મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અજય દેવગન વિરુધ્ધ રાકેશ રોશન

IFM
અજય દેવગનની 'યુ મી અને હમ' અને રાકેશ રોશનની 'ક્રેજી 4' એક જ દિવસે 11 એપ્રિલ રજૂ થવા જઈ રહી છે. જ્યાં અજયની ફિલ્મમાં તેઓ અને કાજોલ જેવા કલાકારો છે ત્યાં બીજી બાજુ રાકેશની ફિલ્મ અરશદ વારસી, ઈરફાન ખાન, રાજપાલ યાદવ જેવા ચરિત્ર અભિનેતાઓને લઈને બનાવવમાં આવી છે. જો કે ફિલ્મમાં આકર્ષણ વધારવા માટે શાહરૂખ અને ઋત્વિકના આયટમ સોંગ પણ મૂક્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાકેશ રોશન ઈચ્છે છે કે તેમની ફિલ્મનો સીધો મુકાબલો અજયની ફિલ્મ સાથે ન થાય. તેમણે એવુ લાગી રહ્યુ છે કે દર્શક અજયની ફિલ્મને પ્રાથમિકતા આપશે. આમ પણ અજય અને કાજોલની એકસાથે ફિલ્મ વર્ષો પછી આવી રહી છે.

IFM
તેમણે અજયને કહ્યુ કે તેઓ પોતાની ફિલ્મ એક અઠવાડિયુ આગળ વધારી લે, જેથી કરીને બંને ફિલ્મો વચ્ચે સીધી હરીફાઈ ન થાય. અજયે રાકેશની આ વાતનો કોઈ જવાબ નથી આપ્યો અને તેઓ પોતાની ફિલ્મના પ્રચારમાં લાગી ગયા છે.

અજયની યોજના પોતાની ફિલ્મને 11 એપ્રિલના રોજ રજૂ કરવાની છે અને તેમાં તેઓ કોઈ ફેરફાર કરવા નથી માંગતા. હવે રાકેશ રોશનની સામે બે જ વિકલ્પ છે - યા તો તેઓ પોતાની ફિલ્મને એક અઠવાડિયા પછી રજૂ કરે અથવા તો અજયની ફિલ્મ સાથે પ્રતિસ્પર્ધા કરે.
ઘણું બધુ
કિશોરકુમારના જીવન પર ફિલ્મ!
રિયા શીખી રહી છે બેલે નૃત્ય
હવે રાખી યશરાજની ફિલ્મમાં !
સેફ અને રણવીરની જોડી
સંજયની પત્ની માન્યતાને શોકોઝ નોટિસ
અમદાવાદમાં જોધા-અકબર ફિલ્મનો વિરોધ