અભિનય સમ્રાટ કહેવાતા દિલીપકુમારને સુભાષ ઘઈએ પોતાની આગામી ફિલ્મ્માતે સાઈન કર્યા છે. દિલીપ કુમારનુ બોલીવુડમાં ફરી આગમન દર વર્ષ પછી થઈ રહ્યુ છે. તેમની છેલ્લી ફિલ્મ 'કિલા' 1998માં પ્રદર્શિત થઈ હતી.
સુભાષ ઘઈના નિર્દેશનમાં દિલીપ કુમાર પહેલા જ 'કર્મા', 'વિધાતા' અને 'સોદાગર' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. ઘઈ પોતાની આ ફિલ્મ 'મૈં યુવરાજ' પછી શરૂ કરશે. આ ફિલ્મમાં દિલીપ સિવાય હેમા માલિની અને વિનોદ ખન્ના પણ મુખ્ય ભૂમિકાઓ નિભાવશે.
દિલીપ કુમાર હાલ વધુ પોતાના ઘરમાં જ રહેવાનુ પસંદ કરે છે. પાર્ટી કે પુરસ્કાર સમારંભમાં ક્યારેક જ જોવા મળે છે. પટકથા પસંદ આવે તો જ ફિલ્મ કરવાનો સિધ્ધાંત પર તેઓ આજે પણ અડગ છે. ઘાઈની આ ફિલ્મમાં દિલીપ કુમારને અભિનય કરતા જોઈ તેમના પ્રશંસક જરૂર ખુશ થશે.
|