મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અમીષા ન ઘરની કે ન ઘાટની.

IFM
અમીષા પટેલને 'કહો ન પ્યાર હૈ' અને 'ગદર એક પ્રેમ કથા' જેવી સુપરહીટ ફિલ્મો આપી છે. પણ વિક્રમ ભટ્ટના ચક્કરમાં પડીને તેમણે પોતાનુ કેરિયર બરબાદ કરવાની સાથે સાથે પોતાના માઁ-બાપ અને ભાઈ સાથે પણ સંબંધ તોડી નાખ્યો છે. તેણે પોતાના પિતાનુ ઘર પણ છોડવુ પડ્યુ.

જે વિક્રમને માટે અમીષાએ આ બધુ કર્યુ હતુ, તે જ વિક્રમે અમીષાની કોઈ પરવા નથી કરી. જ્યારે તેમના સંબંધોમાં પ્રેમનુ નામોનિશાન મટી ગયુ ત્યારે તેમણે પોત-પોતાની વાટ પકડી લીધી.

અમીષા હવે જ્યારે પોતાના સંબંધીઓ સાથે સંબંધ સુધારવા માંગે છે ત્યા બીજી બાજુ તે પોતાના ફિલ્મી કેરિયરના પ્રત્યે પણ ગંભીર થઈ છે. કુણાલ કોહલીની અનામ ફિલ્મમાં તે સેફ અલી અને રાણી મુખર્જીની સાથે જોવા મળશે.

આ સિવાય તેમણે નીરજ વોરાની 'લકી 2' પણ સાઈન કરી છે. આમા તેની સાથે ગોવિંદા નજર આવશે. તે 'ચતૂર સિહં ટૂ સ્ટાર' માં સંજય દત્તની નાયિકા બની છે.

સંજય અને ગોવિંદાવાળી ફિલ્મોમાં તેઓ દર્શકોને હંસાવતા જોવા મળશે. પોતાની જીંદગીમાં દુ:ખી લાગતી અમીષા ફિલ્મોમાં હસીને પોતાન દુ:ખને હલકુ કરવા માંગે છે.
ઘણું બધુ
આઈ એમ હોટ- સમીરા રેડ્ડી
મધ્યપ્રદેશમાં જોધા-અકબર પર પ્રતિબંધ
અમિતાભ,અભિષેક અને એશ્વર્યા મચાવશે ધમાલ
અજય દેવગન વિરુધ્ધ રાકેશ રોશન
કિશોરકુમારના જીવન પર ફિલ્મ!
રિયા શીખી રહી છે બેલે નૃત્ય