'ઓમ શાંતિ ઓમ' ને વધુ સારી બનાવવા માટે નિર્દેશક ફરહા ખાને કોઈ કસર બાકી નથી મૂકી. આ ફિલ્મમાં દીપિકા પાદૂકોણ 70 ના દાયકાની હીરોઈન બની છે. તે સમયે રાજેશ ખન્ના અને સુનીલ દત્ત અને જિતેન્દ્રનો જમાનો હતો.
ફરહા ઈચ્છે છે કે દીપિકા આ નાયકોની સાથે ડાંસ કરતા અને ગીત ગાતી જોવા મળે. જેને માટે ફરહાએ વિશેષ ટેકનીકનો ઉપયોગ કર્યો અને હવે પરદા પર દીપિકા પાદુકોણ 70 ના દાયકાના નાયકો સાથે રોમાંસ કરતી જોવા મળશે. ફરહા ખાન આ મહાનાયકોને ફરી પરદા પર જોઈ પુષ્કળ ખુશ છે.
ફરહા ખાનના પતિ શિરીષે પણ પોતાની ફિલ્મ 'જાનેમન'ની શરૂઆતમાં આવા જ દ્રશ્યો મૂક્યાં હતા. જેમાં સલમાન ખાન એક પુરસ્કાર મેળવી રહ્યા છે અને તેમની આજુબાજુ 70 ના દાયકાના અભિનેતા હાજર હતા.
'ઓમ શાંતિ ઓમ' માં શાહરૂખ ખાન, દીપિકા પાદૂકોણ અને શ્રેયસ તલપદે મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યાં છે. ફિલ્મ 9 નવેમ્બરે પ્રદર્શિત થશે.
|