સમીર કર્ણિકની ફિલ્મો ભલે ફ્લોપ થઈ ગઈ હોય, પણ તેમની આવનારી ફિલ્મ 'હીરોજ' માં સલમાન ખાન, સની દેઓલ, અમ્ર્તા અરોરા, બોબી દેઓલ, સોહેલ ખાન, રિયા સેન અને મિથુન ચક્રવર્તી જેવા કલાકારો કામ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે સલમાન ખાન આ ફિલ્મમા નવા અંદાજમાં જોવા મળશે. સલમાન ખાને વિવિધ ભૂમિકાઓ પડદા પર નિભાવી છે પણ તેઓ કદી સરદાર નથી બન્યા. 'હીરોજ' માં તેઓ સરદારના રૂપમાં જોવા મળશે. સરદાર બનીને સલમાન ખૂબ ખુશ છે. તેમણે નકલી દાઢી લગાવવાને બદલે દાઢી વધારી છે. જેથી હકીકત જોવા મળે. સલમાનને વિશ્વાસ છે કે તેમના પ્રશંસક તેમને આ રૂપમાં જોવા માટે તૂટી પડશે.