માન્યતા સાથે લગ્ન કર્યા પછી સંજય દત્તે મીડિયાને પૂરો સાથ આપ્યો. મીડિયાએ પણ સંજયના લગ્નનું ઘણુ કવરેજ કર્યુ, પણ જ્યારથી આ લગ્નને લઈને વિવાદ ઉભો થયો છે, ત્યારથી સંજય દત્ત એકદમ ચૂપ થઈ ગયા છે.
તેમને મીડિયાની સાથે સાથે પોતાના મિત્રોથી પણ દૂર રહેવાનુ શરૂ કરી દીધુ છે. સમાચાર છે કે સંજય દત્તે પોતાની જાતને બધાથી અળગી કરી લીધી છે અને હાલ તેઓ પોતાનો વધુમાં વધુ સમય ઘરમાંજ વીતાવી રહ્યા છે. શૂટિંગ પણ તેઓ ગુમસુમ રહીને જ કરે છે. પાર્ટી અને કાર્યક્રમોમાં તેઓ દેખાતા જ નથી.
લગ્ન પછી સંજયનો પોતાની બહેનો સાથે પણ પહેલા જેવો સંબંધ નથી રહ્યો. કદાચ તેઓ ગફલતમાં છે કે તેઓ શુ કરે. એક સમસ્યાનો ઉકેલ નીકળતા જ બીજી સમસ્યા સામે આવીને ઉભી થઈ જાય છે.
|