મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દર્શકો પસંદ નથી કરતા રીમેક ફિલ્મો

મુંબઇ (વાર્તા) બદલાતી પસંદ અને નખરા તથા જુના પડતા ફોર્મૂલાના કારણે જુની હિટ ફિલ્મોંના રીમેક દર્શકોને આકર્ષવામાં અસફળ સાબિત થઇ રહ્યા છે.

હાલમાં જ રિલીઝ થયેલી કેટલીક ફિલ્મોમાં 'શોલે'ની રીમેક 'રામગોપાલ વર્માની આગ' હોય કે 'ડોન', 'વિક્ટોરિયા નંબર 203 અને 'ઉમરાવ જાન'. આ ફિલ્મોએ ટિકીટ બારી પર પાણી નથી માગ્યું જ્યારે તેની ઓરિજંલ જુની ફિલ્મોએ સારી વાર્તા, ગીતો, અને સંગીત તથા બરાબર નિર્દેશનના કારણે ધૂમ મચાવી હતી.

ઇ.સ.1970ના દશકામાં આવેલી રમેશ સિપ્પીની શોલેને નવી ટેકનોલોજીની શરૂઆતી ફિલ્મ માનવામાં આવી હતી અને તેણે ગબ્બર સિંહના રોલમાં અમઝદ ખાનના રૂપમાં એક સારો અભિનેતા હિન્દી ફિલ્મ ઉધોગને આપ્યો હતો અને તેના સંવાદો લોકોના માથામાં લોક થઇ ગયા હતા.

જ્યારે રામગોપાલ વર્માની શોલેને વિવિધ કારણોથી થયેલા વિવાદના કારણે સારી એવી જાહેરાત થઇ ગઇ તેમછતાં પણ જુની શોલેની સામે તે બરોબરની ટક્કર ના લઇ શકી. લોકો આ ફિલ્મને એક વાર જોવાની પસંદ કરે છે જ્યારે જુની શોલેને તો આજે પણ લોકો જોવાનું પસંદ કરી રહ્યા છે.
ઘણું બધુ
મલ્લિકા બનશે પાગલ
ફિલ્મી ટીચરની આજ અને કાલ
હવે લારા બનશે પારો
મુન્નાભાઈ અને સરકીટ વચ્ચે દુશ્મની !
ઓમાનમાં શશિ કપૂર ફિલ્મ ફેસ્ટિવલ
લોહાન અને બેસ્ટ છુટા પડ્યાં