મુંબઇ(વાર્તા) બોલીવુડ બીગ બી અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત બંગલા પર ગઇકાલે કોઇ અસામાજિક તત્વોએ બિયરની બોટલો અને પથ્થરથી હુમલો કર્યો હતો. આ બંગલા ''જનક''માં અમિતાભની કંપની એબીસીએલનું કાર્યાલય અને જીમ્નેશિયમ છે. સમાજવાદી પાર્ટી નેતા અમરસિંહે આ હુમલા અંગે પોલીસ ફરીયાદ પણ કરી નાખી છે. આ હુમલામાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેના સમર્થકોનો હાથ હોવાનું કહેવામાં આવે છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
ખાસ વાત કરીએ તો બચ્ચન પરિવાર આ હુમલાથી ખૂબજ નારાજ થયો છે. આ અંગે પોલીસ ડીજીપી વિનયે જણાવ્યું હતું કે, અમને અમિતાભજીના બંગલા પર બોટલો ફેકી હોવાનો કોલ મળ્યો છે. આ અંગે સત્ય શું છે તે જાણવા અમે વધુ તપાસ હાથ ધરી છે.
અંત્રે નોંધનિય છે કે, મનસેની ઉત્તર ભારતીયોના વિરૂદ્ધની ચળવર દરમિયાન પણ અમિતાભના પ્રતિભા બંગલા પર કોઇએ શરાબની બોટલો ફેંકી હતી. જ્યારે જનક બંગલામાં થયેલા બીયર બોટલોના હુમલામાં સિક્યુરીટી ગાર્ડસનું ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે..
|