'નો એંટ્રી મેં એંટ્રી' આ નામ છે હિટ ફિલ્મ 'નો એંટ્રી' સીક્વલનું, જે નિર્માતા બોની કપૂર જલદીથી શરૂ કરવાના છે. હાલ, પટકથા પર કામ ચાલી રહ્યું છે.
સતત ફ્લોપ ફિલ્મ આપ્યા પછી બોનીની આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર સફળતા મેળવી હતી. આ ફિલ્મમાં સેલિના જેટલી, બિપાશા બાસુ, ઈશા દેઓલ, અનિલ કપૂર અને ફરદીન ખાને અભિનય કર્યો હતો.
હાસ્યથી ભરપૂર આ ફિલ્મ દર્શકોનુ મનોરંજન કરવામાં સફળ થઈ હતી. આની સફળતાએ જ બોની કપૂરને સીક્વલ બનાવવા માટે પ્રેરિત કર્યો. બોનીનુ કહેવુ છે કે આ ફિલ્મમાં બિપાશા સિવાય લગભગ એ જ કલાકારો જોવા મળશે. સલમાન ખાન તો આ ફિલ્મનું મુખ્ય પાત્ર છે.
બિપાશાનુ 'નો એંટ્રી' માં ન હોવુ એ ઘણા સવાલો ઉભા કરે છે. ફિલ્મનુ એ કેન્દ્ર પાત્ર હતી. સૂત્રોના મુજબ સલમાનને કારણે બિપાશાને બહાર થવુ પડ્યુ.
સલમાનને બિપાશાથી નહી, પણ એના બોયફ્રેંડથી તકલીફ છે, જેનુ પરિણામ બિપાશાને ભોગવવુ પડ્યુ. સલમાન અને જોનનું એક-બીજાને પસંદ નથી કરતા. કદાચ તેથી જ બિપાશાને એંટ્રી ન મળી.
|