સેલિના જેટલીને સુભાષ ઘાઈની ફિલ્મ મુક્તા આર્ટ પાસેથી કરવામાં આવેલો પાંચ ફિલ્મો માટેનો કરારનો લાભ મળી રહ્યો છે. આ અનુબંધને હેઠળ સેલિના ત્રીજી ફિલ્મ કરવા જઈ રહી છે.
પેઈંગ ગેસ્ટ નામની આ ફિલ્મમાં સેલિનાની સાથે શ્રેયસ તલપદે અને સુનીલ શેટ્ટી મુખ્ય ભૂમિકાઓ ભજવી રહ્યા છે. ફિલ્મમાં એક નાયક અને ત્રણ નાયિકાઓને પસંદ કરવી બાકી છે.
ફિલ્મની સ્ટોરી પાંચ મિત્રોની છે, જે એક સાથે દુબઈમાં રહે છે. સેલિના ફિલ્મમાં એવી છોકરીની ભૂમિકા ભજવી રહી છે જે ખૂબ જ મહત્વાકાંક્ષી છે. ફિલ્મની સ્ટોરી સેલિનાની આસપાસ ફરે છે, તેથી આ ફિલ્મ તેમની માટે મહત્વપૂર્ણ છે.
આ સમયે હાસ્ય ફિલ્મોની બોલબાલા છે, તેથી 'પેઈંગ ગેસ્ટ' માં પણ હાસ્ય પર જોર આપવામાં આવ્યુ છે. આમાં જોની લીવર, અસરાની, પેંટલ, જાવેદ જાફરી અને ચંકી પાંડે જેવા કલાકાર પણ જોવા મળશે. ફિલ્મને પારિતોષ પેંટરે લખ્યુ છે.
ફિલ્મનુ શૂંટિગ જલ્દી શરૂ થવાનુ છે અને આ ફિલ્મ ઓક્ટોબર સુધી રજૂ થવાની યોજના છે.
|