રાખી સાવંત અને તેમના બોયફ્રેંડ અભિષેક અવસ્થાના સંબધોમાં ખટાશ આવી ગઈ છે. બે-ત્રણ દિવસ પહેલા બંનેમાં ખૂબ જ ઝઘડો થયો.
રાખીએ વિવાદ પછી અભિષેકને પોતાના ઘરેથી ચાલ્યા જવાનું કહ્યુ અને અભિષેકની પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. હાલ અભિષેક પોતાના મિત્રના ઘરે રહે છે.
બંનેમાં ઝગડો થઈ ગયો છે એ વાતનો ખુલાસો હજુ થયો નથી, પણ સૂત્રોનુ કહેવુ છે કે રાખીને અભિષેક પર શક છે અને આ કારણે જ બંને છુટા પડ્યા છે. રાખી અને અભિષેકનો રોમાંસ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો હતો.
રાખી સાવંત અને અભિષેક એક બીજાને કેટલો પ્રેમ કરે છે, તે બતાવવાની તેઓ કોઈ તક છોડતા નહોતા. બંને દરેક જગ્યાએ સાથે જ જોવા મળતા હતા. રાખીના ઘરે જ અભિષેક રહેતો હતો. તાજેતરમાં યોજાયેલી 'નચ બલિએ 3'માં બંને જણાએ ભાગ લીધો હતો અને ઉપવિજેતા બન્યા.
|