મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સંજયની પત્ની માન્યતાને શોકોઝ નોટિસ
PTIPTI

પણજી (ભાષા) ગોવા રાજ્ય સરકારે આજે બોલિવુડ અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતાને રેસીડેન્સ સર્ટીફિકેટ બાબતે એક શોકોઝ નોટિસ (કારણ બતાવો નોટિસ) મોકલાવી છે. આમ સંજયને મુશ્કેલીઓથી છુટકારો નથી મળવાનો તેવુ લાગી રહ્યું છે. સંજય સાથેના લગ્નની નોંધણી બાબતે માન્યતાએ રજૂ કરેલ રહેઠાણના પૂરાવા તરીકેનું સર્ટીફિકેટ હજૂ સુધી રદ કેમ કરાવવામાં આવ્યું નથી તે બાબતે ખુલાસો માંગતી એક નોટિસ દક્ષિણ ગોવા જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા માન્યતાને મોકલવામાં આવી છે.

નોંધનીય છે કે 32 વર્ષની માન્યતાએ દક્ષિણ ગોવાના માર્ગાઓ શહેરના એક્વેમ ખાતે પોતાનું રહેઠાણ હોવાનો પૂરાવા તરીકે 7મી ફેબ્રુઆરીએ સંજય દત્ત સાથેના લગ્ન વખતે સબ રજિસ્ટ્રાર સમક્ષ એક સર્ટીફિકેટ રજૂ કર્યું હતું. સર્ટીફિકેટમાં સત્તાધારી અધિકારીની સહીં હતી નહીં જે 90 દિવસમાં લઈ લેવાની હોય છે.

માર્ગાઓના મામલતદાર પરેશ ફાલદેસાઈએ નોટિસમાં માન્યતાને ઉપરોક્ત તમામ સ્પષ્ટીકરણ માટે કાલનો સમય આપ્યો છે. માન્યતાએ શોકોઝ નોટિસનો જવાબ કાલ સુધીમાં પાઠવી દેવાનો છે. ફાલદેસાઈએ નોટિસમાં જણાવ્યું છે કે માન્યતાએ જણાવેલ સરનામાં પર તે રહેતી નથી એવું ધ્યાનમાં આવ્યુ છે. આથી માન્યતાને સ્પષ્ટતા કરવાનું કહેવાયું છે કે શાં માટે તેણે હજૂ સુધી પોતાનું રેસીડેન્સ સર્ટીફિકેટ રદ કરાવ્યું નથી.

આ વિવાદના કારણે માન્યતાના સંજય દત્ત સાથેના લગ્ન મામલે કાનૂની ગૂંચવાડો ઊભો થઈ ગયો છે. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે આ મામલે અમે માન્યતાને સ્પષ્ટીકરણની તક આપી છે. જો આ બાબતે તે નિષ્ફળ નીવડશે તો તેનું રેસીડેન્સ સર્ટીફિકેટ રદ થઈ જશે. ગોવા વહિવટી અધિકારીઓ આ સંદર્ભે માન્યતાનું રેસીડેન્સ સર્ટીફિકેટને હાલ ધ્યાનમાં ન લેવાનું જણાવી દીધેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ માન્યતાએ એ સાબિત કરવું પડશે કે તેણે જ રેસીડેન્સ સર્ટીફિકેટ રજૂ કર્યું હતું તે સરનામાં ઉપર તે વસવાટ કરી રહી છે. આ માટે કયાં પૂરાવા તે રજૂ કરશે તે માન્યતા પર આધારિત છે. અત્રે ખાસ જણાવવાનું કે સંજય દત્ત અને માન્યતાના લગ્નની નોંધણી સંદર્ભે રજૂ થયેલ માન્યતાના રેસીડેન્સ સર્ટીફિકેટના લોચા બાબતે ગ્રામ્ય કક્ષાનો રેવન્યુ ઓફિસર(તલાટી)ને બોગસ સર્ટીફિકેટ આપવા બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. દત્ત અને માન્યતાના લગ્ન હિન્દુ ધાર્મિક વિધિ અનુસાર 11મી ફેબ્રુઆરીએ મુંબઈમાં થયા હતાં.
ઘણું બધુ
અમદાવાદમાં જોધા-અકબર ફિલ્મનો વિરોધ
શાહીદે પોતાના ભાવ વધાર્યા
'નો એંટ્રી' ની સીક્વલમાં બિપાશાને એંટ્રી નહી.
શાહરૂખના ક્રેડિટ કાર્ડથી સામાન ખરીદવાની કોશિશ
ઈમરાનનુ લગ્નજીવન સુરક્ષિત
એશ્વર્યાએ છોડી 'રોબોટ'