નવી દિલ્હી (ભાષા) બોલીવુડની ટોપની હિરોઇન પ્રિતિ ઝિંટાની નજરે સાસુ-વહુની ટીવી પર આવતી સિરિયલો(ધારાવાહિકો) સાવ બકવાસ છે અને તે આ પ્રકારના કાર્યક્ર્મ જોવાની જગ્યાએ ખેલ સમાચાર સંબંધિત ચેનલો જોવાનું વધુ પસંદ કરે છે. પ્રિતિનું કહેવું છે કે, આ સિરિયલોમાં મહિલાઓની હાસ્યાસ્પદ છબિ તૈયાર કરીને બતાવવામાં આવે છે.
નવી દિલ્હીમાં ગોલ્ડન ઓવરી એવોર્ડ આપવાના સ્મારોહમાં હાજર થયેલી પ્રિતિએ જણાવ્યું હતું કે, આ સિરિયલોમાં મહિલાઓની હાસ્યાસ્પદ છબિ તૈયાર કરીને બતાવવામાં આવે છે. તેમની જગ્યાએ હું તો ખેલ સમાચાર વાળી ચેનલો જોવાનું પસંદ કરૂ છું અને બધાએ તેવું જ કરવું જોઇએ.
જ્યારે પ્રીતિ ઝિન્ટાને એક ઇકો-ફ્રેન્ડલી કાર વસાવવાની ઇચ્છા પણ છે પરંતુ આ કારને લઇને અહીં ઘણી મુશ્કેલીઓ હોવા છતાં પ્રીતિ આવી કાર વસાવવા કટિબદ્ધ છે. એટલું જ નહીં, પર્યાવરણની દષ્ટિએ સુયોગ્ય હોય એવું ઘર મુંબઇમાં બનાવવાની પ્રીતિની અદમ્ય ઇચ્છા છે.
પ્રીતિ ઝિન્ટા આજકાલ એકદમ ખુશ છે. કેમકે, છેલ્લાં થોડા વર્ષોથી એ વિદેશોમાં શૂટિંગમાં વ્યસ્ત હતી. આ વર્ષે એ ભારતમાં શૂટ કરી રહી છે. "ઘણાં વર્ષોબાદ હું ભારતમાં શૂટિંગ કરી રહી છું. પંજાબમાં સમીર કિર્ણકની "મેરા ભારત મહાન"નું શૂટિંગ આટોપી મુંબઇ આવી છું. હવે, મુંબઇમાં શૂટિંગ કરવાની છું. મને લાગે છે, હવે મારે અહીં મારા ઘરનું ચણતર કરવું છે. પણ, પ્રોબ્લેમ એ છે કે અહીં ઇકો-ફ્રેન્ડલી વસ્તુઓ મેળવવી ખૂબ મુશ્કેલ છે."
"જુઓ ને મારે ઇકો-ફ્રેન્ડલી કાર વસાવવી છે, પણ મેળ પડતો નથી પણ હું આવી કાર ચોક્કસ વસાવીશ," પ્રીતિ જણાવે છે. એમ તો પ્રીતિ પોતાના મૂળ શહેર શિમલામાં પણ એક ઘર બનાવવા માગે છે. પ્રીતિ માને છે કે શિમલામાં ઘર બનાવવાનો આ યોગ્ય સમય છે.
પ્રીતિ ઇચ્છે છે કે, એના પૂર્વજોની માલિકીની જમીન પર બનનારા આ ઘરમાં એના ભાઇના તથા એના પોતાના સંતાનો ઉછરે. શિમલાના ગોલ્ફકોર્સ નજીકના હરિયાળા મેદાનમાં પ્રીતિની પૈતૃક જમીન છે જયાં એ સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી ઘર ચણાવવા માગે છે.
|