મુખ પૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મહાબલી ખલીની સાથે તનુશ્રી

હટ્ટા કટ્ટા અને સાત ફીટ ત્રણ ઈંચ લાંબા મહાબળવાન ખલીની સાથે તનુશ્રી દત્તા 'રામા : ધ સેવિયર' ફિલ્મમાં કામ કરી રહી છે. હવે, જ્યારે ખલી ફિલ્મમાં હોય તો એ વાત તો નક્કી જ છે કે ફિલ્મમાં ખૂબ મારામારી જોવા મળશે.

ફિલ્મમાં ખલી અને તનુશ્રી પર એક ફાઈટ સીન કરવામાં આવશે. જેને માટે તનુશ્રી છેલ્લા કેટલાક દિવસોથી એક વિદેશી એક્શન ડાયરેક્ટર પાસેથે પ્રશિક્ષણ મેળવી રહી છે.

લોકો ખલીની સાથે ઉભા રહેવામાં જ બીવે છે. જ્યારે તનુશ્રીને પૂછવામાં આવ્યુ કે શુ તેમણે ખલીની સાથે કામ કરવામાં બીક નથી લાગતી, ત્યારે તનુશ્રીએ ના પાડી દીધી.

આ ફિલ્મ ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ખલી જેમનુ સાચુ નામ દિલીપસિંહ છે અને તેઓ બાળકોમાં ખૂબ લોકપ્રિય હોવાથી તેમને આ ફિલ્મમાં લેવામાં આવ્યા છે.

ફિલ્મની વાર્તા આ પ્રકારની છે - છ બાળકો ખજાનો શોધવા માટે યાત્રા પર નીકળી પડ્યા છે. આ યાત્રા દરમિયાન તેમણે કેટલાય પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડ્યો છે. કેવી રીતે તેઓ આ મુસીબતોનો સામનો કરશે તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યુ છે. તનુશ્રી દત્તા આ કામમાં બાળકોની મદદ કરે છે.
ઘણું બધુ
અમીષા ન ઘરની કે ન ઘાટની.
આઈ એમ હોટ- સમીરા રેડ્ડી
મધ્યપ્રદેશમાં જોધા-અકબર પર પ્રતિબંધ
અમિતાભ,અભિષેક અને એશ્વર્યા મચાવશે ધમાલ
અજય દેવગન વિરુધ્ધ રાકેશ રોશન
કિશોરકુમારના જીવન પર ફિલ્મ!