મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
લગ્ન પછી એશ્વર્યા-અભિષેકનો પહેલો વેલેંટાઈન

IFM
અભિષેક અને એશ્વર્યાની જીંદગીમાં લગ્ન પછી પહેલો વેલેંટાઈન ડે આવ્યો છે, તેથી આ દિવસ બંને માટે મહત્વનો છે. બંને હાલ વ્યસ્ત છે. એક બાજુ એશ્વર્યાની ફિલ્મ 'જોધા અકબર' પ્રદર્શિત થવાની છે તો બીજી બાજુ અભિષેક જયપુરમાં 'દિલ્લી 6'ના શૂંટિગમાં વ્યસ્ત છે.

અભિષેક આ દિવસને સ્પેશ્યલ બનાવવા માંગે છે, તેથી તેમણે ફિલ્મ નિર્દેશક રાકેશ મહેરાને વિનંતી કરી કે તેમને બે દિવસની રજા આપવામાં આવે જેથી તેઓ મુંબઈ જઈને પોતાની પત્ની સાથે વેલેંટાઈન ડે ને યાદગાર બનાવી શકે.

રાકેશ મહેરા ના કેવી રીતે પાડી શકે ? તેમણે રજા આપી દીધી અને અભિષેક મુંબઈ પહોંચી ગયા. અભિષેકે આખા દિવસનો કાર્યક્રમ બનાવી લીધો છે. તેઓ 'જોધા અકબર' ના પ્રીમિયરમાં પણ હાજરી આપશે. અભિષેકનું કહેવુ છે કે આ ફિલ્મ જરૂર સફળ થશે.

એશ્વર્યાએ વિચાર્યુ પણ નહોતુ કે અભિષેક તેને માટે જયપુરનું શૂંટિગ છોડી મુંબઈ આવશે અને તેના વેલેંટાઈન ડેને યાદગાર બનાવશે.
ઘણું બધુ
બોલીવુડના પ્રેમ પંખીડા
મલ્લિકા હોલીવુડની ફિલ્મોમાં
રાખી અને અભિષેક છુટા પડ્યા !
ફરહાની હેટ્રિક
સેફે કરીના સાથે લગ્ન કર્યાની વાત નકારી
પોતાની ટીમમાં ઘોનીની ચાહત છે પ્રીતિને.