મુખપૃષ્ઠ > મનોરંજન > બૉલીવુડ > સમાચાર/ગપસપ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કોર્ટે સંજય અને માન્યતાને નોટિસ ફટકારી
માન્યતાના પૂર્વ પતિએ કોર્ટમાં કરેલી અરજીના પગલે નોટિસ
PTIPTI

મુંબઇ. અદાલતે તેમને તેમના લગ્નની કાનુની માન્યતા પુરવાર કરવા જણાવ્યું છે. બાંન્દ્રા મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટે માન્યતાના પ્રથમ પતિ મેહરાજ ઉર રહેમાનની અરજી પર આ બંન્નેને સમન્સ બજાવ્યાં હતાં. રહેમાને દાવો કર્યો છે કે તેના અને માન્યતાના લગ્નનો અંત આવ્યો નથી કારણ કે તેમણે હજી તલાક લીધા નથી.

કોર્ટે સંજય અને માન્યતાને નોટિસ ફટકારી છે. રહેમાને જણાવ્યું હતું કે માન્યતા હજી પણ તેની પત્ની છે અને કાઝી ખોટું જણાવી રહ્યાં છે કે તેમના લગ્નનો અંત આવ્યો છે. રહેમાન હાલમાં આર્થર રોડ જેલમાં છે. અભિનેત્રીઓ અને મોડેલસને અશ્લીલ એસએમએસ મોકલવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.

સંજય અને માન્યતાએ ગોવામાં કોર્ટ મેરેજ કર્યા હતાં અને બાદમાં તેમણે હિન્દુ વિધી મુજબ પણ લગ્ન કર્યા હતાં. જો કે કોર્ટ મેરેજના સંબંધમાં વિવાદ ચાલી રહ્યો છે. ગોવા મેરેજ રજીસ્ટ્રારે માન્યતાને રહેઠાણ અંગેની ખોટી વિગતો આપવા બદલ કારણ દર્શક નોટિસ ફટકારી છે.

આ નોટિસના પગલે સંજય અને માન્યતાએ ગોવા મેરેજ રજીસ્ટ્રારની ઓફીસમાં અરજી કરીને તેમના કોર્ટ મેરેજ રદ કરવાની માંગ કરતી અરજી કરી હતી. રજીસ્ટ્રારે આ અરજી સ્વીકારી છે.
ઘણું બધુ
બચના એ હસીનો
લારાની જીંદગીમાં ડિનો ?
હવે દીપિકા પીવડાવશે પેપ્સી
અક્ષય કુમાર પણ ફિલ્મ બનાવશે.
પ્રિયંકાએ મુશ્કેલીમાં નાખી સરોજખાનને
સહારાની મદદે આવ્યા સલમાન