આ સમય બોલીવુડના મોટાભાગના નાયક ફિલ્મ નિર્માતા બની ગયા છે. આમિર ખાન, અજય દેવગન અને સની દેઓલ જેવા અભિનેતા તો નિર્દેશનના મેદાનમાં પણ ઉતરી ગયા છે. તો પછી અક્ષય કુમાર કેમ પાછળ રહી જાય.
'હરી ઓમ પ્રોડક્શન' ના નામથી તેમણે પણ પોતાનુ બેનર સ્થાપિત કરી લીધુ છે. અક્ષય પોતાના આ બેનરના હેઠળ એવી ફિલ્મ બનાવવા માંગે છે જેમાં દુનિયામાં બોલીવુડનુ નામ ચમકે.
થોડા દિવસો પહેલા જ્યારે અક્ષયને પૂછવામાં આવ્યુ કે તેઓ નિર્માતા બનવુ પસંદ કરશે તો તેમનો જવાબ હતો કે તેઓ કોઈપણ જાતનુ ટેંશન લેવા નથી માંગતા. પણ વર્તમાનમાં ફિલ્મ વ્યવસાય ખૂબ જ બદલાઈ ગયો છે, કદાચ આ જોઈને અક્ષયે પણ ટેંશન લેવાનો ઈરાદો કરી લીધો છે.
એક અભિનેતાના રૂપમાં આ સમયે અક્ષય કુમાર નવી ઉંચાઈઓ પામી રહ્યા છે. ખાન તિકડી કરતા તેઓ કોઈપણ વાતે ઓછા નથી. કદાચ અક્ષય પોતાની આ સ્થિતિનો ફાયદો ઉઠાવવા માંગે છે.
|