આ દિવાળીએ બોલીવુડને ત્રણ નવા કલાકારો મળવાના છે. સંજય લીલા ભંસાણીની ફિલ્મ 'સાઁવરિયા'ના દ્રારાઋષિ કપૂરનો પુત્ર રણબીર કપૂર અને અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર પોતાના કેરિયરની શરૂઆત કરી રહ્યા છે. ત્યાંજ ફરહા ખાનની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' ના દ્રારા દીપિકા પાદુકોણ બોલીવુડમાં આવી રહી છે.
દીપિકા પાદુકોણને તો અત્યારથી જ ભવિષ્યની સુપરસ્ટાર માનવામાં આવી રહી છે. આ સમયે ઓછી વયના કલાકોરોની ઉણપ છે. અને લાગે છે કે દીપિકા આ કમીને દૂર કરવામાં સફળ થશે.
દીપિકા પૂર્વ બેંડમિંટન ખેલાડી પ્રકાશ પાદૂકોણની છોકરી છે. દીપિકાને લઈને દર્શકોમાં ખાસકરીને યુવાનોમાં ખાસો ઉત્સાહ છે. ફિલ્મ ઉદ્યોગના નિર્માતા-નિર્દેશક પણ દીપિકાને સાઈન કરવા માટે ઉતાવળા છે, પણ દીપિકાને ફિલ્મ સાઈન કરવાની કોઈ ઉતાવળ નથી. તે 'ઓમ શાંતિ ઓમ' રજુ થયા પછી જ પોતાની યોજના બનાવશે.
|