મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અમિતાભ,અભિષેક અને એશ્વર્યા મચાવશે ધમાલ

IFM
બચ્ચન પરિવાર એક પેકેજ મુજબ છે કારણકે આ પરિવારમાં બધા જ કલાકાર છે. જુલાઈ અને ઓગસ્ટમાં બચ્ચન પરિવાર સ્ટેજ શો કરવા વર્લ્ડ ટુર પર જવાના છે. તેઓ યૂરોપ અને ઉત્તરી અમેરિકાના મુખ્ય શહેરોમાં સ્ટેજ શો કરશે.

અમિતાભ,અભિષેક અને એશ્વર્યા વિદેશોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમના ચાહકો મોંઘી ટિકીટો ખરીદીને પણ તેમનો શો જુએ છે. આ ત્રણે પર ફરમાવાયેલુ ગીત 'કજરારે-કજરારે'(બંટી ઔર બબલી)ને જોઈને દર્શકો ઘેલા થઈ જાય છે અને આ ગીત તેમના શોનું મુખ્ય આકર્ષણ હોય છે.

આ શોમાં પહેલા ઋત્વિક પણ જવાના હતા, પરંતુ પાછળથી તેમણે પોતાનુ નામ પાછુ લઈ લીધુ. બચ્ચન પરિવાર સિવાય બોલીવુડના બીજા કલાકારો પણ આ ગ્રુપની સાથે જશે. હાલ તેમની સાથે આ અંગે વાતચીત ચાલી રહી છે.
ઘણું બધુ
અજય દેવગન વિરુધ્ધ રાકેશ રોશન
કિશોરકુમારના જીવન પર ફિલ્મ!
રિયા શીખી રહી છે બેલે નૃત્ય
હવે રાખી યશરાજની ફિલ્મમાં !
સેફ અને રણવીરની જોડી
સંજયની પત્ની માન્યતાને શોકોઝ નોટિસ