'કુરબાની' જેવી ફિલ્મને ઠોકર મારી ચૂકેલી મલ્લિકા શેરાવતને સંજય છૈલે 'માંન ગયે મુગલે આઝમ'ને માટે સાઈન કરી લીધી છે. આ ફિલ્મમાં મલ્લિકાના નાયક બનશે રાહુલ બોસ. રાહુલ અને મલ્લિકાની જોડીને દર્શકોએ 'પ્યાર કે સાઈડ ઈફેક્ટસ'માં બહું પસંદ કરી હતી.
એવા પણ સમાચાર સાંભળવા મળ્યા છે કે પ્રીતિશ નંદી કમ્યુનિકેશને પણ મલ્લિકાને સાઈન કરી છે. 'અગલી એંડ પગલી'માં મલ્લિકા પાગલ બનશે. અહીં અગલીનો મતલબ બદસૂરત છે. આ ફિલ્મનો નાયક બદસૂરત હશે. રણવીર શૌરીને આ ફિલ્મમાં નાયક તરીકે પસંદ કરવાની શક્યતા છે.
મલ્લિકાના હાથમાં આ સમયે કોઈ ખાસ ફિલ્મ નથી. વધી રહેલી હરીફાઈથી તે ચિંતિંત છે અને વધુ ને વધુ ફિલ્મો સાઈન કરવા માંગે છે.
|