂરણસિંહ જેવા પ્રોફેસર હોય છે તેઓ ગાંડાની જેમ પ્રેમ કરે છે.
ઘણું બધુ
હવે લારા બનશે પારો
મુન્નાભાઈ અને સરકીટ વચ્ચે દુશ્મની !
ઓમાનમાં શશિ કપૂર ફિલ્મ ફેસ્ટિવલ
લોહાન અને બેસ્ટ છુટા પડ્યાં
સુધરી ગયા સેફ અલી
શર્ટ વગરના શાહરૂખ