કોરિયોગ્રાફર થી નિર્દેશક બનવા જઈ રહી સરોજ ખાન તે સમયે આશ્ચર્યમાં પડી ગઈ જ્યારે પ્રિયંકા ચોપડાએ તેમણે મોઢા પર કહી દીધુ કે તે તેમની ફિલ્મ 'સતી'માં કામ કરવા નથી માંગતી.
'સતી' ફિલ્મ બનાવવાની યોજના સરોજ ખાનના મગજમાં લાંબા સમયથી છે. જ્યારે કેટલાક અભિનેત્રીઓએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાદી તો સરોજ ખાન પહોંચી પ્રિયંકાની પાસે.
પ્રિયંકા આ ફિલ્મ મેળવીને ખૂબ જ ઉત્સાહમાં આવી ગઈ. પ્રિયંકાએ ત્યારે કહ્યુ હતુ કે તેમણે એક સારો રોલ કરવા મળ્યો છે. સરોજ ખાને પ્રિયંકાને ચાર વાર પટકથા સંભળાવી અને તેણી આ વાતથી આસ્વત હતી કે પ્રિયંકા આ ફિલ્મ કરી રહી છે.
જ્યારે તેઓ પ્રિયંકાને પાઁચમીવાર કથા-પટકથા થોડાક સુધારા કરીને સંભળાવી તો પ્રિયંકાએ તેમને પોતાનો કઠોર નિર્ણય સંભળાવી દીધો. આ જવાબ સાંભળીને સરોજ ખાનને નવાઈ લાગે તે સ્વાભાવિક હતુ, કારણકે ફિલ્મનુ શૂટિંગ થોડાક દિવસોમાં શરૂ થવાની છે. હવે અચાનક નવી નાયિકા શોધવી તેમની માટે મુશ્કેલી ઉભી કરશે.
કહેવાય છે કે પ્રિયંકા પોતાની ઈમેજને ધ્યાનમાં રાખીને આ પ્રકારની ફિલ્મ નથી કરવા માંગતી તેથી તેમણે સરોજની ફિલ્મને છોડવી જ યોગ્ય સમજી. કેટલાક દિવસો પહેલા પ્રિયંકાએ પોતાની ઈમેજને ધ્યાનમાં રાખીને 'ફેશન' ફિલ્મનો અંત બદલાવ્યો હતો.
|