ઈશા દેઓલને એકને એક દિવસ લગ્ન કરીને ઘર વસાવવાનું જ છે અને બની શકે કે આ દિવસ જલ્દી આવી પણ જાય. હાલ તો ઈશા સિંગલ છે અને પોતાની સ્વતંત્રતાની ભરપૂર મજા લઈ રહી છે.
પ્રતિભાશાળી હોવા છતાં ઈશાને ફિલ્મોમાં સફળતા નથી મળી. ઘર્મેન્દ્ર તો ઈશાનુ લગ્ન કરવાના મૂડમાં હતા. ઈશાએ થોડાક મહિનાઓનો સમય માગ્યો જેથી તે ફિલ્મોમાં સફળ થઈ શકે, પણ વાત જામી નહી. આ સમયે ઈશા લગભગ નવરી બેઠી છે. જેવી ફિલ્મો તેને જોઈએ છે તેવી ફિલ્મો તેને મળી નથી રહી. આ ખાલી સમયનો ઉપયોગ ઈશા પોતાના શોખ પૂરા કરવામાં કરી રહી છે.
21 માર્ચે 'વન ટૂ થ્રી' નામની ઈશાની ફિલ્મ રજૂ થવાની છે. જેમાં ઈશા કોમેડી કરતી જોવા મળશે. આ ફિલ્મમાં ઈશા સિવાય સમીરા રેડ્ડી, તનીષા અને નીતૂ જેવી અભિનેત્રીઓ પણ છે, પણ ઈશાનુ કહેવુ છે કે આ ફિલ્મમાં ઢગલો કલાકાર હોવા છતાં મારુ પાત્ર મહત્વનુ છે. હાલ તો તેઓ પોતાની સફળતાની રાહ જોઈ રહ્યા છે.
|