'બચના એ હસીનો', ફિલ્મ 'હમ કિસી સે કમ નહી' નુ હિટ ગીત છે. આ ગીતને ઋષિ કપૂર પર શૂંટિંગ કરવામાં આવ્યુ હતુ. આ લોકપ્રિય ગીત આજે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.
હવે આ ગીતની પહેલી લાઈનને લઈને એક ફિલ્મનુ નામ બનાવવામાં આવ્યુ છે. આ એક સંયોગની વાત છે કે 'બચના એ હસીનો' નામની ફિલ્મમાં ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂર કામ કરી રહ્યા છે. આ ફિલ્મનુ નિર્માણ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવી રહી છે.
રણબીરની સાથે આ ફિલ્મમાં બિપાશા બસુ, દીપિકા પાદુકોણ, અને મિનીષા લાઁબા જેવી અભિનેત્રીઓ કામ કરી રહી છે. ફિલ્મનુ અડધાથી વધુ શૂંટિંગ પૂરૂ થઈ ચૂક્યુ છે અને વર્ષના મધ્યમાં આ ફિલ્મ રજૂ થશે.
'સાવરિયા' જેવી ફ્લોપ ફિલ્મથી શરૂઆત કરનારા રણબીરની આ રજૂ થનારી બીજી ફિલ્મ હશે. રણવીરને ભરોસો છે કે તેમની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળતા મેળવશે. 'સાઁવરિયા' ભલે અસફળ થઈ ગઈ હોય, પણ રણબીરનો અભિનય સૌને ગમ્યો.
તાજેતરમાં જ રણબીરે પુનામાં કે ફૂટબોલ મેચ રમી. તેમની ટીમમાં બધા બોલીવુડના કલાકાર હતા. બોલીવુડની ટીમે સાત ગોલ કર્યા, જેમાં ચાર ગોલ રણબીરે કર્યા. તેમની ફૂટબોલ રમવાની શૈલીએ બોલીવુડના કેટલાય કલાકારોને ચકિત કરી દીધા.
|