મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પોતાની ટીમમાં ઘોનીની ચાહત છે પ્રીતિને.

IFM
આઈપીએલ ક્રિકેટ લીગમાં મોહાલી ટીમને માટે બોલી લગાવીને જીતનારે પ્રીતિ જિંટા ખૂબ જ ખુશ છે. તે આને પોતાની જિંદગીના યાદગાર ક્ષણોમાંથી એક માને છે. પ્રીતિ ઉત્તર ભારતની છે તેથી તેમણે આ ટીમને પસંદ કરી. યુવરાજસિંહની પણ પ્રીતિ પ્રશંસક છે અને તે પ્રીતિની ટીમમાં રહેશે.

પ્રીતિ આને એક બિઝનેસના રૂપમાં લઈ રહી છે. તે આ વાત સ્વીકારે છે કે તેમને આ રમત વિશે વધુ જાણકારી નથી, પણ તેમની પોતાની ટીમ છે તેથી તે વધુ ધ્યાન આપી રહી છે.

આઈપીએલમાં પ્રીતિ એકલી છોકરી છે અને બની શકે કે તેનો સામનો શાહરૂખ ખાનની ટીમ સાથે થાય. શાહરૂખે કલકત્તાની ટીમ પસંદ કરી છે. જો આવુ થાય છે તો પડદાં પર પ્રેમ કરનારા શાહરૂખ-પ્રીતિ મેદાનમાં એક બીજાના દુશ્મન હશે.

પ્રીતિ પોતાની ટીમને મજબૂત બનાવવા માટે ખેલાડીઓને પસંદ કરવાની તૈયારીમાં લાગી છે. તે એકદિવસીય ક્રિકેટ ટીમમાં ભારતીય ટીમના સુકાની મહેન્દ્રસિંહ ધોનીને પોતાની ટીમમાં લેવા માંગે છે.

હારવુ પ્રીતિને પસંદ નથી. તે એવી ટીમ બનાવવા માંગે છે, જેનાથી પ્રતિદ્વંદ્વિ ટીમના હોશ ઉડી જાય.
ઘણું બધુ
દિલીપકુમારનું કમબેક
માર્ચમાં લગ્ન કરશે પ્રીતિ
પીવીઆરની વધુ એક ફિલ્મ
અજય દેવગન દીકરીનો ફેવરેટ હીરો
સેલિના બનશે 'પેઈંગ ગેસ્ટ'
કંગનાએ કેરોલ સાથે ઘટેલી ઘટના દર્શાવશે.