અમદાવાદ(એજંસી) ભારતીય ઇતિહાસ પર બનાવેલી ડાયરેકર આશુતોષ ગોવારીકરની ''જોધા-અકબર''ને દેશભરના શહેરોમાં રાજપૂત સમાજના પ્રચંડ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ વિરોધ શરૂ થઇ ગયો છે. રવિવારે રાજપૂત સંગઠનના 150 જેટલા કાર્યકર્તાઓએ નરોડાના દેવી મલ્ટિપ્લેક્સ ખાતે હલ્લો બોલાવી એન્ટ્રી ગેટના ગ્લાસ તોડી નાખ્યા હતા અને ફિલ્મના પોસ્ટર પણ ફાડી નાખ્યાં હતાં. પછી આ કાર્યકરોએ નરોડા વિસ્તારની ગેલેક્સી ટોકીઝ પર તોડફોડ કરીને પથ્થરમારો કરતાં આ વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લાઠીચાર્જ કરી કાર્યકરોને વિખેરી નાખ્યા હતા અને હુમલો કરનારા ત્રણ કાર્યકરોની ધરપકડ કરી હતી.
કરણી સેનાના વિરોધને લઇને રાજસ્થાનના એક પણ સિનેમાઘરમાં આ ફિલ્મ પ્રર્દિશત થઇ શકી ન હતી, ત્યાં દેશના અન્ય શહેરોમાં રાજપૂત સમાજના કાર્યકરોના વિરોધના કારણે પ્રેક્ષકો સિનેમાહોલ સુધી જઇ શકતા નથી. આ ફિલ્મમાં ઇતિહાસને વિકૃત રીતે રજૂ કરવામાં આવ્યો હોવાનો દાવો કરીને રાજપૂત સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે. ફિલ્મ ''જોધા-અકબર''નો હાલમાં દેશભરમાં રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધની આગ ગઇકાલે શહેરના વિવિધ સિનેમાગૃહો સુધી પહોંચી ગઇ હતી. ''જોધા-અકબર''નો વિવાદ ? આશુતોષ ગોવારીકરની ''જોધા-અકબર'' મોગલ સમ્રાટ જલાલુદ્દીન અકબર અને રાજપૂત રાજકુમારી જોધા વચ્ચેના પ્રેમ પર આધારિત ફિલ્મ છે. અકબરે 157રમાં અમદાવાદ જીતી લીધું હતું. અમદાવાદ પછી સુરત જીતવાનો સંકલ્પ કર્યો હતો. અમદાવાદથી નીકળી ખંભાત થઈ 20મી ડિસેમ્બર 157રના રોજ વડોદરા પહોંચ્યા હતા. રાજપૂત સંગઠનોનું કહેવું છે કે, ગોવારીકરે જોધાબાઇને મોગલ સમ્રાટ અકબરની પત્ની તરીકે દર્શાવી છે જે ખોટું છે. કરણી સેનાના કહેવા મુજબ, ફિલ્મમાં બતાવાયું છે તેમ જોધાબાઇ આંબેરના રાજા ભરમલની પુત્રી ન હતી, પરંતુ તે મારવાડના રાજા ઉદયસિંહની પુત્રી હતી, જેનાં લગ્ન અકબરનાં પુત્ર સલીમ ઊર્ફે જહાંગીર સાથે થયા હતા. રાજા ભરમલની પુત્રીનું નામ હક્કાબાઇ હતું, જે બાદમાં હીરાકુંવરના નામે જાણીતી બની હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મના નિર્માણ પહેલાં ગોવારીકરે જુદા-જુદા ઇતિહાસકારો સાથે સ્ક્રીપ્ટ બાબતે ચર્ચા પણ કરી હતી. એકવાર નશામાં ધૂત થઈ અકબરે પોતાની જ છાતીમાં તલવાર મારવાની ચેષ્ટા કરી, ત્યારે રાજા માનસિંગે અકબરના જમણા હાથ ઉપર પ્રહાર કરી એમના અંગૂઠાને ઈજા પહોંચાડી હતી. આમ કરીને તેમણે અકબરનો જાન બચાવી લીધો હતા. આ બનાવ સુરતના હાલના ગોપી તળાવ નજીક બન્યો હતો. અકબર અને જોધાબાઈના પ્રેમ-પ્રકરણને આલેખતી જોધા-અકબર ફિલ્મ રિલીઝ થવા સાથે ઈતિહાસની એ ઘટનાની યાદ તાજી થઈ છે કે જ્યારે અકબરે સુરતનો કિલ્લો જીતવા માટે 56 દિવસનો પડાવ નાખ્યો હતો. ગુજરાત પર અકબરના આક્રમણની કથા અકબરનામા, તબકતે અકબરી અને અન્ય ઈતિહાસના ગ્રંથોમાં વર્ણવાઈ છે.
|