પેજથ્રી ની સેલિબ્રિટીઝ અને કોર્પોરેટની દુનિયાના લોકોની પોલ ખોલ્યા પછી મધુર ભંડારકર ફેશન જગતના કુરૂપ ચહેરા પોતાની નવી ફિલ્મ 'ફેશન'માં બતાવવા જઈ રહ્યા છે. ફિલ્મમાં કંગના મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે.
પોતાની ફિલ્મને યથાર્થવાદી બનાવવા માટે મધુરે ફિલ્મમાં તે ઘટનાને મુકી છે જે ફેશન જગતમાં ચર્ચાનો વિષય બની હતી. બે વર્ષ પહેલા પ્રખ્યાત મોડલ કેરોલ ગ્રેશિયસનુ ટોપ ફેશન શો દરમિયાન રેમ્પ પર ખુલી ગયુ હતુ અને તેને લઈને ખૂબ હાહાકાર થઈ હતી. કહેવાય છે કે લોકપ્રિયતા મેળવવા જાણીજોઈને આવુ કરવામાં આવ્યુ હતુ.
મધુરે આ દ્રશ્ય કંગના પર શૂટ કર્યુ છે. કંગના ને આમ પણ બોલ્ડ દ્રશ્યોને કરવામાં કોઈ વાંધો નથી રહ્યો. ખબર છે કે મધુર ફક્ત પસંદગીના લોકોની વચ્ચે આ દ્રશ્યનુ શૂંટિગ કર્યુ હતુ. આ દ્રશ્ય મૂકવાથી મધુરને એક ફાયદો એ પણ થશે કે ફિલ્મ ચર્ચિત થઈ જશે અને લોકોનો ઉત્સાહ આ ફિલ્મ જોવા માટે વધી જશે.
|